Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 5
________________ અપૂર્વ અવસર છે ને કહ્યો છે. આ પુરુષ કહે છે કે નિશ્ચયથી આ પદ અમારે પ્રાપ્ત કરવું છે. એટલે સિદ્ધપદ પ્રાપ્ત કરવાના નિશ્ચય સાથે, નિગ્રંથપદ પ્રાપ્તિની ભાવના શરૂ થાય છે. અને એ નિગ્રંથપદ પ્રાપ્તિની ભાવનામાં એમને નિગ્રંથપદના બધા જ પાસાં સિદ્ધ કરવાં છે. નિગ્રંથનું ભાવ ચારિત્ર જોઈએ છે, નિગ્રંથનું દ્રવ્ય ચારિત્ર જોઈએ છે, નિગ્રંથનું આત્મચારિત્ર જોઈએ છીએ અને નિગ્રંથપદમાંથી કેવળી પદમાં જવું છે. અને કેવળી પદમાંથી મોક્ષપદમાં દાખલ થવું છે. અને મોક્ષપદમાંથી સિદ્ધપદમાં જવાય છે. આ આખો ક્રમ છે. અને જૈનની કોઈપણ આમન્યા હોય – આ ક્રમમાં મતભેદ નથી. બાહ્ય વ્યવહારના ઉપકરણના, દ્રવ્ય-લિંગના મતભેદો ગમે તેટલાં હોય પરંતુ ‘અપૂર્વ અવસર' માં કૃપાળુદેવે જે નિગ્રંથોનો માર્ગ અને ક્રમ કહ્યો છે એમાં કોઈ જ્ઞાનીઓને ક્યાંય મતભેદ નથી. આ અનંતા જ્ઞાનીઓનો માર્ગ. આત્મસિદ્ધિમાં, આત્માના છ પદની ભાવના ભાવીને જો આપણને આત્મ સ્વરૂપ અવભાસ્યું હોય અને જો આત્મસ્વરૂપની અંદર આપણને શ્રદ્ધા થઈ હોય તો હવે આગળનો ક્રમ શું? આત્મા તો જાણ્યો એ જાણ્યા પછીની વાત શું છે. એની શરૂઆત અહીં થાય છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો? અપૂર્વ - ૧ કેવી સરસ વાત મૂકી છે ! ‘અપૂર્વ-અવસર એવો ક્યારે આવશે?” અવસરટાણું. અરે ! સંસારમાં આપણે આવા અવસરની-ટાણાની રાહ જોતા હોઈએ છીએ. અમારા ઘરે આ અવસર ક્યારે આવશે? અને ઓલો અવસર ક્યારે આવશે? જનમીએ ત્યારથી મરીએ ત્યાં સુધીમાં અવસરના ઉજવણાની તૃષ્ણા અને વાસના હોય છે. કેટલા એના આરંભ અને સમારંભ હોય છે? અહીં જ્ઞાની કહે છે અમારે તો અપૂર્વ અવસર જોઈએ છે. અપૂર્વનો અર્થ પૂર્વે ક્યારેય પ્રાપ્ત ન થયો હાડેય એવો અવસર. આ જીવે જન્મ-દિવસના અવસર કેટલા મનાવ્યા છે? કેટલી પોતાના લગ્નની Anniversary ઉજવી છે? કેટલાંના લગ્ન કર્યા? આ બધા અપૂર્વ અવસર અવસર છે. ૨૫ વર્ષ પૂરા થતાં અને ૫૦ વર્ષ પૂરા થતાં આજે ઉજવણાં થાય છે. ક્યો જંગ જીત્યા એમાં? શું ઉકાળ્યું એમાં? દિકરાના જન્મ દિવસના અવસર, લગ્નના અવસર, ખાત મુહૂર્તના અવસર- જ્ઞાની કહે છે આવા અવસર તો અનંતા પરિભ્રમણમાં અનંતા ઉજવ્યા. પણ તેથી સંસારનું પરિક્ષિણપણું થયું નહીં. જન્મમરણનો અંત આવ્યો નહીં. ભવચક્રમાંથી છૂટ્યો નહીં. કર્મથી મુક્તિ પ્રાપ્ત થઈ નહીં. પોતાના શુદ્ધ સ્વરૂપને પામ્યો નહીં. જ્ઞાની કહે છે, “અમારે તો એવો અવસર જોઈએ છે જેવી કે પ્રભુ ! પૂર્વે ક્યારેય ન આવ્યો હોય.” અપૂર્વ. કૃપાળુદેવે વચનામૃત-આંક-૧૮૩માં લખ્યું છે પરિભ્રમણ કરતો જીવ, અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી. જે પામ્યો છે તે બધું પૂર્વાનુપૂર્વ છે.” ભાઈ બધું પૂર્વ મળેલું જ મળે છે. ક્યારેક ચક્રવર્તીની સંપત્તિ પણ મળી છે અને ક્યારેક દીનતા અને દરીદ્રતા પણ હાંસલ થઈ છે. અનંતના પરિભ્રમણમાં આવા માનવ, નારકી, તિર્યંચ અને દેવ ગતિમાં સુખના ભંડારો પણ જોયા છે અને યાચકની અવસ્થા પણ જોઈ છે. સ્વાધીનતા પણ જોઈ છે અને પરાધીનતા પણ જોઈ છે. સગા સંબંધી પણ જોયા છે અને એકાકી પણ થયો છું. પૂર્વાનુપૂર્વ તો બધું પ્રાપ્ત થયું છે, પણ ક્યારેય તને આવો અપૂર્વ અવસર પ્રાપ્ત થયો નથી. આજે આપણે એમ કહીએ અમારે તો ઘરના ઘર છે, ફિયાટ છે, ફેક્ટરી છે, ફ્રિજ છે, ફોન છે, ટેલીવિઝન છે તો આ બધુ શું પહેલા પ્રાપ્ત નહીં થયું હોય? આથી અનંતગણુ પ્રાપ્ત થયું છે. અપૂર્વ પ્રાપ્ત થયું નથી. આપણને તો નજીવી બાબતની પ્રાપ્તિ થાય તો આપણે પોતાને Lucky સમજીએ છીએ. Luck શું છે એ જ આપણને ખબર નથી. સંસારમાં બંધાતા જઈએ છીએ. અને આપણી જાતને ભાગ્યશાળી માનતા જઈએ છીએ. આ ભ્રમણા, આ મિથ્યાત્વ, આ ગાંડપણ, આ ઘેલછા, આમાંથી આ જીવ ક્યારેય નીકળી શકતો નથી. અને પાછો કહે છે કે હું તો બધુંય સમજુ છું. જ્ઞાનીઓ કહે છે કે આ જીવ અણસમજણમાં છે “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત’ પણ જીવ સમજે છે કે હું સમજું છું પણ એ સમજણમાં બંધન સિવાય શું થાય છે? જીવની સમજણમાં દુઃખ સિવાય બીજા શનીય પ્રાપ્તિ નથી.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 99