________________
૪૨
ભારતીય ધમે
પુરાણે
પુરાણને શાબ્દિક અર્થ પ્રાચીન અથવા જૂનું એ થાય છે. પરંતુ પુરાણ જૂનાં પણ છે અને નવાં પણ છે. એક મત એવો છે કે સ્ત્રીઓ અને કોને વેદ ભણવાને અધિકાર ન હોવાથી તેમના માટે પુરાણોની રચના કરવામાં આવી.. પુરાણોની રચનામાં પ્રાચીન ઋષિમુનિઓએ નોંધપાત્ર ફાળે આપ્યું છે. પુરાણને પાંચમા વેદ તરીકે ઓળખવામાં આવે છે. પુરાણોની સંખ્યા સામાન્ય રીતે અઢારની ગણાય છે. તેટલી જ સંખ્યા ઉપપુરાણાની છે. પુરાણે સામાન્ય રીતે શિવ અને વિષ્ણુને કેન્દ્રમાં રાખીને રચાયાં છે. તેમનાં નામ: બ્રહ્મ, પદ્મ, વિષ્ણુ, ગરુડ, નારદ, ભાગવત, અગ્નિ, વામન, વરાહ, મત્સ્ય, કૂર્મ, શિવ, લિંગ, સ્કંદ, બ્રહ્મવૈવર્ત, માર્કન્ડેય, ભવિષ્ય, બ્રહ્માંડ વગેરે છે.
ધર્મશાસ્ત્રમાં પુરાણોનાં પાંચ લક્ષણો ગણાવવામાં આવ્યાં છેઃ (૧) સર્ગ (પૃથ્વીની ઉત્પત્તિ) (૨) પ્રતિસર્ગ (રાષ્ટિને પ્રલય) (૩) વંશ (દેવતાઓ અને પ્રજાપતિઓને વંશની કથા) (૪) મવંતરની કથા (૫) સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજર્ષિઓનાં ચરિત્ર.
આ ઉપરાંત પુરાણમાં આખ્યાને, ઉપાખ્યાને, ભગવાનના અવતારની કથાઓ, વર્ણાશ્રમધર્મ, ભૂગોળ, કાલમાન, ઋષિમુનિઓનાં ચરિત્ર, વૃત્તો, ઉત્સવ અને તીર્થધામેનું વર્ણન કરવામાં આવ્યું છે. પુરાણોમાં વ્યાપક અર્થમાં માનવધર્મનું નિરૂપણ થયેલું જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિના અભ્યાસીને સાંસ્કૃતિક ઈતિહાસને લગતી વિપુલ માહિતી તેમાંથી મળે છે. સ્મૃતિઓ
હિંદુધર્મના શાસ્ત્રગ્રંથમાં સ્મૃતિઓનું સ્થાન નોંધપાત્ર છે. સ્મૃતિઓની રચનામાં અનેક ઋષિમુનિઓએ ફાળે આપેલ છે. તેમના નામ પરથી જે તે
મૃતિઓ ઓળખાય છે. દા. ત. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્કય સ્મૃતિ વગેરે. સ્મૃતિઓમાં માનવધર્મ, રાજધર્મ, આચારવિચાર, જાતિ વગેરે અનેક વિષયની ચર્ચા કરી છે. ભારતીય સમાજનું પ્રાચીન માળખું ટકાવી રાખવામાં સ્મૃતિ ગ્રંથને ફળ નેધપાત્ર છે. પૌરાણિક યુગના હિંદુધર્મના સિદ્ધાંત
હિંદુધર્મ એ કોઈ સ્થગિત મતસંચય નથી કે કઈ સિદ્ધાતિનું એકઠું નથી પણ એક જીવંત પ્રક્રિયા છે. વેદકાલમાં તે એક વહેતા નાનકડા ઝરણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org