________________
૧૩. શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ
ભારતની અધ્યાત્મસાધના બહુ જ પુરાણી અને જાણીતી છે. હજારો વર્ષ પહેલાં એ શરૂ થયેલી. કોણે પ્રથમ શરૂ કરી એ જ્ઞાત નથી, પણ એ સાધનાના પુરસ્કર્તા અનેક મહાન પુરુષો જાણીતા છે. બુદ્ધ-મહાવીર પહેલાંની એ ઋષિ-પરંપરા છે. તેમના પછી પણ અત્યાર લગી એ સાધનાને વરેલા પુરુષો દેશના જુદા જુદા ભાગોમાં, જુદી જુદી પરંપરાઓમાં અને જુદી જુદી નાત-જાતમાં થતા આવ્યા છે. એ બધાનો સંક્ષિપ્ત ઇતિહાસ પણ નાનોસૂનો નથી. એ છે પણ મનોરંજક અને પ્રેરણાદાયી, પરંતુ અહીં એનું સ્થાન નથી. અહીં તો એ જ અધ્યાત્મ-પરંપરામાં થયેલા શ્રીમદ્ રાજચંદ્ર, જે ગુજરાતના છેલ્લા સુપુત્રો પૈકી એક અસાધારણ સુપુત્ર થઈ ગયા, તેમની અનેક કૃતિઓ પૈકી બહુ જાણીતી અને આદર પામેલી એક કૃતિ વિશે કાંઈક કહેવું પ્રાપ્ત છે.
શ્રીમદ્ રાજચંદ્રની એ પ્રસ્તુત કૃતિ “આત્મસિદ્ધિને નામે જાણીતી છે. મેં મથાળે એને આત્મોપનિષદ કહી છે. “આત્મસિદ્ધિ વાંચતાં અને તેનો અર્થ પુનઃ વિચારતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે શ્રી રાજચંદ્ર આ નાનકડી કૃતિમાં આત્માને લગતું આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે. માતૃભાષામાં અને તે પણ નાના નાના દોહા છંદોમાં, તેમાં પણ જરાય તાણી કે ખેંચી અર્થ ન કાઢવો પડે એવી સરલ પ્રસન્ન શૈલીમાં, આત્માને સ્પર્શતા અનેક મુદ્દાઓનું ક્રમબદ્ધ તેમ જ સંગત નિરૂપણ જોતાં અને તેની પૂર્વવર્તી જૈન-જૈનેતર આત્મવિષયક મહત્ત્વપૂર્ણ ગ્રંથો સાથે સરખામણી કરતાં અનાયાસે કહેવાઈ જાય છે કે પ્રસ્તુત “આત્મસિદ્ધિ' એ સાચે જ આત્મોપનિષદ્ છે.
સંસ્કૃત ભાષામાં પ્રાચીન ઉપનિષદો જાણીતા છે. તેઓમાં માત્ર આત્મતત્ત્વની જ ચર્ચા છે. બીજી જે ચર્ચા આવે છે તે આત્મતત્ત્વનો પૂરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org