________________
२७
હિંદુધર્માં
સુષુપ્નામા (૪) પરમાત્મા. આ ચાર અવસ્થામાંથી પસાર થઈ મનુષ્ય છેલ્લી અવસ્થાએ પહોંચે છે. આત્માનું સ્વરૂપ કેવું છે, એની ચર્ચા કરતાં ઉપનિષદામાં કહ્યુ છે કે ‘આત્માને પાપ સ્પર્શી શકતું નથી. ઘડપણ આવતું નથી. મેાત આવતું નથી. એને કદી શાક થતા નથી. ભૂખ કે તસર પણ લાગતી નથી. આવા આત્માની. શોધ કરવી જોઈએ. આત્મા સ્વતંત્ર અને સ્વયંપૂર્ણ છે. એની બહાર કશું નથી. આત્મા એ શરીરના વિકારાથી પર રહેલુ પરમ તત્ત્વ છે. તે જગત અને સ ંસારથી પર હોવા છતાં જગતની અંદર રહેલા છે. આ આત્મા સર્વવ્યાપી છે અને સત્ય સ્વરૂપ છે. જે આત્માને ઓળખે છે તે એમ કહે છે કે હું પોતે જ આખું વિશ્વ છું.
ઉપનિષદોના તત્ત્વજ્ઞાનમાં આત્માની સાથે પરમાત્માના સંબંધ જોડી દેવામાં આવ્યો છે. ઉપનિષદોમાં પરમાત્માને બ્રહ્મ પુરુષ, આત્મા એવા શબ્દોથી વર્ણવામાં આવ્યા છે. તૈત્તરીય ઉપનિષદમાં કહ્યુ છે કે જેમાંથી પ્રાણી માત્ર જન્મે છે, જન્મીને જેને આધારે જીવે છે તે મરી ગયા પછી જેનામાં વિલીન થાય છે તે પદા બ્રહ્મ છે. આત્મા છે.' આ બ્રહ્મતત્ત્વને ઉપનિષદે નકારવાચક વિશેષણોથી નવાજે છે. દા. ત. દૂર છતાં નજીક, સૂક્ષ્મ છતાં વિરાટ આ તત્ત્વને લઈને સમગ્ર વિશ્વ ટકી રહ્યું છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે આ જગતમાં ઠેર ડેર ઈશ્વરના વાસ છે. સત્ર તેની સત્તા પ્રવર્તે છે. તે પોતે પૂર્ણ હેાવાથી તેમાંથી ઉત્પન્ન થયેલી દુનિયા પણ પૂર્ણ છે. ઉપનિષદેની વિચારસરણીની વિશેષતા એ છે કે આ બ્રહ્મતત્ત્વને બહાર ન જોતાં જીવ માત્રની અ ંદર જોયું છે. હું બ્રહ્માસ્મિ,’ ‘યમાત્મા બ્રહ્મ,’ તત્ત્વમસિ,' આ ઉપનિષદોના પાયામાં રહેલા વિચાર છે. બ્રહ્મના સ્વરૂપને ઉપનિષદોમાં સત્-પિત્ત-જ્ઞાનવ તરીકે વર્ણવેલ છે. બ્રહ્મની ઉપાસના એટલે સત્ય-શિવમ્ અને સુવરની ઉપાસના.
ઉપનિષદોમાં કાઈ પણ જગ્યાએ જગતને મિથ્યા, દુઃખમય કે રાગમય બતાવ્યું નથી. જગત આનંદમય છે. આપણે આપણી પ્રવૃત્તિએ દ્વારા તે આનંદને માણવા જોઈએ. ઉપનિષદોમાં કહ્યું છે કે ‘જગતમાં અનંદ ન હોત તા કાણુ છવી શકત જીવન એ ઈશ્વરની અત્યંત મૂલ્યવાન ભેટ છે. આપણુ કર્તવ્ય તા કામ કરતાં કરતાં સેા વર્ષ જીવી જીવનને સાર્થક કરવાનુ છે. જીવનને સાથૂક કરવા માટે ‘ત્યાગી ને ભાગવી જાણેા' (તેન ત્યલેન મુગ્ગીયા: ) એ મ ંત્રનું આચરણ કરવુ જોઈએ. ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે માણસ જો પોતાના જીવનક્રમ ગોઠવે તે તે માનવી મટી દેવ અની જાય. નર મટી નાત્તમ ખની જાય. આત્મા સાક્ષાત્કાર એ ઉપનિષદાનું મુખ્ય ધ્યેય છે. ટૂંકમાં ઉપનિષદોના ચિંતાના મુખ્ય આશય મનુષ્યને સદાચારી બનાવી નીતિના માર્ગે ટકાવી રાખવાના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org