________________
૨૭૮ - અનેકાન્ત ચિંતન વ્યવહારમાં આપણે વ્યવહારુ ચર્ચા ભાગ્યે જ જોઈએ છીએ. એમાં લોક, પર્યાય, કેવલજ્ઞાન, સમ્યક્ત ઇત્યાદિની ચર્ચા હોય છે; જ્યારે ગાંધીજી વ્યવહારુ પ્રશ્નો ધાર્મિક દૃષ્ટિએ કરે છે, અને આજે આપણે જોઈએ છીએ કે ગાંધીજીએ કેટલા વ્યવહાર પ્રશ્નોનો નિકાલ ધર્મદષ્ટિએ કર્યો છે ! સામાન્ય જૈન વર્ગ અને અન્ય વર્ગ અનધિકાર પ્રશ્નો જ કરે છે, એ હંમેશનો અનુભવ શ્રીમદુને પૂછનારાઓના પ્રશ્નોમાં પણ સાચો ઠરે છે. ગાંધીજી અત્યાર લગી અપવાદ છે. જ્ઞાતિભોજન, જ્ઞાતિ બહાર ભોજન, ભક્ષ્યાભઢ્યવિચાર, એમાં જ ક્યાં સુધી છૂટ ઈત્યાદિ પ્રશ્નો ગાંધીજીની વકીલદષ્ટિ તેમ જ પરદેશમાં આવી પડેલી પરિસ્થિતિને આભારી છે. જૈનોના પ્રશ્નો મહાવીરના સમયમાં થતા પ્રશ્નો જેવા જ લગભગ છે. એમ દેખાય છે કે જૈનોના માનસની પરિસ્થિતિ લગભગ એ જ ચાલી આવે છે.
અંક પ૩૮વાળો પત્ર કોઈ જૈન જિજ્ઞાસુના પ્રશ્નના ઉત્તરમાં છે, જે જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસીને રસ પોષે એવો છે. એમાં નિયત સ્થાનથી જ તે તે ઇન્દ્રિયાનુભવ કેમ થાય છે અને ઇન્દ્રિયો અમુક જ પરિસ્થિતિમાં કામ કેમ કરે છે, તેનો ખુલાસો ખૂબ સ્પષ્ટતાથી આપ્યો છેજેવો કે સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક આદિમાં છે.
- અંક ૬૩૩વાળો પત્ર. જેમાં આશ્રમક્રમે વર્તવું કે ગમે ત્યારે ત્યાગ કરવો એ પ્રશ્ન છણ્યો છે અને જેનો કાંઈક નિર્દેશ મેં પ્રથમ કર્યો છે, તે પત્ર પણ એક ગંભીર વિચાર પૂરો પાડતો હોવાથી ખાસ ધ્યાન ખેંચે છે.
વિશિષ્ટ કૃતિના ત્રીજા વિભાગમાં અંક ૭૦૭-૮ વાળું લખાણ પ્રથમ લઈએ. એ કદાચ સ્વચિંતનજન્ય નોંધ હોય. રોગ ઉપર દવા કરવી કે નહિ એ વિચાર જૈન સમાજમાં ખાસ કરી જિનકલ્પ ભાવનાને લીધે આવ્યો છે. એ બાબત શ્રીમદ્ આ નોંધમાં ખૂબ પ્રકાશ પાડ્યો છે, અને પૂર્ણ અનેકાંતદષ્ટિ ગૃહસ્થ-સાધુ બન્ને માટે ઘટાવી છે, જે વાસ્તવિક છે. ઔષધ બનાવવામાં કે લેવામાં પાપદષ્ટિ હોય તો તેનું ફળ પણ ઔષધની અસરની પેઠે અનિવાર્ય છે, એ વસ્તુ માર્મિક રીતે ચર્ચા છે. ઔષધ દ્વારા રોગનું શમન કેમ થાય ? કારણ કે રોગનું કારણ તો કર્મ છે, અને તે હોય ત્યાં સુધી બાહ્ય ઔષધ શું કરે ? એ કર્મદષ્ટિના વિચારનો સરસ જવાબ આપ્યો છે.'
આ લખાણમાં એમણે ત્રણ અંશો પથ્ય લાગે છે ઃ ૧. રોગ કર્યજનિત
૧. આ પુસ્તક(દર્શન અને ચિંતન)માં જુઓ પાન ૧૨૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org