________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૬૩ નિવૃત્તિવૃત્તિના–એમ બંને સંસ્કારો ધરાવે છે. તેઓ ઉપાશ્રયમાં અનુયાયીઓને ધાર્મિક ઉપદેશ પણ આપે છે, અને વિક્રમની સભામાં અનેક પંડિતરત્નો વચ્ચે બહુમાનપૂર્વક આસન પણ લે છે. તેઓ સંપ્રદાયની રક્ષા અને પ્રતિષ્ઠા માટે સ્વપર અનેક દર્શનોનું જ્ઞાન મેળવવું આવશ્યક સમજે છે, અને તે માટેની ગ્રંથસામગ્રી પોતે જ તૈયાર કરે છે. દિવાકરનું જે થોડુંઘણું સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં બત્રીસ શ્લોકપ્રમાણ એક ધાત્રિશિકા એવી એકવીસ કાત્રિશિકાઓ છે, અને એક ન્યાયાવતાર નામનો ગ્રંથ પણ છે. આમાં સાતમી, આઠમી અને બારમી એ ત્રણ દ્વાત્રિશિકા અને ન્યાયાવતાર એ ચાર કૃતિઓ પ્રસ્તુત વિષય માટે ખાસ ધ્યાન ખેંચે છે. વાદપદ્ધતિમાં કુશળતા મેળવવા ઇચ્છનારે તેનાં જે રહસ્યોનું જ્ઞાન મેળવવું જોઈએ તે રહસ્યોનું વર્ણન સાતમી વાદોપનિષદ નામની દ્વત્રિશિકામાં છે. વાદની ચિંતા અને વિજયની તૃષ્ણાથી વિદ્વાનો અને ત્યાગીઓની સ્થિતિ કેવી શોચનીય થઈ જાય છે તેનું ચિત્ર આઠમી વાદ દ્વાઢિશિકામાં છે. બારમી ન્યાયઢાત્રિશિકામાં ન્યાયદર્શનના પદાર્થોનું અક્ષપાદનાં ન્યાયસૂત્રોને કાંઈક મળતું વર્ણન છે. ન્યાયાવતારમાં જૈન સંપ્રદાય પ્રમાણે ન્યાયવાકયની પદ્ધતિ કેવી હોવી જોઈએ તેનું મુખ્યપણે વર્ણન છે. વિગત માટે જુઓ પરિશિષ્ટ ૪.
એક બાજુએ, તે સમયના વિદ્વાનો રાજસભામાં વિજય પ્રાપ્તિ અને તદ્વારા લાભ તથા ખ્યાતિ મેળવવી એને પોતાની વિદ્યાનું ધ્યેય માનતા; અને તે માટે વિદ્યા મેળવવા જોઈતા શ્રમ ઉપરાંત વિજયસાધક વાદકથામાં કુશળતા મેળવવા વાદવિષયક શાસ્ત્રોનો ખૂબ અભ્યાસ કરતા, અને તે અભ્યાસનો પ્રયોગ પણ કરતા; આ કારણથી વાદમાં વિજય અપાવે તેવાં તેનાં રહસ્યોનું સંક્ષેપમાં વર્ણન કરે એવા ગ્રંથોને તેઓ ચાહતા, ભણતા અને બનાવતા : બીજી બાજુ વિરક્તવૃત્તિના વિદ્વાનો આવી વિદ્યાગોષ્ઠીની એવી ધૂમાયમાન સ્થિતિ જોઈ, આધ્યાત્મિક વિદ્યાઓના દુરુપયોગની ફિકરથી નિસાસો મૂકતા, અને વિજય માટે રાતદિવસ અથાગ શ્રમ કરતા તેમ જ રાજસભામાં દોડતા વિદ્વાનોને વિસ્મય અને પરિહાસની દૃષ્ટિએ જોતા. આ બંને બાજુનું પ્રતિબિંબ દિવાકરના પ્રતિભાશાળી હૃદય ઉપર પડ્યું અને તેઓએ તે પ્રતિબિંબને પોતાની પ્રખર કવિત્વશક્તિ દ્વારા મૂર્ત રૂપ આપ્યું. દિવાકરશ્રીએ જોયું કે તર્કવાદ અને વિજયની તૃષ્ણા વિદ્વાનોને લક્ષ્યભ્રષ્ટ કરે છે અને તેનું પરિણામ સૌને માટે હાનિકારક છે. તેથી તેઓએ તે સ્થિતિને વગોવી. પણ જ્યાં સુધી એ સ્થિતિ ચાલુ રહે અને બિલકુલ ન બદલાય ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org