________________
શ્રીમદ્ રાજચંદ્ર–એક સમાલોચના ૦ ૨૭૯ છે તો તે કર્મ ચાલુ હોય ત્યાં લગી ઔષધોપચાર શા કામનો ? એક એ પ્રશ્ન છે. ૨. રોગજનક કર્મ. ઔષધનિવર્ય જાતિનું છે કે અન્ય પ્રકારનું એ માલૂમ ન હોવા છતાં ઔષધની કડાકૂટમાં શા માટે ઊતરવું?—ખાસ કરીને ધાર્મિક ગૃહસ્થ અને ત્યાગીઓએ—એ બીજો પ્રશ્ન. ૩. ઔષધ કરીએ તોય પુનઃ કર્મબંધ થવાનો જ, કારણ, ઔષધ બનાવવામાં અને લેવામાં સેવાયેલ પાપવૃત્તિ નિષ્ફળ નથી જ. તો પછી રોગ નિવારીને પણ નવા રોગનું બીજ નાખવા જેવું થયું. એનો શો ખુલાસો ? એ ત્રીજો પ્રશ્ન.
આ ત્રણે પ્રશ્નો એમણે કર્મશાસ્ત્રની દૃષ્ટિથી ચચ્ય છે. ઔષધ અને વેદનીયકર્મનિવૃત્તિ વચ્ચેનો સંબંધ દર્શાવતાં તથા કર્મબંધ અને વિપાકની વિચારણા કરતાં એમણે જૈન કર્મશાસ્ત્રનું મૌલિક ચિંતન વ્યક્ત કર્યું છે.
વ્યાખ્યાનસાર' (૭૫૩) આખો જૈન તત્ત્વજ્ઞાનની રુચિવાળા બધાએ વાંચવા જેવો છે. એ વાંચતાં એમ લાગે છે કે એમણે સમ્યક્ત પાકું અનુભવ્યું ન હોય તો એ વિશે આટલી સ્પષ્ટતાથી અને વારંવાર કહી ન શકે. તેઓ
જ્યારે એ વિશે કહે છે, ત્યારે માત્ર સ્થૂલ સ્વરૂપ નથી કહેતા. એમના એ સારમાં ઘણા પ્રસિદ્ધ દાખલાઓ આકર્ષક રીતે આવે છે. કેવળજ્ઞાનની ક્યારેક પ્રથમ નવી રીતે કરવા ધારેલ વ્યાખ્યા એમણે આમાં સૂચવી હોય એમ લાગે છે, જે જૈન પરંપરામાં એક નવું પ્રસ્થાન અને નવીન વિચારણા ઉપસ્થિત કરે છે. એમાં વિરતિ-અવિરતિ અને પાપક્રિયાની નિવૃત્તિ-અનિવૃત્તિના સંબંધમાં માર્મિક વિચાર છે."
એમના ઉપર જે ક્રિયાલોપનો આક્ષેપ થતો, તેનો ખુલાસો એમણે પોતે જ આમાં સ્પષ્ટ કર્યો છે, જે તેમની સત્યપ્રિયતા અને નિખાલસતા સૂચવે છે.
| ‘ઉપદેશછાયા'(૬૪૩)ના મથાળા નીચેના સંગ્રહમાં શ્રીમન્ના આત્મામાં હંમેશાં રમી રહેલાં, વિવિધ વિષયોનાં ચિતનોની છાયા છે, જે જૈન જિજ્ઞાસુ વાતે ખાસ રુચિપોષક છે. ઉપસંહાર
બંગાળી, મરાઠી, હિન્દી અને ગુજરાતી આદિ પ્રાંતિક ભાષાઓ, જેમાં ગૃહસ્થ કે ત્યાગી જૈન વિદ્વાન અને વિચારક વર્ગની લેખનપ્રવૃત્તિ થાય છે અને વિશેષ સંભવે છે, તેમાંથી પ્રસિદ્ધ જૈન આચાર્ય આત્મારામજીની હિન્દી કૃતિઓને બાદ કરતાં એક ભાષામાં વસમી શતાબ્દીમાં લખાયેલું એક પણ
૧. જુઓ આ ગ્રંથ(દર્શન અને ચિંતન)માં ૧૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org