________________
૨૬૮ ૦ અનેકાન્ત ચિંતન
સાધન હોઈ ઉત્તમ છે, એમ જૈન ધર્મ સ્વીકારે છે; ત્યારે પછી એવા ઉત્તમ મનુષ્યદેહનું સર્જન અટકે એવા ત્યાગમાર્ગનો, ખાસ કરી સંતતિ ઉત્પન્ન કર્યા પહેલાં જ ત્યાગ સ્વીકારવાનો, ઉપદેશ જૈન ધર્મ કરે, તો એ વદતો-વ્યાઘાત નથી ? આ પ્રશ્નનો ઉત્તર શ્રીમદ્ જૈન શૈલીના મર્મને પૂરેપૂરો સ્પર્શીને આપ્યો છે; જોકે વસ્તુતઃ એ શૈલી જૈન, બૌદ્ધ અને સંન્યાસમાર્ગી વેદાંત એ ત્રણેને એક જ સરખી માન્ય છે. શ્રીમદ્નો જવાબ તો ખરી રીતે એમના જ શબ્દોમાં સમજદારે વાંચવો ઘટે.૧
૨૭મે વર્ષે શ્રીમદ્ન આફ્રિકાથી ગાંધીજી પત્ર લખી ૨૭ જ પ્રશ્નો પૂછે છે. તેમાં તેમનો એક પ્રશ્ન તેમના શબ્દોમાં એ છે કે, “મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દેવો કે મારી નાખવો ? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ” (૪૪૭). આનો ઉત્તર શ્રીમદ્ તે વખતના તેમના મોહનલાલભાઈને આ પ્રમાણે આપે છે : “સર્પ તમારે કરડવા દેવો એવું કામ બતાવતાં વિચારમાં પડાય તેવું છે. તથાપિ જો તમે દેહ અનિત્ય છે એમ જાણ્યું હોય, તો પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે, જેને દેહમાં પ્રીતિ રહી છે એવા સર્પને તમારે મારવો કેમ જોગ્ય હોય ? જેણે આત્મહિત ઇછ્યું, તેણે તો ત્યાં પોતાના દેહને જતો કરવો જ જોગ્ય છે. કદાપિ આત્મહિત ઇચ્છવું ન હોય તેણે કેમ કરવું ? તો તેનો ઉત્તર એ જ અપાય કે, તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું; અર્થાત્ સર્પને મારવો એવો ઉપદેશ ક્યાંથી કરી શકીએ ? અનાર્ય વૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય. તે તો અમને તમને સ્વપ્ને પણ ન હોય. એ જ ઇચ્છા યોગ્ય છે.” (૪૪૭) આ ઉત્તર તેમના અહિંસાધર્મના મર્મજ્ઞાનનો અને સ્વજીવનમાં ઊતરેલ અહિંસાનો જીવંત દાખલો છે. એમણે એટલા ઉત્તરથી એક બાણે અનેક લક્ષ્ય વીંધ્યાં છે, અને અધિકારભેદે અહિંસા અને હિંસાની શક્યાશક્યતાનું સ્પષ્ટ કથન કર્યું છે. એમાં એ વિદ્યારહેતૌ ક્ષતિ વિયિન્તે ચેષાં ન શ્વેતાંસિ ત વ ધીરાઃ' એ અર્થપૂર્ણ કાલિદાસની ઉક્તિ અહિંસાના સિદ્ધાંત પરત્વે ભાષ્યતા પામે છે. અહીં એટલું સમજવું જોઈએ કે શ્રીમદ્દ્ની અહિંસા પરત્વે સમજૂતી મુખ્યપણે વૈયક્તિક દૃષ્ટિએ છે. સમાજ કે રાષ્ટ્રદૃષ્ટિએ એનો વિચાર, જે આગળ જતાં ગાંધીજીએ વિકસાવ્યો, તેનું મૂળ શ્રીમદ્ના કથનમાં બીજરૂપે હોવા છતાં, વસ્તુતઃ તેમાં વૈયક્તિક દૃષ્ટિ જ ભાસે છે.
૧. જુઓ આ ગ્રંથ(દર્શન અને ચિંતન) પાન ૧૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org