Book Title: Anekanta Chintan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 269
________________ ' ૨૬૦૦ અનેકાન્ત ચિંતન એમનાં લખાણો ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે તેમણે વેદાનુગામી કેટલાંક દર્શનો સંબંધી પુસ્તકો વાંચેલાં છે. તેમ છતાં અત્યાર લગી મારા ઉપર એવી છાપ પડી છે કે વૈદિક કે બૌદ્ધ દર્શનોનાં મૂળ પુસ્તકો વાંચવાની તેમને સુગમતા સાંપડી નથી. પ્રમાણમાં જેટલું મૌલિક અને ઉત્તરવર્તી જૈન સાહિત્ય તેમણે વાંચ્યું અને વિચાર્યું છે, તેથી બહુ જ ઓછું બીજાં બધાં દર્શનોનું મળી એમણે વાંચ્યું-વિચાર્યું છે. સ્વતંત્ર ઐતિહાસિક દૃષ્ટિએ નહિ, પણ મુખ્યપણે જૈન પરંપરામાં ચાલી આવતી માન્યતા પ્રમાણે જૈનદર્શન અને બીજાં ભારતીય દર્શનનો સંબંધ એમણે વિચાર્યો છે. તેથી જ તેઓ એક સ્થળે જૈનેતર દર્શનોને હિંસા અને રાગદ્વેષનાં પોષક કહે છે. જો તેમને બીજાં દર્શનોના મૂળ સાહિત્યને ગંભીરપણે વાંચવા અને વિચારવાની શાંત તક મળી હોત તો તેઓ પૂર્વમીમાંસા સિવાયનાં જૈનેતર દર્શનો વિશે આવું વિધાન કરતાં જરૂર ખેંચકાત. તેમની નિષ્પક્ષ અને તીવ્ર પ્રજ્ઞા સાંખ્ય-યોગદર્શનમાં, શાંકર વેદાંતમાં, બૌદ્ધ વિચારસરણીમાં જૈન પરંપરા જેટલો જ રાગદ્વેષ અને હિંસાવિરોધી ભાવ સ્પષ્ટ જોઈ શકત. વધારે તો શું, પણ તેમની સરલ પ્રકૃતિ અને પટુ બુદ્ધિ ન્યાય-વૈશેષિકસૂત્રનાં ભાષ્યોમાં પણ વીતરાગભાવની— નિવર્તક ધર્મની—જ પુષ્ટિનો ક્રમ શબ્દશઃ જોઈ શકત; અને એમ થયું હોત તો તેઓની મધ્યસ્થતા, જૈન પરંપરાનાં અન્ય દર્શનો વિશેના પ્રચલિત વિધાનની બાબતમાં આવી ભૂલ થતાં રોકત. એક બાજુ જૈન તત્ત્વજ્ઞાનના કર્મ, ગુણસ્થાન અને નવ તત્ત્વ આદિ વિષયોને મૌલિક અભ્યાસ કરવાની અને તેનું જ ચિંતન, પ્રતિપાદન કરવાની એમને તક સાંપડી, અને બીજી બાજુ એ જૈનેતર દર્શનોનાં મૂળ પુસ્તકો સ્વયં સાંગોપાંગ જોવાની અગર તો જોઈએ તેટલી છૂટથી વિચારવાની તક ન મળી. નહિ તો તેમની ગુણગ્રાહક દૃષ્ટિ, સમન્વયશક્તિ એ બધાં દર્શનોના તુલનાત્મક ચિંતનમાંથી તેમને હાથે એક નવું જ પ્રસ્થાન શરૂ કરાવત. એમ ન થયું હોત તોપણ તેમને વેદાંતના માયાવાદ કે સાંખ્યયોગના અસંગ અને પ્રકૃતિવાદમાં જે ઊણપ દેખાઈ છે, તે ઊણપ તે રીતે તો ન જ દેખાત અને ન જ દર્શાવાત. શાસ્ત્રજ્ઞાન અને સાહિત્યાવલોકન શ્રીમદ્દો સ્વભાવ જ ચિંતન અને મનનશીલ હતો. એમનું એ ચિંતન પણ આત્મલક્ષી જ હતું. તેથી બાહ્યલક્ષી સાહિત્ય, જેવું કે વાર્તા, નવલકથા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316