________________
૨૪૦ ૦ અનેકાન્ત ચિંતન
ગુજરાતની પેઠે ભારતના બીજા અનેક ભાગમાં કપડાં ઉપર બાંધણીનું કામ અને રંગાટ થતાં. બાણે એવા વચનો ઉલ્લેખ કરેલ છે. તેની સમજૂતી શ્રી અગ્રવાલે લગભગ આખા દેશમાં થતાં બાંધણીનાં કામોનું વર્ણન કરી અતિમનોરંજક આપી છે.
બાણે રાજાઓની વેશભૂષાના વર્ણનપ્રસંગે ત્રણ પ્રકારના પાયજામા અને ચાર પ્રકારના કોટનું વર્ણન કર્યું છે. પાયજામાનાં નામ આ રહ્યાં : સ્વસ્થાન, પિંગા અને સતલા. કોટોનાં નામઃ કંચુક, ચીનચોલક, વારબાણ અને કૂર્યાસક. આપણે અહીં માત્ર પાયજામા વિશે શ્રી અગ્રવાલે આપેલ (પૃ. ૧૪૮) માહિતીનો જ ટૂંકમાં નિર્દેશ કરીશું. તેઓ જણાવે છે કે આ દેશમાં પાયજામા પહેરવાનો સાર્વજનિક રિવાજ શકોના આગમની સાથે ઈ. સ. પૂર્વે પહેલી શતાબ્દીથી શરૂ થયેલો છે. ઈ. સ. ની પહેલી શતાબ્દીમાં તો મથુરા કલામાં એના નમૂનાઓ મળે છે. શક રાજાઓ પછી ગુપ્તકાળમાં તો સૈનિક પોષાકમાં પાયજામાએ નિશ્ચિત સ્થાન લીધું છે. એટલું જ નહિ, પણ સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્તના કેટલાક સિક્કાઓ ઉપર તે સમ્રાટ પોતે પણ પાયજામો પહેરેલ અંકિત છે. બાણના સમય સુધીમાં તો બધી જાતના પાયજામાઓ પોષાકમાં સ્થિર જેવા થઈ ગયેલા. તેથી જ તે પાયજામાઓનું તાદેશ વર્ણન અને વર્ગીકરણ કરે છે. જેને બાણ સ્વસ્થાન કહે છે તે ગુજરાતીમાં સૂંથણું કે ચૂંથણી છે. હિન્દીમાં જૂથના કહેવાય છે. સૂથરું અને સૂથના તે સ્વસ્થાન શબ્દનો જ અપભ્રંશ છે; અથવા એમ કહો ગૂંથણું કે જૂથના શબ્દ ઉપરથી કવિએ સ્વસ્થાન શબ્દ સંસ્કૃતમાં સંસ્કાર્યો છે. ગમે તેમ હો, પણ એ શબ્દ અન્વર્થ છે, એટલે કે અર્થ પ્રમાણે યોજાયો છે: ટૂંથણું એ એક એવા પ્રકારનો ચોરણો કે સુરવાળ છે જે પિંડીઓ નીચે આવતાં સાવ સાંકડા મોઢાનો થઈ જાય છે; એટલે કે તે સ્વ=પોતાના, સ્થાન=જગ્યા ઉપર
*
શ્રી ગણપતિ શાસ્ત્રી અર્થશાસ્ત્ર ૧. પૃ. ૧૯૪ ઉપર સંપુટિવ શબ્દનો અર્થ કરતાં समे छ जंघात्राणं सुक्थानाभिधानमिति क्वचिट्टीकादर्श लिखितम्, सन्थनमित्यन्यत्र સિવિતું દશ્યતે | ડૉ. મોતીચંદજી (પ્રાચીન ભારતીય વેષભૂષા પૃ. ૨૪) કહે છે કે પાયજામા માટે હિન્દીમાં સૂથના (અને ગુજરાતીમાં સૂંથણું) શબ્દ છે જ, પણ સંસ્કૃતમાં તે સૂદ્ધ કહેવાય છે. અગ્રવાલજી બાણને આધારે સ્વસ્થાન શબ્દ ઉપરથી સૂથના શબ્દ ઊપજાવે છે. મારું એક સૂચન એ છે કે સૂતન (અર્થાત્ સૂત્રથી બાંધવું) એ શબ્દ ઉપરથી સૂથના, સૂથણું બની શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org