________________
૧૪. ‘શ્રીમદ્ રાજચંદ્ર’—એક સમાલોચના
વવાણિયા, મોરબી અને રાજકોટ વગેરેમાં જ્યાં શ્રીમનું આવવા-જવા અને રહેવાનું વિશેષ થતું, એ સ્થાનો મારા જન્મસ્થાન અને રહેઠાણથી કાંઈ વિશેષ દૂર ન ગણાય. તેમ છતાં, એ સ્થાનોની વાત બાજુએ મૂકું અને છેલ્લે છેલ્લે વિ. સં. ૧૯૫૬માં તેઓ વઢવાણ કૅમ્પમાં રહેલા તે સ્થાન તો મારા રહેઠાણથી માત્ર એક કલાકને રસ્તે જ છે. એટલું જ નહિ, પણ મારા કુટુંબીઓની દુકાન અને મારા ભાઈ, પિતા વગેરેનું રહેવાનું વઢવાણ કૅમ્પમાં હોવાથી, મારે વાસ્તે એ સ્થાન સુગમ જ નહિ પણ વાસસ્થાન જેવું હતું. તે વખતે મારી ઉંમર પણ લગભગ ઓગણીસ વર્ષની હોઈ અપક્વ ન જ ગણાય. નેત્ર ગયા પછીનાં ત્યાર સુધીનાં ત્રણ વર્ષમાં સાંપ્રદાયિક ધર્મશાસ્ત્રના થોડાક પણ તીવ્ર રસપૂર્વક અભ્યાસથી તે વખતે મારામાં જિજ્ઞાસા તો ઉત્કટ જાગેલી એમ મને યાદ છે. મારો તે વખતનો બધો સમય શાસ્રશ્રવણ અને સગવડ મળી તે શાસ્ત્ર પી જવામાં જ જતો. આમ હોવા છતાં હું તે વખતે એક પણ વાર શ્રીમદ્ન કેમ પ્રત્યક્ષ મળી ન શક્યો એનો વિચાર પહેલાં પણ મને ઘણી વાર આવ્યો છે અને આજે પણ આવે છે. એનો ખુલાસો મને એક જ રીતે થાય છે અને તે એ કે ધાર્મિક વાડાવૃત્તિ સત્યશોધ અને નવીન પ્રસ્થાનમાં ભારે બાધક નીવડે છે.
કુટુંબ, સમાજ અને તે વખતના મારા કુલધર્મગુરુઓના સાંકડા માનસને લીધે જ મારામાં એવા યોગ્ય પુરુષને મળવાની કલ્પના જ તે વખતે જન્મવા ન પામી કે સાહસવૃત્તિ જ ન પ્રગટી. જેમની વચ્ચે મારો બધો વખત પસાર થતો તે સ્થાનકવાસી સાધુઓ અને આર્યાઓ તેમ જ કોઈ વાર તેમના ઉપાસકોના મોઢેથી તે વખતે શ્રીમદ્ વિશે તુચ્છ અભિપ્રાય જ સાંભળતો. તેથી મને મન ઉપર તે વખતે એટલો સંસ્કાર વગર વિચાર્યે પડેલો કે રાજચંદ્ર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org