________________
ર૬૬ - અનેકાન્ત ચિંતન વિશે છે.
જેમ જૈન જનતામાંથી પ્રમાણમાં મોટો ભાગ આનંદઘનજી આદિનાં પદ્યોની વસ્તુઓને સાંપ્રદાયિક જ્ઞાન અને પરંપરાગત સંસ્કારને લીધે જલદી સ્પર્શી લે છે, તેમ શ્રીમદ્દનાં પદ્યોમાંની વસ્તુઓને પણ જલદી સ્પર્શી લે છે. કાવ્યના રસાસ્વાદ વાસ્તે જોઈતા બીજા સંસ્કારોની ઊણપ પ્રમાણમાં જૈન જનતામાં વધારે હોઈ, તે કાવ્યના બાહ્ય શરીરનું વાસ્તવિક મૂલ્યાંકન કરવા અસમર્થ જોવામાં આવી છે. તેથી કાં તો ભક્તિવશ, ન હોય તેવા ગુણો પણ ઈષ્ટ કવિતાઓમાં આરોપી દે છે અને કાં તો હોય તે ગુણો પણ તે પારખી શકતી નથી. શ્રીમદ્ભાં પદ્યો વિશે પણ જૈન જનતામાં કાંઈક આવું જ જોવામાં આવ્યું છે. પ્રજ્ઞા
શ્રીમમાં પ્રજ્ઞાગુણ ખાસ હતો એ દર્શાવું તે પહેલાં મારે અહીં સ્પષ્ટ કરવું જોઈએ કે હું પ્રજ્ઞાગુણથી કઈ શક્તિઓ વિશે કહેવા ઇચ્છું છું. સ્મૃતિ, બુદ્ધિ, મર્મજ્ઞતા, કલ્પનાસામર્થ્ય, તર્કપટુતા, સતઅસવિવેક-વિચારણા અને તુલના સામર્થ્ય–આટલી શક્તિઓ મુખ્યપણે અત્રે પ્રજ્ઞા શબ્દથી વિવક્ષિત છે. આ પ્રત્યેક શક્તિનો વિસ્તૃત અને અતિસ્યુટ પરિચય કરાવવા વાસ્તે તો અત્રે તેમનાં તે તે લખાણોનાં અક્ષરશઃ અવતરણો ખુલાસા સાથે મારે છૂટથી ટાંકવાં જોઈએ. તેમ કરવા જતાં તો એક પુસ્તક જ થાય. તેથી ઊલટું, જો તેમનાં લખાણોના અંશો દર્શાવ્યા સિવાય આ કે તે શક્તિ શ્રીમમાં હતી એમ કહું તો શ્રોતાઓને માત્ર શ્રદ્ધાથી મારું કથન મનાવવા જેવું થાય. તેથી મધ્યમ માર્ગ સ્વીકારી આ વિષય ચર્ચવો યોગ્ય ધારું છું.
શ્રીમની અસાધારણ સ્મૃતિનો પુરાવો તો તેમની અજબ અવધાનશક્તિ જ છે. તેમાંય પણ તેમની કેટલીક વિશેષતા છે. એક તો એ કે બીજા કેટલાક અવધાનીઓની પેઠે એમનાં અવધાનની સંખ્યા કેવળ નંબરવૃદ્ધિ ખાતર યથાકથંચિત્ વધેલી ન હતી. બીજી અને ખાસ મહત્વની વિશેષતા તો એ હતી કે તેમની અવધાનશક્તિ બુદ્ધિ-વ્યભિચારને લીધે જરાય વંધ્ય બની ન હતી; ઊલટું એમાંથી વિશિષ્ટ સર્જનબળ પ્રગટ્યું હતું, જે અન્ય અવધાનીઓમાં ભાગ્યે જ દેખાય છે. ખાસ વાત તો એ છે કે એટલી અદ્ભુત અવધાનશક્તિ કે જેના દ્વારા હજારો અને લાખો લોકોને ક્ષણમાત્રમાં આંજી અનુગામી બનાવી શકાય, અસાધારણ પ્રતિષ્ઠા અને અર્થલાભ સાધી શકાય, તે હોવા છતાં તેમણે તેનો પ્રયોગ યોગવિભૂતિઓની પેઠે ત્યાજ્ય ગણી તેનો
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only