________________
શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ - ૨૪૩ ખ્યાલ આપવા પૂરતી અને તેને ઉઠાવ આપવા પૂરતી છે. તેઓમાં પુરુષ, બ્રહ્મ, ચેતન જેવા અનેક શબ્દો વપરાયા છે, પણ તે આત્મતત્વના જ બોધક છે. એમની શૈલી ભલે પ્રાચીન સાંખ્ય-યોગ જેવી પરંપરાને અનુસરતી હોય તેમ જ એમની ભાષા ભલે સંસ્કૃત હોય, પણ એમાં નિરૂપણ તો આત્મલક્ષી જ છે. તેથી જ એ ઉપનિષદોમાં પુનઃ પુનઃ કહેવાયું છે કે “ન જ્ઞાન સર્વ જ્ઞાત્તિ મવતિ ' એક આત્મા જાયે બધું જ જણાઈ જાય છે, કેમ કે ત્યાં આત્મજ્ઞાનનું પ્રાધાન્ય છે અને એ આત્મવિદ્યાને જ પરાવિદ્યા કહેવામાં આવી છે.
મહાવીરના વિચારમંથનના પરિણામરૂપ જે પ્રાચીન ઉદ્ગારો આચારાંગ', “સૂત્રકૃતાંગ' જેવા આગમોમાં મળે છે તેમાં પણ આત્મસ્વરૂપના જ્ઞાન અને તેની સાધનાને લક્ષીને જ મુખ્ય વક્તવ્ય છે.
આગમનું એ નિરૂપણ સંસ્કૃત ભાષામાં નથી, તેમ જ ઉપનિષદોની શૈલીથી જુદી શૈલી એ ધરાવે છે. તેમ છતાં એ છે તો આત્મતત્ત્વ સંબંધે જ. એ જ રીતે બુદ્ધના ઉદ્ગારોના સંગ્રહરૂપ ગણાતાં પ્રાચીન પિટકોમાં પણ આત્મસ્વરૂપ અને તેની સાધનાની જ એક રીતે કથા છે. ભલે તે આત્માને નામે કે સંસ્કૃત ભાષામાં ન હોય; ભલે એની શૈલી ઉપનિષદો અને જૈન આગમો કરતાં કાંઈક જુદી પડતી હોય; પણ તે નિરૂપણ અધ્યાત્મલક્ષી જ છે. ભાષાભેદ, શૈલીભેદ કે ઉપરથી દેખાતો આંશિક દૃષ્ટિભેદ એ સ્થૂળ વસ્તુ છે. મુખ્ય અને ખરી વસ્તુ એ બધામાં સામાન્ય છે તે તો આધ્યાત્મિક દૃષ્ટિએ કરાયેલી સાધનાનાં પરિણામોનું નિરૂપણ છે. વૈદિક બૌદ્ધ અને જૈન વગેરે બધા સંતોનો અનુભવ ટૂંકમાં એ જ છે કે પોતા વિશેનું અજ્ઞાન (અવિદ્યા) નિવારવું અને સમ્યજ્ઞાન મેળવવું.
સમ્યજ્ઞાન મેળવવાના અનેક માર્ગો શોધાયા અને યોજાયા. કોઈએ એક તો કોઈએ બીજા ઉપર સહેજ વધારે ભાર આપ્યો. એને લીધે કેટલીક વાર પંથભેદો જમ્યા અને એ પંથભેદો ટૂંકી દૃષ્ટિથી પોષાતાં સાંકડા વાડા પણ બની ગયા. એટલું જ નહિ, પણ તેઓ ઘણી વાર શાબ્દિક અર્થની ખેંચતાણમાં પડી એકબીજાના ખંડનમાં ઊતરી ગયા અને દૃષ્ટિની વિશાળતા તેમ જ આત્મશુદ્ધિ સાધવાનો મુખ્ય ઉદ્દેશ જ વિસરી ગયા. એને લીધે આધ્યાત્મિક સાધના ઉપર ઊભી થયેલી પરંપરાઓ મોટે ભાગે એકદેશીય અને દુરાગ્રહી પણ બની ગયેલી આપણે ઇતિહાસમાં જોઈએ છીએ. વિશેષ તો શું, પણ એક જ પરંપરામાં પણ એવા ફાંટા પડ્યા અને તે પરસ્પર એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org