Book Title: Anekanta Chintan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 268
________________ ‘શ્રીમદ્ રાજચંદ્ર’—એક સમાલોચના ૦ ૨૫૯ પ્રવૃત્તિના સંસ્કારો પોષવાનો સંભવ જ નથી. શરૂઆતથી ઠેઠ સુધી તેમનું ભ્રમણ અને પરિચયક્ષેત્ર માત્ર વ્યાપારી પૂરતું રહ્યું છે. વ્યાપારીઓમાં પણ મુખ્યપણે જૈન. જેને જૈન સમાજના સાધુ કે ગૃહસ્થ વ્યાપારી વર્ગનો પરિચય હશે તેને એ કહેવાની તો ભાગ્યે જ જરૂર રહે છે કે મૂળગામી જૈન પરંપરામાંથી પ્રવૃત્તિનું—કર્મયોગનું—બળ મેળવવું કે સવિશેષ કેળવવું ભાગ્યે જ શક્ય છે. તેથી શ્રીમદ્ા નિવૃત્તિગામી સ્વભાવને વ્યાપક પ્રવૃત્તિમાં વાળે એવો કોઈ પ્રબળ વેગ તેમની બાહ્ય પરિસ્થિતિમાંથી પ્રગટે એવો ભાગ્યે જ સંભવ હતો. તત્ત્વજ્ઞાન શ્રીમનું પોતાનું જ કહી શકાય એવું કાંઈ પણ તત્ત્વજ્ઞાન તેમનાં લખાણોમાં નથી. તેમના જીવનમાં ભારતીય ઋષિઓએ ચિંતવેલું જ તત્ત્વજ્ઞાન સંક્રમે છે. તેમાંય તેમના પ્રાથમિક જીવનમાં જે થોડાક વૈદિક કે વૈષ્ણવ તત્ત્વજ્ઞાનના સંસ્કારો હતા, તે ક્રમે સમૂળગા ખરી જઈ તેનું સ્થાન જૈન તત્ત્વજ્ઞાન લે છે; અને તે એમના વિચાર તેમ જ જીવનમાં એટલું બધું ઓતપ્રોત થઈ જાય છે કે તેમનાં વાણી અને વ્યવહાર જૈન તત્ત્વજ્ઞાનનાં દર્પણ બની જાય છે. જીવ, અજીવ, મોક્ષ, તેના ઉપાયો, સંસાર, તેનું કારણ, કર્મ, કર્મનાં વિવિધ સ્વરૂપો, આધ્યાત્મિક વિકાસક્રમ—ગુણસ્થાન, નય (એટલે કે વિચારણાનાં દૃષ્ટિબિંદુઓ), અનેકાંત (સ્યાદ્વાદ : એટલે કે વસ્તુને સમગ્રપણે સ્પર્શનાર દૃષ્ટિ), જગતનું એકંદર સ્વરૂપ, ઈશ્વર, તેનું એકત્વ કે અનેકત્વ, તેનું વ્યાપકત્વ કે દેહપરિમિતત્વ, ઇત્યાદિ તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં આવતા અનેક મુદ્દાઓને તે અનેક વાર ચર્ચે છે; બલ્કે તેમનું સમગ્ર લખાણ જ માત્ર આવી ચર્ચાઓથી વ્યાપ્ત છે. એમાં આપણે અથથી ઇતિ સુધી જૈન દિષ્ટ જ જોઈએ છીએ. તેમણે એ બધા મુદ્દા પરત્વે ઊંડી અને વેધક ચર્ચા કરી છે, પણ તે માત્ર જૈન દૃષ્ટિને અવલંબીને અને જૈન દૃષ્ટિનું પોષણ થાય એ રીતે જ— કોઈ એક જૈન ધર્મગુરુ કરે તેમ. ફેર એટલો અવશ્ય છે કે ક્રમે ક્રમે તેમનાં ચિંતન અને વાચનના પ્રમાણમાં એ ચર્ચાઓ કોઈ એક જૈન વાડાગત શાસ્ત્રમાં પરિમિત ન રહેતાં સમગ્ર જૈન શાસ્ત્રને સ્પર્શી ચાલે છે. એમના અંતરાત્મામાં જૈન તત્ત્વજ્ઞાનનો સંસ્કાર એટલે સુધી પોષાયેલો છે કે તેઓ પ્રસંગ આવતાં સરખામણીમાં વૈદિક આદિ તત્ત્વજ્ઞાનોને પોતાની સમજ મુજબ નિખાલસપણે ‘અધૂરાં' દર્શાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316