________________
શ્રીમદ્ રાજચંદ્ર –એક સમાલોચના ૦ ૨૬૫ જોકે તેઓ કોઈ મહાન્ કવિ ન હતા કે તેમણે કોઈ મહાનું કાવ્ય નથી લખ્યું છતાં તેમની કવિતાઓ જોતાં એમ લાગે છે કે કવિત્વનું બીજ– વસ્તુસ્પર્શ અને પ્રતિભા તથા અભિવ્યક્તિસામર્થ્ય–તેમનામાં હતું. તેમની કવિતા અન્ય ગદ્ય લખાણોની પેઠે આધ્યાત્મિક વિષયસ્પર્શી જ છે. તેમના પ્રિય છંદો દલપત, શામળભટ્ટ આદિના અભ્યસ્ત છંદોમાંના જ છે. તેમની કવિતાભાષા પ્રવાહબદ્ધ છે. સહજભાવે સરલતાથી પ્રતિપાદ્ય વિષયને ખોળામાં લઈ એ પ્રવાહ ક્યાંક જોસભેર તો ક્યાંક ચિંતનસુલભ ગંભીર વધે જાય છે. સોળ વર્ષ પહેલાંની ઉંમરમાં રચાયેલ કવિતાઓ સ્વાભાવિક રીતે જ શબ્દપ્રધાન અને શાબ્દિક અલંકારથી આકર્ષે એવી છે. તે પછીની કવિતાઓ વસ્તુ અને ભાવમાં ઉત્તરોત્તર ગંભીર બનતાં, તેમાં શાબ્દિક અનુપ્રાસ આપોઆપ ગૌણ સ્થાન લે છે.
એમના પ્રાથમિક જીવનની કવિતાઓનો વિષય ભારતપ્રકૃતિસુલભ વૈરાગ્ય, દયા, બ્રહ્મચર્ય ઇત્યાદિ વસ્તુઓ છે. પછીની લગભગ બધી જ કવિતાઓ જૈન સંપ્રદાયની ભાવનાઓ અને તાત્ત્વિક મુદ્દાઓને સ્પર્શી રચાયેલી છે. જેમ આનંદઘન, દેવચંદ્ર અને યશોવિજયજીનાં કેટલાંક પદ્યો ભાવની સૂક્ષ્મતા અને કલ્પનાની ઉચ્ચગામિતાને લીધે તત્કાલીન ગુજરાતી સાહિત્યમાં ભાત પાડે એવાં છે, અને છતાંયે તે બધાં પદ્યો જૈન સંપ્રદાયની જ વસ્તુને સ્પર્શી સાધારણ જૈનેતરને દુર્ગમ એવી જૈન પરિભાષા અને જૈન શૈલીમાં જ રચાયેલાં હોઈ સાધારણ ગુજરાતી સાક્ષરોથી છેક જ અપરિચિત જેવાં રહ્યાં છે, તેમ શ્રીમદ્રનાં કેટલાંક પદ્યો વિશે પણ છે. પૂજ્ય ગાંધીજી દ્વારા આશ્રમ ભજનાવલીમાં “અપૂર્વ અવસરવાળું ભજન દાખલ ન થયું. હોત તો એ સાધારણ જનતાને કાને ક્યારેય પડ્યું હોત તે વિશે શંકા છે.
- શ્રીમદ્દનું “આત્મસિદ્ધિશાસ્ત્ર' પણ દોહરામાં છે. એનો વિષય તદ્દન દાર્શનિક, તકપ્રધાન અને જૈન સંપ્રદાયસિદ્ધ હોવાથી, એનું મૂલ્યાંકન લોકપ્રિયતાની કસોટીથી શક્ય જ નથી. વિશિષ્ટ ગુજરાતી સાક્ષરોને પણ એમનાં પદ્યોનો આસ્વાદ લેવો હોય, તો જેમ સાધારણ કાવ્યના રસાસ્વાદ માટે અમુક સંસ્કારોની તૈયારી આવશ્યક છે, તેમ જૈન પરિભાષા અને જૈન, તત્ત્વજ્ઞાનના સ્પષ્ટ સંસ્કારો મેળવવા આવશ્યક છે. વેદાંતનું મર્મસ્થાન સ્પર્યા સિવાય સંસ્કૃત ભાષાના વિશિષ્ટ વિદ્વાનો પણ શ્રીહર્ષનાં પદ્યોના ચમત્કારો આસ્વાદી ન શકે. સાંખ્યપ્રક્રિયાના પરિચય સિવાય કાલિદાસનાં કેટલાંક પદોની રચનાની અપૂર્વતા અનુભવી ન શકાય. તે જ ન્યાય શ્રીમનાં પડ્યો
Jaiicducation International
For Private & Personal Use Only
www.jainelibrary.org