________________
૫૪
ભારતીય ધર્મો આવા કપરા સમયે સાધુસંતોએ હિંદુધર્મની ચેતના ટકાવવાનું અને એકેશ્વરવાદને મહિમા ગાવાનું મહત્ત્વનું કાર્ય કર્યું. તેમના ઉપદેશનાં મુખ્ય લક્ષણે નીચે પ્રમાણે છેઃ
(૧) ઈશ્વર મહિમા :- આ સમયે સંતાએ ઈશ્વરને સ્વીકાર કરી સગુણ અને નિર્ગુણ ભક્તિ પર ભાર મૂક્યો. ઈશ્વરને પામવાના માર્ગ ભલે જુદા જુદા હોય પણ ઈશ્વર એક જ છે. એકેશ્વરવાદને મહિમા ગાયે.
(૨) ગુરુમહિમા – અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાના આ યુગમાં સતએ. ગુરુમહિમા ગાય. તેમણે કહ્યું કે “સાચા ગુરુ વિના જ્ઞાન મળે નહિ. પાખંડી. ગુરુઓ પિતે જ અજ્ઞાની હોય તે બીજાને શું જ્ઞાન આપી શકે ?' આથી અખાએ કહ્યું છે કે “ગુરુ કીધા મેં ગોકુલનાથ નગરા મનને ઘાલી નાથ.” નાનક, કબીર, જેવા અનેક સંતોએ ગુરુમહિમા ગાય. ગુરુને મહિમા સમજાવતાં કબીર નોંધે છે કે,
" गुरु गोविन्द दोनो खडे किसको लागु पाय । .
बलिहारी गुरुदेवकी गोविन्द लियो बताय ॥ (૩) લેકભાષા – સંતોને ઉપદેશનું ત્રીજું લક્ષણ એ હતું કે તેમણે લોકભાષામાં પિતાને ઉપદેશ આપ્યો. મુસલમાનેએ સંસ્કૃતને પદભ્રષ્ટ કરી હોવાથી પ્રાંતીય ભાષાને ધીરેધીરે વિકાસ થવા લાગ્યા હતા. સંતોએ પ્રાંતીય ભાષાને ઉપદેશ કરી સમાજમાં ભજનકીર્તન અને ભક્તિને મહિમા વધાર્યો. આને પરિણામે ભારતના દરેક પ્રાંતમાં નામાંકિત સંત થયા. દા. ત. કબીર, નાનક, ચૈતન્ય, તુકારામ, નરસિંહ, મીરાં લોકભાષામાં સમાજને સામાન્ય માનવી પણ ધર્મને સમજવા લાગે.
(૪) અભેદભાવ – સતિના ઉપદેશનું મુખ્ય સૂત્ર–માનવી એ પ્રથમ માનવી છે. પછી તે ઊંચ કે નીચ, હિંદુ કે મુસલમાન છે. ઈશ્વરપ્રેમની ઉપાસનામાં કઈ ભેદભાવ નથી. સુરદાસ પોતાના એક પદમાં કહે છે કે સવારે ઉત્તર પ્રેમ સTT
આ સંત પરંપરામાં ભારતમાં અનેક સંતે જેવાં કે રામાનંદ, મીરાંબાઈ, તુકારામ, નામદેવ, નરસિંહ, નિષ્કુળાનંદ, દયારામ, બ્રહ્માનંદ, ધીર, તુલસીદાસ, રવિદાસ, ધન્ના, પીપા વગેરે થયા. આ સર્વેમાં નીચેના નોંધપાત્ર છે : રામાનંદ
આ સંત વિશે કોઈ ઐતિહાસિક વિગતે મળતી નથી. કહેવાય છે કેતેઓ રામાનુજ પરંપરાના પાંચમા આચાર્ય હતા. તેમણે લોકભાષામાં ભજન દ્વારા એકેશ્વરવાદ અને ભક્તિનો મહિમા ગાયો. તેમના શિષ્યોમાં કબીર, રવિદાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org