Book Title: Anekanta Chintan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 257
________________ ૨૪૮ ૦ અનેકાન્ત ચિંતન બોલે છે. શ્રીમદ્ એ બન્ને વર્ગના લોકોને ઉદ્દેશી મોક્ષમાર્ગનું સાચું સ્વરૂપ દર્શાવતાં ક્રિયાજડ અને શુષ્કજ્ઞાનીનું લક્ષણ નિરૂપે છે અને સાથે જ ત્યાગવૈરાગ્ય તેમ જ આત્મજ્ઞાન બન્નેનો પરસ્પર પોષ્યપોષકભાવ દર્શાવી આત્માર્થીની વ્યાખ્યા સ્પષ્ટ કરે છે. તેમણે આત્માર્થીની જે વ્યાખ્યા કરી છે તે એક રીતે સરલ અને બીજી રીતે એવી ગંભીર છે કે વ્યાવહારિક દુન્યવી જીવન અને પારમાર્થિક સત્યધાર્મિક જીવન બન્નેમાં એકસરખી લાગુ પડે છે. - ત્યાર બાદ તેમણે સરુનાં લક્ષણો કહ્યાં છે. એ લક્ષણો એવી દષ્ટિથી નિરૂપાયાં છે કે તેમાં આત્મવિકાસની ગણસ્થાનક્રમ પ્રમાણે ભૂમિકાઓ આવી જાય, અને જે ભૂમિકાઓ યોગ, બૌદ્ધ તેમ જ વેદાંત દર્શનની પરિભાષામાં પણ દર્શાવી શકાય. શ્રી રાજચંદ્ર ગુરુ-પદ ન વાપરતાં સદ્દગુર-પદ યોજયું છે, જે આધ્યાત્મિક જાગૃતિનું સૂચક છે. શ્રી અરવિંદે પણ સદ્ગર-શરણાગતિ ઉપર ખાસ ભાર આપ્યો છે.–જુઓ The Synthesis of Yoga.' શ્રી કિશોરલાલભાઈએ મુમુક્ષુની વિવેકદૃષ્ટિ અને પરીક્ષક બુદ્ધિ ઉપર ભાર આપ્યા છતાં યથાયોગ્ય સદ્ગુરુથી થતા લાભની પૂરી કદર કરી જ છે. છેવટે તો મુમુક્ષુની જાગૃતિ એ જ મુખ્ય વસ્તુ છે. એ વિના સગુરુની ઓળખ મુશ્કેલ છે, અને ઓળખ થાય તો ટકવી પણ અઘરી છે. જૈન પરંપરા પ્રમાણે છઠ્ઠા અને તેરમા ગુણસ્થાનકે ઉપદેશકપણું સંભવે છે. સાતમાથી બારમા સુધીનાં ગુણસ્થાનોની ભૂમિકા એ તો ઉત્કટ સાધકદશાની એવી ભૂમિકા છે કે તે દરિયામાં ડૂબકી મારી મોતી આણવા જેવી સ્થિતિ છે. આ વિશે શ્રીમદ્ રાજચંદ્ર પોતે જ સ્પષ્ટ વિવેચન કર્યું હોઈ તે મનનયોગ્ય છે. ' જયાં સદ્ગરનો યોગ ન હોય ત્યાં પણ આત્માનું અસ્તિત્વ દર્શાવનારાં શાસ્ત્રો મુમુક્ષુને ઉપકારક બને છે. શાસ્ત્રો વિના પણ સદ્ગુરુએ આપેલ ઉપદેશ સુધ્ધાં મુમુક્ષુને ટેકો આપે છે, પણ શ્રીમદ્ સદ્ગુરુના યોગ ઉપર ભાર આપે છે તે સહેતુક છે. માણસમાં પોષાયેલ કુલધર્માભિનિવેશ, આપડહાપણે ફાવે તેમ વર્તવાની ટેવ, ચિરકાલીન મોહ અને અવિવેકી સંસ્કાર–એ બધું સ્વછંદ છે. સ્વચ્છંદ રોકાયા સિવાય આત્મજ્ઞાનની દિશા ન પ્રકટે અને સદ્દગુરુના–અનુભવી દોરવણી આપનારના–યોગ વિના સ્વચ્છંદ રોકવાનું કામ અતિ અઘરું છે, સીધી ઊંચી કરાડ ઉપર ચડવા જેવું છે. સાચો સાધક ગમે તેટલો વિકાસ થયા છતાં સર પ્રત્યે પોતાનો સહજ વિનય ગૌણ કરી ન શકે. અને સદ્ગુરુ હોય તે એવા વિનયનો દુરુપયોગ પણ ન જ કરે. જે શિષ્યની ભક્તિ અને વિનયનો દુરુપયોગ કરે છે કે ગેરલાભ લે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316