________________
ભારતીય ધર્મો કેટલાક વિદ્વાને સન્ ધાતુના ગતિ” અને “નાશ' એવા બે અર્થો કરે છે અને તે ઉપરથી પરમાત્મા તરફ ગતિ કરાવનાર શાસ્ત્ર અથવા અજ્ઞાનને નાશ કરનાર શાસ્ત્ર એવા બે અર્થો સૂચવે છે. તેને એક અર્થ ઉપાસના એ પણ થાય છે.
ઉપનિષદોની સંખ્યામાં વખતોવખત ફેરફાર થતો રહ્યો છે. સામાન્ય રીતે ઉપનિષદેની સંખ્યા ૧૦૮ની ગણાય છે. પરંતુ તેમાં દસ ઉપનિષદો મુખ્ય ગણાય છે. (૧) ઈશ (૨) કેન (૩) કઠ (૪) પ્રશ્ન (૫) મુંડક (૬) માંડુથ (૭) ઐતરેય (૮) તૈત્તિરીય (૯) છાંદોગ્ય (૧૦) બૃહદારણ્યક. આ ઉપનિષદોનો રચનારા કેણ હતા તે આપણે જાણતા નથી. આ ગ્રંથની વિશેષતા એ છે કે જાણે ઋષિ આપણી સમક્ષ પ્રવચન કરતા હોય તેવું આપણને ગ્રંથ વાંચતા લાગે છે. આ કારણથી વિનેબાજી કહે કે “ઉપનિષદોમાં પ્રતિભાદર્શન છે. પ્રતિભાદર્શન એટલે પ્રતિભામાંથી પ્રગટેલું દર્શન.” ઉપનિષદોનું તત્વજ્ઞાન
ભારતીય સંસ્કૃતિને પાયે આધ્યાત્મિક વિદ્યા છે. ભારતની આ પ્રકારની વિદ્યાનું મૂળ ઉપનિષદોમાં જોવા મળે છે. ભારતની એકેએક વિચારસરણીને પાયે ઉપનિષદોમાં છે. બીજા શબ્દોમાં કહીએ તે ભારતીય દર્શન વિદ્યાઓનું ગંગેત્રી શિખર ઉપનિષદે છે. ઉપનિષદના પાયા ઉપર જ ભારતનાં દર્શનની ઈમારત રચાઈ છે. તે ભારતના ધર્મપરાયણ જીવનને અજવાળે છે. દરેક યુગની અંદર આત્માની શાંતિ અને આશ્વાસન મેળવવા આપણે ઉપનિષદો તરફ દષ્ટિ નાખવી જોઈએ. ઉપનિષદનું મહત્ત્વ સમજાવતાં શ્રી રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે “દેશ દેશમાં વ્યાપેલી ધરતીના જેવી વિશાળતા તે ઉપનિષદમાં પડેલી છે.”
ઉપનિષદમાં જીવ, જગત અને ઈશ્વર સંબંધી જ્ઞાનની ચર્ચા કરેલ છે. બ્રહ્મ,” ઈશ્વર, મૃત્યુ પછીનું જીવન વગેરે વિષેના પ્રશ્નોની તેમાં સુંદર છણાવટ કરવામાં આવી છે. “શ્વેતાશ્વતર ઉપનિષદમાં શરૂઆતમાં પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે “આપણે કક્યાંથી જમ્યા છીએ ? આપણે શાને આધારે જીવીએ છીએ ? કેન ઉપનિષદમાં એક શિષ્ય ગુરુને પૂછે છે કે કેની ઈચ્છાથી પ્રેરાઈને મન પિતાનું કામ કરવા તૈયાર થાય છે ? કેની આજ્ઞાથી જીવ ગતિ કરે છે ? કેમની ઈચ્છાથી આપણે વાણી બેલીએ છીએ ?
આત્માના અસ્તિત્વને સ્વીકાર એ ઉપનિષદના તત્વજ્ઞાનનું પ્રથમ પગથિયું છે. સત્યની પ્રાપ્તિ એ ઉપનિષદને મુખ્ય હેતુ છે. ઉપનિષદમાં આત્માની જુદી જુદી ચાર અવસ્થાએ બતાવવામાં આવી છે. (૧) છાયાત્મા (૨) સુણાત્મા (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org