________________
ભારતીય ધર્મ
યાને પંચવિંશ બ્રાહ્મણ, ષવિશ બ્રાહ્મણ, છાંદોગ્ય બ્રાહ્મણ, તલવકાર બ્રાહ્મણુ વગેરે છે. છાંદોગ્ય બ્રાહ્મણના એક ભાગ તે છાંદોગ્ય ઉપનિષદ અને તલવકાર બ્રાહ્મણના એક ભાગ તલવકાર' યાને જૈનોપનિષદ'ના નામે એળખાય છે. ભારતીય સાહિત્યમાં સ ંગીતની ઉત્પત્તિ અને વિકાસની દૃષ્ટિએ સામવેદ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. (૪) અથવવેદ
२४
એક મત મુજબ અથવવેદ એ અનાર્યોં માટેના વૈદ છે અને પાછળથી ઉમેરાયેલ છે. આ વેદની રચનામાં અથવન અને અંગિરસ વર્ગના બ્રાહ્મણોએ મહત્ત્વના ફાળા આપેલ હોઈ તે અથવ વૈદ' તરીકે એળખાય છે, સમગ્ર ગ્રંથ વીસ અધ્યાયમાં વહે ચાયેલ છે. તેમાં ખાસ કરીને જાદુના મ ંત્રો, કામણુ ધૂમણું અને અભિચારના વિવિધ પ્રયાગાનું વિગતે વર્ણન કરવામાં આવેલ છે. આ ઉપરાંત અહીં આયુર્વેદ વિષેની પણ સુંદર ચર્ચા કરેલ છે. અહીં કબજિયાત દૂર કરવાના મંત્રો આપેલ છે. આ ઉપરાંત આ વેદમાં દેશભક્તિના મંત્રો આપીને માતૃભૂમિના રક્ષણુ માટે પોતાનું સર્વસ્વ આપી દેવાના આદેશ આપેલ છે.
આર્યોંના મૂળ ધર્મ કરતાં જુદી જ રીતના આ વેદ છે. તેના માટા ભાગ પદ્યમાં છે. થાડાક ભાગ ગદ્યમાં છે. એના બ્રાહ્મણનું નામ ગેપથ બ્રાહ્મણ' છે. એનાં ઉપનિષદા અનેક છે. તેમાં પ્રશ્ન, મુંડક, માંડૂકય વગેરે નોંધપાત્ર છે.
જરથેાસ્તીઓના પ્રાચીન ધર્મગ્રંથ અવસ્તામાં આજીવન' શબ્દ જોવા મળે છે. આ વેદના રચિયતાનું નામ પણ આજીવનને મળતુ ‘અથવન' છે. આ જોતાં આ ગ્રંથ પ્રાચીન ગ્રંથ હોવાની ખાતરી થાય છે.
બ્રાહ્મણ ગ્રંથા
વૈદ સાહિત્યના ખીન્ને વિભાગ બ્રાહ્મણ ગ્રંથાના ગણાય છે. આ ગ્રંથેાની રચના એ બ્રહ્મ (યજ્ઞ)ને લગતી હોવાથી તે બ્રાહ્મણ ગ્ર ંથાના નામે એળખાય છે. સંહિતા વિભાગમાં યજ્ઞની જે કલ્પના કરવામાં આવી છે તેને અહીં વિસ્તૃત કરવામાં આવી છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ માને છે કે યજ્ઞની વિધિઓની અટપટી વિગતામાં પુરાહિતાને માર્ગદર્શન મળે તે હેતુથી બ્રાહ્મણ ગ્ર ંથાની રચના કરવામાં આવી છે. મંત્રને કયારે અને કયાં વાપરવા, કઈ રીતે વાપરવા, યજ્ઞનું ફળ શુ છે વગેરે ખાખતાની ચર્ચા બ્રાહ્મણ ગ્ર ંથામાં કરવામાં આવી છે. બ્રાહ્મણ્ ત્ર થામાં ઐતરેય અને શતપથ મુખ્ય ગ્રંથા મનાય છે. દરેક સહિતાનું આગવું બ્રાહ્મણુ’ છે. આ પ્રથામાં શ્રૌત’ એટલે કે શ્રુતિમાં વર્ણવેલ યજ્ઞોની ચર્ચા કરવામાં આવી છે. આ યજ્ઞાના બે પ્રકાર છે. વિયન અને સામયજ્ઞ. વિયનુ સાદા અને એછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org