________________
૨૬૪ ૦ અનેકાન્ત ચિંતન
શાસ્ત્રજ્ઞાન સંબંધી પરિચય અને વિકાસ વધતો ગયો, તેમ તેમ તેમનામાં પ્રથમથી યોગ્ય પરિચય અને માહિતીને અભાવે બંધાયેલા જે ઐકાંતિક સંસ્કારો હતા, જેમ કે ‘પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય,' તે ખરી પડ્યા અને તેનું સ્થાન આધ્યાત્મિક વિકાસક્રમમાં ક્યાંક મૂર્તિપૂજાનું આલંબન પણ ઉપયોગી છે એ અનેકાંતદષ્ટએ લીધું.
‘ષગ્દર્શન જિન અંગ ભણીજે' એ પ્રસિદ્ધ અને સમન્વયગામી આનંદઘનજીની કડીની ભાવના જૈન પરંપરામાં તર્કયુગથી વિશેષ પ્રતિષ્ઠિત થયેલી છે. એ ભાવાનું વિશ્લેષણ અને પરીક્ષણ કેવળ જૈન શાસ્ત્રોનો જ નહિ, પણ તે તે દર્શનોના મૂળ ગ્રંથોનો તેના યોગ્ય રૂપમાં અને મધ્યસ્થ દૃષ્ટિએ અભ્યાસ માંગે છે. આ ભાવનાનો વારસો શ્રીમમાં હતો, જે તેમણે સ્પષ્ટ વ્યક્ત કર્યો છે. પરંતુ આ સિવાય કેવળ ત્રણ જૈન ફિરકાઓને જ અંગે એક બીજી ભાવના વિચારમાં આવે છે, અને તે એ કે શ્વેતાંબર પરંપરામાં બાકીની બન્ને પરંપરાઓ પૂર્ણપણે સમાઈ જાય છે; જ્યારે સ્થાનકવાસી કે દિગંબર બન્નેમાંથી એકે પરંપરામાં શ્વેતાંબર ૫રં૫રા પૂર્ણપણે સમાતી નથી. આ ભાવના શ્રીમને બધી પરંપરાઓના નિષ્પક્ષ શાસ્ત્રજ્ઞાનને પરિણામે સ્પષ્ટ થયેલી તેમનાં લખાણો ઉ૫૨થી જોઈ શકાય છે, કારણ તેઓ પોતાના સ્નેહીઓને દિગંબરીય શાસ્ત્રો વાંચવાની સાદર ભલામણ કરતાં કહે છે કે તેમાં જે નગ્નત્વનો એકાંત છે તે ઉપર ધ્યાન ન આપવું. એ જ રીતે સ્થાનકવાસી પરંપરાની આગમોના ક્વચિત્ મનમાન્યા અર્થ કાઢવાની પ્રણાલી સામે પણ તે વિરોધ દર્શાવે છે; જ્યારે શ્વેતાંબર શાસ્ત્રીય પરંપરાના આચાર કે વિચાર સામે તેમણે એક પણ સ્થાને વિરોધ દર્શાવ્યો હોય કે તેમાં જૈન ષ્ટિએ કાંઈ ઊણપ બતાવી હોય, તેવું એમનાં લખાણો વાંચતાં અત્યાર લગી મારા ધ્યાનમાં આવ્યું નથી. મારો પોતાનો અંગત અભ્યાસ પણ એ જ મત ઉપર સ્થિર થયો છે કે શ્વેતાંબરીય શાસ્ત્રોની આચારવિચારપરંપરા એટલી બધી વ્યાપક અને અધિકારભેદે અનેકાંગી છે કે તેમાં બાકીની બન્ને પરંપરાઓ પૂર્ણપણે એમના સ્થાને ગોઠવાઈ જાય છે.
કવિત્વ
શ્રીમદ્ માત્ર ગદ્યના જ લેખક નથી; તેઓએ કવિતાઓ પણ રચી છે. તેમને તે વખતે ઘણા ‘જૈનો કવિ’ નામથી જ ઓળખાતા, અને કેટલાક તો તેમના અનુગામી ગણને કવિસંપ્રદાય તરીકે જ ઓળખાવતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org