________________
હિંદુધર્મના વિવિધ સંપ્રદાયો: (સંક્ષિપ્ત પરિચય)
હિંદુધર્મમાં આચાર્યો અને સતએ ભક્તિમાર્ગને મહિમા વધાર્યો. ભક્તિમાર્ગને બે મેટા પ્રવાહ છે શૈવ અને વૈષ્ણવ. ભક્તિમાર્ગને બીજા જે નાના નાના સંપ્રદાયે છે તેમાંના મોટા ભાગને સમાવેશ આ બે મોટા પ્રવાહમાં થઈ જાય છે. દા. ત. રામભક્તિ, દત્તાત્રેયભક્તિ વગેરેને વૈષ્ણવ ભક્તિમાર્ગમાં અને ગણેશભક્તિ, કાર્તિકેયભક્તિ વગેરેને શૈવ ભક્તિમાર્ગમાં. એટલે શૈવ અને વૈષ્ણવ બે ધર્મોને અભ્યાસ કરવાથી ભારતમાં પ્રચલિત ભક્તિમાર્ગનું સંપૂર્ણ સ્વરૂપ. સમજાઈ જાય છે. શિવસંપ્રદાય
ભારતના ધાર્મિક ઈતિહાસમાં શૈવધર્મ પણ મૂળમાં તે ભક્તિસંપ્રદાય જ છે. વૈષ્ણવ સંપ્રદાયમાં ભક્તિ રસ સ્વરૂપે જોવા મળે છે. જ્યારે શૈવસંપ્રદાયમાં ભક્તિ ગ સ્વરૂપે જોવા મળે છે.
- સામાન્યતઃ એમ મનાતું કે ઋગ્વદના રૂદ્રની કલ્પનામાંથી સમય જતાં શિવપૂજા વિકસી પણ હરપ્પા અને મેહે-જો-દડે તથા લોથલમાંથી મળેલા અવશેષ ઉપરથી જણાય છે કે શિવપૂજા જુદા જુદા સ્વરૂપે ગ્લેદકાલ પહેલાં પણ પ્રચલિત હતી. પ્રાફ વેદકાલીન સંસ્કૃતિમાં લિંગપૂજા પ્રચલિત હતી.
વેદમાં આપણને શિવપૂજાનું પ્રત્યક્ષ સ્વરૂપ જોવા મળતું નથી પણ રૂદ્રદેવને ઉદેશીને કરાયેલી પ્રાર્થનાઓ મળે છે. ઋવેદમાં રુદ્ર પિતાનાં તેજોમય બાણ સ્વર્ગ ને પૃથ્વી ઉપર ફેંકે છે એવું વર્ણન મળે છે. એ પોતાના આયુધથી ગાય ને મનુષ્યને સંહાર કરે છે એવી કલ્પના કરવામાં આવી છે. પશુઓના રક્ષણ માટે આ દેવને વારંવાર પ્રાર્થનાઓ કરવામાં આવી છે. તે બાળકને પણ રોગથી મુક્ત, કરે છે એમ માની વેદમાં પ્રાર્થના કરેલ છે. આ સમયે એવી પણ એક માન્યતા પ્રચલિત હતી કે રુદ્રની કૃપાથી લેકે રોગમુક્ત બને છે. આમ ઋદમાં રુદ્રની પૂજા પાલક શક્તિ તરીકે અને વિનાશક મહાશક્તિ તરીકે થતી. તે પશુઓ. અને વનસ્પતિઓને દેવ મનાતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org