________________
“હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન • ૨૩૯ સવારે ત્રણ વાગ્યાથી ઊપડવાની તૈયારીઓ થઈ રહી છે. એ ૭૭ સમાસવાળા વિસ્તૃત વર્ણનમાં એક “નોત્થાપન વ્યાકૃતિવ્યવહારિ”િ એવું પદ આવે છે. કાણેએ અને કાવેલ વ્યવહારિનું' પદનો અર્થ વ્યાપારી અથવા અધિકારી એવો કર્યો છે, પરંતુ ડૉ. અગ્રવાલની સૂક્ષ્મક્ષિકાને પ્રશ્ન થયો કે સવારે ત્રણ વાગે લશ્કર સૂતું હોય ત્યારે વ્યાપારી અને અધિકારી સૌથી પહેલાં આવે કેવી રીતે ? એ પ્રશ્નના ઉત્તરમાંથી તેમને સૂઝી આવ્યું કે
વ્યવહારિન્'નો અર્થ ઝાડૂ દેનાર જ ઘટે. સૌથી પહેલાં ઝાડૂ દેનારાઓ આવી સૂતેલ નોકરચાકરને જગાડી દે છે; અને “વ્યવહારિનું એ પદ હિન્દી શબ્દ લુહા'નું સંસ્કૃત રૂપ છે. “બુહારી'નો અર્થ હિન્દીમાં ઝાડૂકે સાવરણી થાય છે અને હિન્દીમાં સર્વત્ર ઝાડૂવાળા યા બુહારી દેનેવાલા–બુહારનેવાલા એમ વપરાય છે. શ્રી અગ્રવાલની દષ્ટિ વસ્તુસ્થિતિના મૂળને કેવી રીતે પકડે છે એનું આ એક ઉદાહરણ છે.
બાણે ભિન્ન ભિન્ન પ્રસંગે તે કાળમાં પ્રચલિત પ્રથાને અનુસરી અનેક ભાત, પોત અને જાતનાં વસ્ત્રોનું વર્ણન જુદાં જુદાં ખાસ નામોથી કરેલ છે. તે બધાં નામોનો યથાવતું અર્થ શો છે અને તેમાં વઢત્વ એ સામાન્ય તત્ત્વ હોવા છતાં કેટકેટલો અને કયા પ્રકારનો તફાવત છે એ વિગતે (પૃ. ૭૬થી) શ્રી અગ્રવાલે દર્શાવ્યું છે, જે વસ્ત્રની જાતો બનાવટો આદિના ઇતિહાસ ઉપર પુષ્કળ પ્રકાશ નાખે છે અને ભારતમાં કેટકેટલા પ્રકારની વસ્ત્રની જાતોનો અને રંગોનો વિકાસ થયો હતો તેની માહિતી પૂરી પાડે છે. સાથે જ ઈરાન, ચીન જેવા દેશોમાં બનતાં અને વપરાતાં વસ્ત્રો ભારતમાં પણ વપરાવા લાગ્યાં હતાં અને એ દેશોનો વ્યાપાર તેમ જ અવરજવરનો સંબંધ કેવો હતો એવી એવી અનેક જ્ઞાતવ્ય બાબતોનું પ્રકરણ તેઓ ઉમેરે છે, જેમાંથી અહીં તો માત્ર સ્તવરક અને બાંધણી (પૃ. ૭૩) બેનો નિર્દેશ કરીશું. સ્તવરક એ મૂળમાં ઈરાની બનાવટ છે. પહેલવી ભાષામાં સ્તવ્રફ કહેવાય છે, પણ ફારસી અને અરબીમાં તેને ઇસ્તબ્રફ કહે છે. કુરાનમાં પણ એનો ઉલ્લેખ છે. શ્રી અગ્રવાલજીએ ગુપ્તકાલીન સૂર્યની મૂર્તિઓ ઉપરના જરીના કીમતી કોટના કપડાને તથા અહિચ્છત્રાથી પ્રાપ્ત સૂર્યની તેમ જ નર્તકીની મૃમય પૂતળીઓના કોટ અને લેંઘાને એ જ સ્તવરકના બનેલ દર્શાવ્યા છે અને વરાહમિહિરે એ વેષને ઉદીચ્યવેષ તરીકે ઓળખાવ્યો છે તેની સંગતિ શ્રી અગ્રવાલે બેસાડી છે.
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org