________________
શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ ૦ ૨૪૫ સિદ્ધિવિનિશ્ચય' ઉપરાંત આચાર્ય શિવસ્વામી રચિત “સિદ્ધિવિનિશ્ચય'ના અસ્તિત્વનું પ્રમાણ હમણાં મળ્યું છે. આવા વિનિશ્ચય ગ્રંથોમાં પોતપોતાને અભિપ્રેત હોય એવા અનેક વિષયોની સિદ્ધિ કહેવામાં આવી છે, પણ એ બધી સિદ્ધિઓ સાથે જ્યારે શ્રી રાજચંદ્રની “આત્મસિદ્ધિને સરખાવું છું, ત્યારે સિદ્ધિ શબ્દરૂપે સમાનતા હોવા છતાં એના પ્રેરક દષ્ટિબિંદુમાં મહદ્ અંતર જણાય છે. તે તે દર્શનની ઉપર સૂચવેલી અને બીજી સિદ્ધિઓ અમુક વિષયની માત્ર દલીલ દ્વારા ઉપપત્તિ કરે છે અને વિરોધી મંતવ્યનું તર્ક કે યુક્તિથી નિરાકરણ કરે છે. વસ્તુતઃ એવી દાર્શનિક સિદ્ધિઓ મુખ્યપણે તર્ક અને યુક્તિને બળે રચાયેલી છે, પણ એની પાછળ આત્મસાધના કે આધ્યાત્મિક પરિણતિનું સમર્થ બળ ભાગ્યે જ દેખાય છે, જ્યારે પ્રસ્તુત આત્મસિદ્ધિની ભાત જ જુદી છે. એમાં શ્રી રાજચંદ્ર જે નિરૂપ્યું છે તે તેમના જીવનના ઊંડાણમાંથી અનુભવપૂર્વક આવેલું હોઈ એ માત્ર તાર્કિક ઉપપત્તિ નથી, પણ આત્માનુભવની થયેલી સિદ્ધિ-પ્રતીતિ છે, એમ મને સ્પષ્ટ લાગે છે. તેથી જ તો તેમના નિરૂપણમાં એક પણ વેણ કડવું, આવેશપૂર્ણ, પક્ષપાતી કે વિવેક વિનાનું નથી. જીવસિદ્ધિ તો શ્રીમદ્ અગાઉ કેટલાય આચાર્યોએ કરેલી અને લખેલી છે, પણ તેમાં પ્રસ્તુત “આત્મસિદ્ધિમાં છે તેવું બળ ભાગ્યે જ પ્રતીત થાય છે, અલબત્ત, એમાં યુક્તિ અને દલીલો ઢગલાબંધ છે. .
શ્રી રાજચંદ્ર “આત્મસિદ્ધિમાં મુખ્યપણે આત્માને લગતા છ મુદ્દા ચર્ચા છે : (૧) આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ, (૨) તેનું નિયત્વ-પુનર્જન્મ, (૩) કર્મકર્તૃત્વ, (૪) કર્મફળભોક્નત્વ, (૫) મોક્ષ, અને (૬) તેનો ઉપાય. આ છે મુદ્દાની ચર્ચા કરતાં તેના પ્રતિપક્ષી છ મુદ્દા ઉપર પણ ચર્ચા કરવી જ પડી છે. એ રીતે એમાં બાર મુદ્દાઓ ચર્ચાયા છે. એ ચર્ચાની ભૂમિકા એમણે એટલી બધી સબળ રીતે અને સંગત રીતે બાંધી છે, તેમ જ એનો ઉપસંહાર એટલો સહજપણે અને નમ્રપણે છતાં નિશ્ચિત વાણીથી કર્યો છે કે તે એક સુસંગત શાસ્ત્ર બની રહે છે. એની શૈલી સંવાદની છે : શિષ્યની શંકા કે પ્રશ્નો અને ગુરુએ કરેલ સમાધાન. આ સંવાદશૈલીને લીધે એ ગ્રંથ ભારેખમ અને જટિલ ન બનતાં, વિષય ગહન હોવા છતાં, સુબોધ અને રુચિપોષક બની ગયો છે.
આચારાંગ, સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન અને પ્રવચનસાર, સમયસાર જેવા પ્રાકૃત ગ્રંથોમાં જે વિચાર જુદી જુદી રીતે વીખરાયેલો દેખાય છે, ' : ગણધરવાદમાં જે વિચાર તર્કશૈલીથી સ્થપાયો છે અને આચાર્ય હરિભદ્ર કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org