Book Title: Apurv Avsar Author(s): Vasantbhai Khokhani Publisher: Shrimad Rajchandra Gyanmandir View full book textPage 4
________________ અપૂર્વ અવસર સ્વાધ્યાય – ૧ નિગ્રંથપદ પ્રાપ્તિ ભાવના (ગાથા - ૧,૨,૩) અનંતા તીર્થંકરો, કેવળી ભગવંતો અને જ્ઞાની મહાત્માઓને નમસ્કાર કરીને પર્યુષણ પર્વની આરાધના શરૂ કરીએ છીએ. જેમાં પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર વિરચિત “અપૂર્વ અવસર’ પદની આપણે વિચારણા કરીશું. પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિમાં મોક્ષમાર્ગનું સ્વરૂપ બતાવ્યું. આત્માના છે પદ અને એ છટ્ટે પદે વર્યા વિના પાંચમું પદ -મોક્ષ પદ- પ્રાપ્ત ન થાય એ સમજાવ્યું. “સ્થાનક પાંચ વિચારીને, છટ્ટે વર્તે છે; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ.” આ.સિ.-(૧૪૧) જેને પાંચમું પદ- મોક્ષ પ્રાપ્ત કરવો છે, જન્મ-મરણથી મુક્તિ મેળવવી છે, કર્મના બંધનથી જેને છૂટવું છે એને છઠ્ઠી પદની અંદર વર્તના કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એ વર્તન કેવી રીતનું છે? જ્ઞાનીઓએ એ કેવી રીતે બતાવ્યું છે? એ સાધનાનું સ્વરૂપ શું છે? એ સવ્યવહારનો માર્ગ શું છે? તત્ત્વજ્ઞાન જાણું, મોક્ષ જાણ્યો, પણ મોક્ષનો માર્ગ જામ્યો? નિશ્ચયથી ‘જીવ'થી કરીને “મોક્ષ' સુધીના નવ તત્ત્વને જાણ્યા. કોઈએ નિશ્ચયને ગાયો, કોઈએ વ્યવહારને ગાયો પણ નિશ્ચય અને વ્યવહારની સંધિને કોણે ગાઈ? મોક્ષમાર્ગમાં નિશ્ચયને લક્ષે વ્યવહારની આરાધના છે. આ સવ્યવહારને લોપ કરવાની વાત કરવી એ મોટામાં મોટું મિથ્યાત્વ છે. આના જેવું બીજું કોઈ મિથ્યાત્વ નથી. તીર્થનો લોપ થાય નહીં. અનંતા તીર્થંકરોએ કેવળીઓએ આ તીર્થની પ્રરૂપણા કરી છે. નિગ્રંથોનો માર્ગ એમાં બહુ સુંદર રીતે મૂક્યો છે. એમાં કોઈ મત-ભેદને અવકાશ નથી. સંસારથી જેને છૂટવું છે એનો છૂટવાનો ક્રમ કેવો હોવો જોઈએ- એને કહે છે ‘ગુણસ્થાન આરોહણ ક્રમ.’ ૨ એ અપૂર્વ અવસર પદની અંદર કૃપાળુદેવે ખૂબ જ સરસ રીતે મુક્યું છે. આ એકવીસ ગાથાઓમાં કૃપાળુદેવે એ પરમપદ પ્રાપ્તિનો માર્ગ કેવી રીતે કહ્યો છે તે સમજવા આપણે પ્રયત્ન કરીશું. આમા સિદ્ધપદનાં સોપાન કેવી રીતે રહેલાં છે? આ સિદ્ધપદ કેવી રીતે સિદ્ધ થાય? પણ પહેલાં નિગ્રંથ પદ પ્રાપ્ત કર્યા વિના અપૂર્વ અવસર સિદ્ધપદની પ્રાપ્તિ ન થાય. એટલે પરમકૃપાળુદેવે પોતાના એક કાવ્યમાં સરસ રીતે કહ્યું છે કે, ‘નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.’ ૨ ‘સાધન સિદ્ધ દશા અહીં.”- જેને સિદ્ધ પદની પ્રાપ્તિ જોઈતી હશે એને નિગ્રંથપદની પ્રાપ્તિ આવશ્યક છે. નિગ્રંથ થયા વિના સિદ્ધ થઈ શકાય નહીં. આ વાત આપણે અવિરોધપણે સમજવાની છે. આપણે હવે નિગ્રંથ થવું છે અને એ નિગ્રંથ થવા માટેની વાત કૃપાળુદેવે ‘અપૂર્વ અવસર'ની પહેલી ત્રણ ગાથામાં મુકી છે. ૦ પછીની ગાથા છે ચોથી, પાંચમી અને છઠ્ઠી એમાં એ નિગ્રંથનું ભાવ ચારિત્ર કેવું હોવું જોઈએ? કેવું હોઈ શકે? તે વાત મુકી છે. ૦ પછીની ગાથા છે ૭-૮-૯ એમાં નિગ્રંથનું દ્રવ્ય ચારિત્ર કેવું હોવું જોઈએ? કેવળ ભાવ ચારિત્રથી ન ચાલે, સાથે દ્રવ્ય ચારિત્ર પણ જોઈએ. ૦ પછીની ગાથા ૧૦-૧૧-૧૨માં નિગ્રંથનું આત્મ ચારિત્ર કેવું હોવું જોઈએ? જેમાં દ્રવ્ય અને ભાવના સંયમથી પ્રાપ્ત થયેલું-બન્ને રીતે આવેલું ચારિત્ર, એના લક્ષણ શું? એની દશા કેવી હોય એ ભગવાને કહી છે. કે જયાં નિગ્રંથ પદની પરાકાષ્ઠા છે અને જ્યાં એ જીવ કેવળજ્ઞાન પ્રગટાવે છે. ૦ પછી ગાથા ૧૩-૧૪માં નિગ્રંથ પદ શ્રેણીનું આરોહણ. નિગ્રંથશ્રેણીનું આરોહણ કેવી રીતે કરે ? અપૂર્વ ગુણસ્થાનકથી શરૂઆત કરે અને કેવળી ગુણસ્થાનક સુધી કેવી રીતે પહોંચે છે? અને એમાં એ પદની અંદર એમનો પુરૂષાર્થ કેવો હોય છે? એ વાત છે. ૦ ગાથા નં. ૧૫-૧૬-૧૭ એમાં એ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવળજ્ઞાનની બે અવસ્થા છે. સયોગી કેવળી અને અયોગી કેવળી. આ બન્નેની અવસ્થા અને ત્યારે કર્મોની સ્થિતિ કેવી હોય છે? તે આ ગાથાઓમાં બતાવ્યું છે. જીવ અને કર્મોનો સંબંધ શું છે? તે બહુ સ્પષ્ટ રીતે કૃપાળુદેવે આ ગાથાઓમાં મુક્યું છે. - ત્યાર પછી ગાથા ૧૮-૧૯માં આત્મા જો કર્મથી મુક્ત થઈ ગયો તો સિદ્ધપદનું સ્વરૂપ કેવું છે? સિદ્ધપદમાં આ આત્માની અવસ્થા શું હોય? કેવી હોય? અનંતા જ્ઞાનીઓએ જે શુદ્ધ આત્મ સ્વરૂપને ગાયું છે તે શુદ્ધ સ્વરૂપ કેવું હોય? ખરેખર શુદ્ધાત્મા-મુક્તાત્મા કેવો હોય? એ આત્માની વાત આ ગાથાઓમાં લીધી છે. ૦ છેલ્લે ગાથા ૨૦-૨૧માં આ જે પરમપદ છે તે પ્રાપ્તિનો કૃપાળુદેવનો નિશ્ચયPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 99