Book Title: Apurv Avsar Author(s): Vasantbhai Khokhani Publisher: Shrimad Rajchandra Gyanmandir View full book textPage 7
________________ અપૂર્વ અવસર અને અંતર પરિગ્રહની છે. એવા પરિગ્રહથી જે મુક્ત થયા છે. તે નિગ્રંથ. બીજુ લક્ષણ. ‘સર્વ સંબંધનું બંધન તિક્ષ્ણ છેદીને’ બધાજ પ્રકારના બંધનો જે છે, આત્માને જે રોધ કરે, બાંધી રાખે, આત્માના સ્વભાવને જે રોકી રાખે, આ બધા બંધનોથી મુક્ત થવું છે. એને છેદી નાખવાં છે. જ્યાં જ્યાં બંધન છે એનો છેદ કરવો છે. બાહ્ય સંબંધ છે, અંતરના સંબંધ છે અને સૂક્ષ્મ સંબંધ છે. ત્રણે પ્રકારે આ જીવ બંધાયો છે. બાહ્ય સંબંધની અંદર સ્થળ બંધન છે. શરીર છે, ધન છે, દ્રવ્ય છે, આ પરિવાર, કુટુંબ, સ્વજન, પરિજન, મિત્ર, કલત્ર આ બધાં અનેક પ્રકારના બાહ્ય બંધનો છે. અનેક પ્રકારની માલ-મિલ્કત આ બાહ્ય બંધનો છે. મન-વચન-કાયના જે બંધનો છે તે અત્યંતર બંધનો છે. એની અંદર રહેલું મમત્વ, એમાં રહેલો સ્વરછંદ, એમાં રહેલું અહંત્વ આ બધા અત્યંતર બંધનો છે. ભવનાથના મેળામાં ચારથી પાંચ હજાર નાગા બાવાઓ હોય છે. પોતા પાસે કાંઈ રાખ્યું નથી. બાહ્યથી બધું છોડ્યું છે પણ અત્યંતર ગ્રંથિ છુટી નથી. તેઓ ભેગાં થાય ત્યાં પોલીસ બોલાવવી પડે, તેઓ નહાવા આવે ત્યારે-કારણ ક્રોધ, અહં, પ્રતિષ્ઠા, પદ, કીર્તિ, લાલસા, વાસના કેટલી બધી હોય છે? બધું જ છોડ્યા પછી પણ કેટલું બધું હોય છે? એની ડીગ્રી કોઈવાર માપી છે? કહેવાતા જ્ઞાનીઓનાં બંધનો તો સંસારીઓના બંધન કરતાં જબરજસ્ત હોય છે. સૂક્ષ્મ બંધનો-રાગ, દ્વેષ, અજ્ઞાન, કષાય, લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, સ્થળ પ્રતિબંધ, ક્ષેત્ર પ્રતિબંધ આ બધા સૂક્ષ્મ પ્રતિબંધો છે. હું આ જગ્યાએ જાઉં, આ જગ્યાએ ન જાઉં, જ્યાં અમારા અનુયાયીઓ છે ત્યાં જ અમે વિચરીએ. આ બધાં સૂક્ષ્મ બંધન છે. આ ગ્રંથનું, પુસ્તકનું બંધન. જીવ અનેક પ્રકારના બાહ્ય બંધનથી જોડાયેલો છે. અત્યંતર બંધનથી જોડાયેલો છે. સૂક્ષ્મ બંધનથી જોડાયેલ છે. સૂક્ષ્મ બંધનથી પણ આ જીવ મુક્ત થઈ શકતો નથી. બાહુબલી ને ક્યું બંધન હતું? અરે! ચક્રવર્તી પદની અપેક્ષા એણે છોડી દીધી હતી. ભાઈ સાથે યુદ્ધમાં હતો અને પંચમુષ્ઠિ લોચ કરી લીધો. ભલે! ભરત હવે ચક્રવર્તી થાય. મારે નથી થવું. કેટલો જબરજસ્ત ત્યાગ! કેટલી જબરજસ્ત ભાવના! પણ સૂક્ષ્મ માનના બંધનથી રોકાઈ ગયા. એ બંધને એમને પકડી રાખ્યા. આવા સૂક્ષ્મ બંધનો જીવમાં એટલા બધા હોય છે કે જીવને પોતાને તેનો ખ્યાલ આવતો નથી. અપૂર્વ અવસર સ્વચ્છંદ નું સૂક્ષ્મ બંધન, પ્રતિબંધનું સૂક્ષ્મ બંધન, અંદરમાં અહં જાગૃત હોય એનું બંધન. એક વાર એક સંન્યાસી એ કહ્યું, ‘હું આ બધાથી સદંતર મુક્ત છું. મારે તો અરણ્ય (વન) અને મહેલ સરખા છે.’ માયા એ કહ્યું, ‘તું તારી જાતને છેતરે છે.’ અરણ્યમાં ગયો. સંન્યાસી પૂછે છે માયાને- ‘હવે?’ માયા કહે, ‘હજી તને બંધન છે. અરણ્યમાં તું સારી જગ્યાએ સૂતો છે.’ સંન્યાસી જઈને કાંકરા પર સૂતો કે, ‘મારે તો રેતી અને કાંકરા બન્ને સમાન છે.' તાપમાં ગયો, ઠંડીમાં ગયો, અનેક પ્રયોગ કર્યા. માયાને જીતવા માટે. ત્યારે માયાએ પ્રગટ રીતે કહ્યું, ‘મને જીતી. પણ મારો દિકરો અહંકાર તમારી સાથે છે.' કેવી કેવી પ્રકારના જીવને સૂક્ષ્મ બંધનો દરેક અવસ્થામાં હોય છે જ. આ બંધનોથી છુટવા માટે કહે છે, ‘સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને.’ અમારે તો આ બંધન છોડવા છે. અને ‘વિચરશું કવ મહત્પુરુષને પંથ જો?’ અપૂર્વ અવસર એવો કે જેમાં બાહ્ય અને અત્યંતર અમારે નિગ્રંથ થવું છે સર્વ પ્રકારના બાહ્ય, અત્યંતર અને સૂક્ષ્મ બંધનને છેદવા છે. પરમ કૃપાળુદેવ કહે છે, ‘જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત.' બંધના જે જે કારણો હોય, સ્થળ હોય કે સૂક્ષ્મ હોય, અંદરનું હોય કે બહારનું, જે જે કારણ બંધ કરે, તે તે કારણ છેદવા છે. આવો અવસર અમારે જોઈએ છે. અને આવો અવસર કોઈએ મેળવ્યો છે? કોઈને પ્રાપ્ત થયો છે? તો કહે હા. આવો અવસર પ્રાપ્ત કરનાર અનેક મહાપુરુષો, અનેક તપસ્વીઓ, અનેક તીર્થંકરો અને અનંતા જ્ઞાનીઓ થયા છે. આવો અવસર આ મહાપુરુષોએ પ્રાપ્ત કર્યો છે. એટલે જ કહ્યું કે, ‘વિચરશું કવ મહત્પુરુષને પંથ જો?” એ મહાત્મા પુરુષ જેમાં અરિહંતો, તીર્થંકરો, ગણધરો, ચૌદ પૂર્વધારીઓ, કેવળીઓ, શ્રુત કેવળીઓ બધાનો સમાવેશ થાય છે. તેમાં અનેક મહાત્માઓનો પણ સમાવેશ થાય છે આવા બધા મહાત્માઓ બાહ્ય અને અત્યંતર ગ્રંથિ છેદીને નિગ્રંથ થયા છે. આ બધા જ મહાત્માઓએ સંસારના સર્વ પ્રકારના બંધનનો છેદ કર્યો છે. અને સિદ્ધપદને પ્રાપ્ત કર્યું છે. જેણે આવી રીતે સિદ્ધપદને પ્રાપ્ત કર્યું છે એણે જે ૧૩Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 99