________________
“શ્રીમદ્ રાજચંદ્ર–એક સમાલોચના ૦ ૨૭૭ નિરીક્ષણથી ઓતપ્રોત છે. “જડભાવે જડ પરિણમે એ કાવ્ય (૨૨૬) જૈન આત્મપ્રક્રિયાનું પૂરેપૂરું બોધક છે. “જિનવર કહે છે જ્ઞાન તેને એ ધ્રુવપદવાળું કાવ્ય (૨૨૭) જૈન પરિભાષામાં જ્ઞાનની તાત્વિકતાનું નિરૂપણ કરે છે. - આ બધાંય છૂટાંછવાયાં કાવ્યોને વિશિષ્ટ કૃતિમાં મૂકવાનું કારણ એ છે કે તે બધાંમાં એક યા બીજી રીતે જૈન તત્ત્વજ્ઞાન અને જૈન ભાવના બહુ સ્પષ્ટતાથી વ્યક્ત થયેલી છે અને તે બધાં સુપઠ છે. એક વાર જેણે જૈન પરિભાષાનો પડદો વીંધ્યો, તેને તો ગમે તેટલી વાર વાંચવા છતાં તેમાંથી નવીનતાનો જ અનુભવ થાય એમ છે.
વિશિષ્ટ કૃતિના બીજા વિભાગમાં ગાંધીજીને ભિન્ન ભિન્ન સમયે લખેલા ત્રણ પત્રો છે. પહેલો પત્ર (૪૪૭) જેમ પ્રશ્નોમાં તેમ ઉત્તરમાં પણ મોટો છે. બીજી વિશેષતા એ છે કે પ્રશ્નો તાત્વિક અને વ્યાવહારિક બને રૂપના તેમ જ બૅરિસ્ટરની બુદ્ધિને છાજે તેવા વ્યવસ્થિત છે. ઉત્તર પણ પ્રજ્ઞાથી અને અનુભવજ્ઞાનથી અપાયેલા છે. સમત્વ પદે પદે છે. સર્પ મારવા ન મારવાનો ન્યાય પ્રજ્ઞાપાટવ અને વસ્તુસ્થિતિ સૂચવે છે. છતાં આજે એ ઉત્તર અપર્યાપ્ત જ છે. સામૂહિક દૃષ્ટિએ પણ આવી બાબતમાં વિચાર કરવો જ પડે છે. ગાંધીજીએ પાછળથી એ વિચાર કર્યો. શ્રીમદ્ શું કરત તે કહી ન શકાય, પણ જૈનોએ અને બધાએ એ વિચાર કરવો જ જોઈએ. બુદ્ધની બાબતમાં શ્રીમદે અભિપ્રાય આપ્યો છે, તે તેમનાં મૂળ પુસ્તકો પૂરાં વાંચ્યાં હોત તો જુદી રીતે આપત.
ગાંધીજીને લખેલા બીજા પત્રમાં (૪૮૨) વિવેકજ્ઞાન, તેની શક્યતા અને તેનાં સાધનોનું સ્પષ્ટ ચિત્ર છે.
ત્રીજા પત્રમાં (૬૪૭) આર્ય વિચાર-આચાર, આર્ય-અનાર્ય ક્ષેત્ર, ભક્ષ્યાભઢ્ય વિવેક, વર્ણાશ્રમધર્મની અગત્યતા, નાતજાત આદિના ભેદ અને ખાનપાનના પારસ્પરિક વ્યવહાર આદિ વિશે ખુલાસો કરેલો છે. આજે પણ ગાંધીજીના વિકસિત અને વ્યાપક જીવનક્રમમાં જાણે શ્રીમદ્રના એ ખુલાસાના સંસ્કારો હોય એમ ભાસે છે.
આ ત્રણે પત્રો દરેકે વાંચવા લાયક છે. એની વિશેષતા એ કારણથી છે કે બીજા કોઈને લખે તે કરતાં ગાંધીજીને જુદી જ જાતનું લખવાનું હોય છે– અધિકારીના પ્રશ્ન પ્રમાણે જવાબ. ગાંધીજી સિવાયના કોઈ પ્રત્યેના પત્ર
૧. આ ગ્રંથ(દર્શન અને ચિંતન)માં જુઓ ખંડ ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org