________________
શ્રી આત્મપ્રબોધ આત્મબોધનું મહાઓ વર્ણવે છે. જે પ્રાણુને આત્મબંધ થયેલો હોય છે તે પ્રાણુ પરમાનંદમાં મગ્ન હાવાથી કદિપણ સંસાર સુખને અભિલાષી થતો નથી. કારણ કે તે સંસાર સુખ અલ્પ અને અસ્થિર હોય છે. જેમ કોઈ માણસ વિશિષ્ટ ઇચ્છિત વસ્તુને આપનારા કલ્પવૃક્ષને પ્રાપ્ત કરી તેની પાસે લુખા ભજનની પ્રાથના કરતો નથી. તેમ પ્રાણી પરમાનંદમાં મગ્ન થઈ સંસાર સુખનો અભિલાષી થતો નથી. જેમ સારા માર્ગે ચાલનારો દેખાતો પુરૂષ કુવામાં પડતો નથી, તેમ જે પ્રાણીઓ આત્મજ્ઞાનમાં તત્પર છે. તેઓ કદિપણ નરકાદિ દુઃખને પામતા નથી. જેણે અમૃતનો સ્વાદ લીધો હોય તેવા પુરૂષને જેમ ખારા પાણીને પીવાની અચિ થતી નથી, તેમ જેણે આત્મબંધને પ્રાપ્ત કર્યો છે. તેને બહારની વસ્તુના સંસર્ગની ઈચ્છા થતી નથી.
આત્મબોધ વગરનો પ્રાણી કે હોય છે? જેને આત્મબોધ થયું નથી તે પ્રાણીને મનુષ્ય દેહ હોવાથી શીંગડા, પંછડા પ્રમુખ કાંઈ હોતું નથી, તો પણ તેને પશુ જ જાણો, કારણ કે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન વડે યુક્ત હોવાથી તેના તે ધમ પશુના જેવા છે તેમ વળી જે પ્રાણુએ વસ્તુતાએ આત્માને જાણ્યું નથી, તેને સિદ્ધિની પ્રાપ્તિ દૂર છે. અને પરમાત્મસંપત્તિનો ઉપલક્ષક તે થતો નથી. અને સંસારની ધન, ધાન્ય વિગેરેની સમુદ્ધિ તિના ઉત્સાહનું કારણ રહે છે. તેમજ તેની આશારૂપી નદી સદાપૂર્ણ રહે છે તેથી જ્યાં સુધી પ્રાણુને આત્મબંધ થયો નથી. ત્યાં સુધી તેને આ સંસાર સમુદ્ર દુતર છે; ત્યાં સુધી મોહ રૂપી મહા સમુદ્ર તેને દુર્જાય છે અને ત્યાં સુધી અતિવિષમ એવા કષાયે ટકે છે. તેથી આત્મબેધ સર્વોત્તમ છે.
આત્મબોધ થવાનું કારણ સમ્યકત્વ છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી એવો ન્યાય છે તો આત્મબોધ પ્રગટ થવામાં કાંઈ સતુરૂપ કારણ હોવું જોઈએ. તે કારણ વસ્તુતાએ સમ્યકત્વ જ છે, બીજુ કાંઈ નથી. આગમમાં પણ સમ્યક્ત્વ સિવાય આત્મબંધની ઉત્પત્તિ સાંભળવામાં આવી નથી, તે ઉપરથી આત્મબેધ સમ્યકત્વ મૂળ છે એમ સિદ્ધ થયું સમ્યકત્વના સ્વરૂપને પ્રતિપાદન કરવાને તેની ઉત્પત્તિની રીતિ કહે છે.
કોઈ અનાદિકાળનો મિથ્યાદષ્ટિ જીવ મિથ્યાત્વને લઈને અનંત પુદગલ પરાવર્તન સુધી આ અપાર સંસાર રૂપી ગહનમાં ભમી ભમી ભવ્યપણાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org