________________
હિંદુધર્મ -અભ્યાસ. (૩) આપણા પ્રાચીન ધર્મશાસ્ત્રો ને દર્શનના અભ્યાસ. આ પ્રકારના અભ્યાસથી આપણુમાં ઐતિહાસિક દૃષ્ટિ પ્રગટ થઈ અને સર્વધર્મ સમભાવની ભાવના પેદા થઈ. આ નવી કેળવણીએ આપણું પિતાની સમૃદ્ધિનું ભાન કરાવવામાં દીપકની ગરજ સારી.
આ યુગના પ્રથમ તિર્ધર છે સહજાનંદ સ્વામી. તેઓ પોતે અયોધ્યા પાસેના છપૈયા ગામમાં જન્મ્યા હોવા છતાં તેમણે ગુજરાતના સૌરાષ્ટ્ર વિભાગને પિતાની કર્મભૂમિ બનાવી હતી. બાળપણથી જ વૈરાગ્યની વૃત્તિ ધરાવતા ધનશ્યામે રામાનંદ સ્વામી પાસે દીક્ષા લઈ ધર્મસુધારણાનું કાર્ય આરંવ્યું. પિતાની વિચારસરણીમાં સહજાનંદ ભાગવતધર્મને નવું સ્વરૂપ આવ્યું. તેમણે ઉદ્ધવસંપ્રદાય સ્થાપ્યો, જે સમય જતાં સમગ્ર ભારતમાં સ્વામીનારાયણસંપ્રદાય તરીકે પ્રખ્યાત થ. આજે તે યુરોપ અને અમેરિકામાં પણ સ્વામીનારાયણસંપ્રદાયને પ્રચાર સારી રીતે થવા લાગે છે. આ સંપ્રદાયમાં ખાસ કરીને શ્રમજીવી વર્ગ–લુહાર, દરજી, સોની, સુથાર વગેરેને સ્થાન મળ્યું. સૌરાષ્ટ્રની માથાભારે ગણુતી કાઠી કામને સહજાનંદે પિતાના ઉપદેશથી વશ કરી. તેમને ઉપદેશ શિક્ષાપત્રી' અને વચનામૃત' નામના ગ્રંથમાં સમાવી લેવામાં આવ્યો છે.
આ યુગના બીજા તિર્ધર છે રાજા રામમોહન રાય. ભારતની ધર્મસુધારણની ચળવળના રાજા રામમોહન રાય અરુણ કહેવાય છે. તેમણે સંસ્કૃત, ફારસી, અંગ્રેજી વગેરે ભાષાઓને ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમના વ્યક્તિત્વને ઘડવામાં ફારસી અને અંગ્રેજીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમણે સમાજમાં પ્રચલિત મૂર્તિપૂજા, સતીપ્રથા, બહુ પત્નીત્વ, કર્મકાંડ અને અંધશ્રદ્ધા દૂર કરવા આજીવન પ્રયત્ન કર્યા. હિંદુધર્મના ગ્રંથને ઊડે અભ્યાસ કરીને પિતાના વિચારોના પ્રચાર માટે સંવાદ કૌમુદી’ નામનું માસિક શરૂ કર્યું. તેમણે ઉપનિષદની બ્રહ્મની વિચારસરણીના આધારે બ્રહ્મસમાજ' નામની સંસ્થા સ્થાપી. મૂર્તિપૂજા, સતીપ્રથા તેમજ બાળકીને દૂધપીતી કરવાના રિવાજને બંધ કરવા તનતોડ પ્રયત્ન કર્યા. તેમના પ્રયત્નને પરિણામે તે સમયના ગવર્નર-જનરલ લેડ વિલિયમ બેન્ટિકે કાયદા દ્વારા આ પ્રથા બંધ કરાવી. અનેક સ્ત્રીઓના રાજા રામમોહન રાયને આશીર્વાદ મળ્યા. તેમણે પિતાના વિચારોથી રાજકીય, સામાજિક અને ધાર્મિકક્ષેત્રે ક્રાંતિ કરી. તેઓ પિતે કેઈ ધર્મશાસ્ત્રી કે તત્ત્વવેત્તા ન હતા. તેઓ એક વ્યવહારિક રાજપુરુષ હતા. તેમણે હિંદુસમાજના દૂષણો દૂર કરવા આજીવન પ્રયત્ન કર્યા.
બ્રહ્મસમાજની વિચારસરણીના અનુસંધાનમાં મુંબઈ ને અમદાવાદમાં પ્રાર્થનાસમાજની રચના કરવામાં આવી. તેને વિકસાવવા ન્યાયમૂર્તિ મહાદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org