________________
ભારતીય ધર્મો
(૩) પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા
પૂર્વમીમાંસાનાં સૂત્રો જૈમિનિ મુનિએ રચેલ છે. આ દર્શનમાં મંત્રોને અર્થ અને ઉપયોગીતાની મીમાંસા(છણાવટ) કરવામાં આવેલી છે. આ દર્શનમાં યજ્ઞને જ કર્મ કર્યું છે તેથી તે કર્મમીમાંસા તરીકે પણ ઓળખાય છે. યજ્ઞની અટપટી વિગતેમાં માર્ગદર્શન આપવા માટે આ દર્શનની રચના કરવામાં આવેલ. છે. કેટલાક વિદ્વાને આ કારણથી આ દર્શનને દર્શન તરીકે સ્વીકારતા નથી.
ઉત્તરમીમાંસાનાં સૂત્રો બાદરાયણ મુનિએ રચેલ છે. આ દર્શનને મુખ્ય વિષય વેદાંત” છે અને તેથી તે વેદાંતદર્શનના નામે ઓળખાય છે. વેદાંત. કર્મકાંડનું ખંડન કરે છે. આ દર્શનની વિચારસરણી પ્રમાણે આત્મસાક્ષાત્કાર અથવા બ્રહ્મજ્ઞાન એ જ જીવનનું ધ્યેય હોવું જોઈએ. આત્મા અને પરમાત્મા વિશે આ દર્શનમાં વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. આ દર્શનની વિચારસરણી પ્રમાણે આત્મા એ પરમાત્મા છે, પરંતુ અજ્ઞાન અને અવિદ્યાને કારણે સત્ય સમજાતું નથી. અવિદ્યાનું નિવારણ કરવામાં આવે તે જીવાત્મા પરમાત્મા સાથે લીન થઈ જાય. આ સૂત્રો પર સમય જતાં શંકરાચાર્ય અને રામાનુજ જેવા આચાર્યોએ ભાષ્યો લખ્યાં છે.
પ્રથમ દર્શને તપાસ કરતાં જણાય છે કે આ છ દર્શને પરસ્પર વિરોધી છે પરંતુ સિદ્ધાંતની સુક્ષ્મ રીતે તપાસ કરતાં જણાય છે કે તેઓ એકબીજાના પૂરક છે. છ યે દર્શને ઉપનિષદના પાયાના વિચારને પ્રગટ કરે છે. આ છયે દર્શને એક જ નગરે પહોંચવાના જુદા જુદા માર્ગ છે. આ વાત સમજાવતાં આચાર્યશ્રો, આનંદશંકર ધ્રુવ કહે છે કે “આ દર્શનમાં જીવ, જગત અને પરમાત્માના
સ્વરૂપ સંબંધે જુદા જુદા મત છે પણ તેઓ એકબીજાની પૂર્તિ કરે છે. પરમ સત્યની પ્રાપ્તિ માટે તેઓ પોતપોતાની રીતે ઉપયોગી થાય છે. આ છયે દર્શનનું મુખ્ય ધ્યેય દુખમાંથી મુક્તિ અને મેક્ષની પ્રાપ્તિ છે.” ઈતિહાસ
હિંદુધર્મની પરંપરામાં રામાયણ અને મહાભારતને સમાવેશ ઈતિહાસમાં થાય છે. પ્રાચીન ભારતના શિક્ષણમાં વિદ્યાર્થીને ઇતિહાસ અને પુરાણોનું જ્ઞાન. આપવામાં આવતું હતું. રામાયણ અને મહાભારત એ કેવળ ઈતિહાસ નથી પરંતુ હજાર વર્ષથી ભારતીય પ્રજાના સંસ્કાર ઘડનારાં રાષ્ટ્રિય મહાકાવ્યો છે. વિશાળ વડલાની છાયા નીચે હજારો વર્ષથી ભારતીય પ્રજાનું ઘડતર થયું છે. આ બંને મહાકાવ્યનું મૂલ્ય સમજાવતાં ભગિની નિવેદિતા કહે છે કે “મને પૂછવામાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org