________________
ભારતીય ધર્મો
અર્થ, કામ અને મોક્ષ એમ ચાર વિભાગમાં વહેંચી છે. ધર્મ વિના માનવી શાંતિ મેળવી શકતા નથી. અર્થપ્રાપ્તિ એ માનવજીવન માટે જરૂરી છે પણ તેને સુયોગ્ય ઉપયોગ કરવો જોઈએ, ધર્મને ધ્યાનમાં રાખ્યા વિના કેવળ અર્થોપાસના કરવી એ સમાજ માટે ખતરનાક છે. કામે પગ પણ માનવવિકાસ માટે જરૂરી છે પણ તેમાં મનુષ્ય ધર્મદષ્ટિ કેળવવી જોઈએ, કામવાસના ઉપર વિજય મેળવવો જોઈએ. માનવજીવનને આખરી મુકામ તે મોક્ષ છે. આ સ્થિતિએ પહોંચવું અઘરું છે.
આમ પંચપ્રાણમાં હિંદુધર્મ સમગ્ર જીવનને આવરી લે છે. ડે. સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે કે “હિંદુધર્મ એ જીવન પ્રત્યે જોવાની એક એવી દષ્ટિ છે, જે બુદ્ધિને સંતોષે છે, સંકલ્પશક્તિને ઉોજે છે.” આચાયયુગ
ઈ. સ. ના ૬ઠ્ઠા સૈકામાં હિંદુધર્મને પ્રવાહ અનેક નાના મેટા સંપ્રદાયમાં વિભક્ત થઈ ગયા હતા. આત્મા અને પરમાત્મા વિષેના ભ્રામક ખ્યાલે પ્રચારર્મા આવ્યા હતા. ભક્તિ અને કર્મકાંડને બદલે સમાજમાં કર્મકાંડનું પ્રાબલ્ય વધ્યું હતું. વેદની મૂળ ધર્મભાવના અદશ્ય થવા લાગી હતી. બ્રાહ્મણોનું વર્ચસ વધતાં સમાજમાં અનેક અનિષ્ટ દાખલ થયાં હતાં. આવી પરિસ્થિતિમાં વેદનું સાચું રહસ્ય સ્થાપિત કરવાનું અનિવાર્ય બનતાં કેટલાક આચાર્યો અને સાધુસતએ કાર્ય આરંવ્યું. તેમણે હિંદુધર્મમાં નવજીવન પ્રગટાવ્યું. શંકરાચાર્ય
આચાર્ય પરંપરામાં સહુ પ્રથમ આવે છે શંકરાચાર્ય. ગૌતમબુદ્ધ પછી - ભારતમાં ધાર્મિક એકતા લાવનાર જે કઈ વિભૂતિ હોય તે તે શંકરાચાર્ય છે. તેમને જન્મ ઈ. સ. ૭૮૮માં ચૂન નદીને કિનારે કેરલ પ્રદેશના કાલાદી ગામમાં થયે હતો. તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ આર્ય બા હતું. બાળપણમાં પિતાનું અવસાન થતાં શંકરની સર્વ જવાબદારી માતાને શિરે આવી પડી. પાંચમા વર્ષે તેમને યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવ્યા. બાદ તેઓ થોડાક સમયમાં સકળ શાસ્ત્રોમાં પારંગત બન્યા. તેમની ખ્યાતિ ધીરે ધીરે ચારે બાજ પ્રસરવા લાગી. તેમની વિદ્વતાથી પ્રભાવિત થઈને મલબાર દેશના રાજાએ પોતાની રાજસભા શોભાવવા અનેક ભેટ સાથે આમંત્રણ આપ્યું, પણ શંકરે બ્રહ્મચારીને સાચે ધર્મ સમજવી તે આમંત્રણને અસ્વીકાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org