Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 8
________________ અપૂર્વ અવસર અવસ્થા પ્રાપ્ત કરી એવી નિગ્રંથ અવસ્થાની ભાવના, નિગ્રંથપદની ભાવના આ પહેલી ગાથામાં કહે છે. અમારે એ ભાવના ભાવવી છે. ‘શ્રમણો, જિનો, તીર્થંકરો આ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા, નમું તેમને, નિર્વાણના તે માર્ગને.’ શ્રમણો, જિનો, તીર્થંકરો આ જ રીત સેવીને આમ જ નિગ્રંથ થઈને બધા મોક્ષે ગયા છે. કોઈએ તીર્થની અવહેલના કરી નથી. કોઈએ વ્યવહારને બાજુ પર મુક્યો નથી. કોઈએ ચારિત્રની વાત બાજુ પર મુકીને કેવળજ્ઞાનની વાત નથી કરી. કોઈએ ક્રિયાને બાજુ પર મુકી નથી. અનંતા ચારિત્રો જોઈ લો. એક જ રીત જોવા મળશે. ભગવાન કુંદકુંદાચાર્ય કહે છે. જગતના જીવો આ બરાબર સમજી લેજો. આત્માની મુક્તિનો ધોરીમાર્ગ શું છે? સર્વ સામાન્ય જીવોના કલ્યાણનો માર્ગ શું છે? કોઈ અપવાદ રૂપે જગતમાં અગમ નિગમમાં કોઈપણ વસ્તુ હોય તો તે દુર્લભતા આપણી સમજમાં ન આવે. પરંતુ પૂર્વે પણ એવું જ આરાધન એ જીવે કર્યું હોય તો જ એને નિગ્રંથપદ પ્રાપ્ત થાય. અને નિગ્રંથપદની પ્રાપ્તિ વિના સિદ્ધિપદની સિદ્ધિ થાય નહીં, એટલે જ અહીં ભગવાન કુંદકુંદાચાર્યજી કહે છે કે એ શ્રમણ હોય, તીર્થંકર હોય, જિન હોય બધાય આ જ રીતે માર્ગની સેવના કરી છે. આ જ નિગ્રંથપદના અવસરને પામીને સિદ્ધપદની પ્રાપ્તિ કરી છે, આવા મહત્પુરુષો કેવા છે? પરમ કૃપાળુદેવ ૫.૭૯૧માં કહે છે કે, ‘દીર્ઘકાળ જેની સ્થિતિ છે તેને અલ્પકાળની સ્થિતિમાં આણી જેણે કર્મક્ષય કર્યો છે તે મહાત્માઓને નમસ્કાર.' આ મહાપુરુષોની સ્થિતિ કેવી છે? જો એક મોહનીય કર્મ બંધાય તો સીત્તેર કોડાકોડીનો બંધ પડે. એવી કર્મની અનંતકાળની સ્થિતિ છે. તેને આ મહાપુરુષોએ દીર્ઘકાળમાંથી અલ્પકાળમાં સ્થિતિને લાવી દીધી છે. અને કર્મનો ક્ષય કર્યો. આવા મહાપુરુષોને નમસ્કાર છે. પત્રાંક ૮૧૭માં ભગવાન કહે છે, ‘મહાત્માનું સ્વરૂપ ઓળખીએ. આત્મદશાને પામી નિદ્વંદ્વપણે યથા પ્રારબ્ધ જે વિચરે છે’ વિચરે ઉદય પ્રયોગ. આવા મહાપુરુષો નિર્દેĀદશામાં છે. નિર્વિકલ્પ થયા છે. કેવા થયા છે? શ્રીમદ્ રાજચંદ્રજીએ એક એક દશાનું અદ્ભુત વર્ણન આપ્યું છે. ચાર લીટીમાં એવું વર્ણન આપ્યું છે કે ચાર શાસ્ત્ર વાંચતા પણ એ ન સમજાય. પત્રાંક ૮૦માં કૃપાળુદેવ લખે છે ‘નિરાબાધ પણે જેની મનોવૃત્તિ ૧૪ અપૂર્વ અવસર વહ્યાં કરે છે.’ આપણે અહીં મહાત્માનું ઓળખાણ કરવું છે. ‘નિરાબાધ પણે’ એ સંસારના કોઈ વિકલ્પમાં, સંસારની કોઈ બાધાઓમાં કે સંસારના કોઈ સંગપ્રસંગમાં રોકાતા નથી. નિરાબાધ પણે મનોવૃત્તિ વહ્યાં કરે છે. ગંગાના પ્રવાહની જેમ અસ્ખલિત પ્રવાહ વહ્યા કરે છે. અખંડિત અને અવિચ્છિન ધારાથી વૃત્તિ વહે છે. ક્યાંય રોકાતી નથી. ‘સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે.’ એને કોઈ સંકલ્પ કે વિકલ્પ નથી. સ્વરૂપ બાબતમાં એ જાગૃત છે ‘પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફ્ચા છે.’ દેહ છે એટલે પાંચ ઇન્દ્રિયો છે, અને પાંચ ઇન્દ્રિયો છે એટલે એના ૨૩ વિષયો છે. અને એ વિષયને અનુકુળ સંસારના પદાર્થો છે. પાંચે ઇન્દ્રિયોના વિષયોને પોષે, આકર્ષે એવું જગતનું સ્વરૂપ છે. આખરે જગત એ તો પાંચ ઇન્દ્રિયોના વિષયોને ભોગવવાનું પદાર્થોનું સંકલિત સ્વરૂપ છે. જો પાંચ ઇન્દ્રિયોના વિષયોને ન ભોગવવા હોય તો જગતમાં બીજું શું છે? આ જગત સાથે જીવને બીજો શો સંબંધ છે? ‘ક્લેશના કારણ જેણે નિર્મૂળ કર્યા છે’ ક્લેશનું કોઈ કારણ જ નથી. એની મનની અવસ્થા એવી છે કે ક્લેશ અને સંક્લેશ, તાપ અને ઉતાપ સંતાપ બાહ્ય કારણોથી એના જીવનમાં ઉત્પન્ન થતો નથી. એવા બાહ્ય કારણો જેણે સદા નિર્મૂળ કર્યા છે. ‘અનેકાંત દૃષ્ટિ યુક્ત એકાંત દૃષ્ટિને જે સેવ્યા કરે છે અનેકાંત દૃષ્ટિ એકાંત યુક્ત છે. એકાંતમાં કેવળ પોતાના આત્માની મુક્તિ લક્ષની સ્પષ્ટતા છે અને અનેકાંત દૃષ્ટિ છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ અનેકાંત દૃષ્ટિના નાના નાના વાક્ય કહ્યા છે. જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે.’ આ અનેકાંત દૃષ્ટિ ‘ભાઈ! તું ગમે તે ધર્મને માનતો હોય તેનો મને પક્ષપાત નથી. પરંતુ જે રાહથી સંસાર મળનો નાશ થાય તે રાહને અને તે સદાચારને તું સેવજે.’ ‘હું કોઈ ગચ્છમાં નથી પણ આત્મામાં છું.’ ‘આત્મત્વ જ્યાંથી પ્રાપ્ત થતું હોય ત્યાંથી કરી લેવું અને તે માટે જે જે સાધનો કરવા પડે તે કરી લેવા અને તેના માટે મહાવીરના વચનમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે.’ આ અનેકાંત દૃષ્ટિ છે. એમણે આ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને લખ્યું છે, આગ્રહ નથી ક્યાંય, મતનો, પંથનો, ગચ્છનો આગ્રહ નથી. આગ્રહથી પર છે એવી આ અનેકાંત દૃષ્ટિ છે. છતા લક્ષ ક્યો છે? આત્માની મુક્તિનો. એટલે કહે છે, ‘જેની એક માત્ર શુદ્ધવૃત્તિ જ છે એવા પ્રતાપી પુરુષો જયવંત વર્તો. આપણે તેવા ૧૫

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 99