________________
હેતુબિંદુનો પરિચય – ૧૭૫
(૩) અનેક સ્થળોમાં નવાં પાઠાંતરો તારવી શકાયાં; જે ટિબેટન ભાષાંતર ઉપરથી પ્રતિસંસ્કૃત રૂપે પ્રતિસંસ્કાર કરનાર શ્રી. પી. તારકસે તારવેલા તે તેમના જ શબ્દોમાં ફૂટનોટમાં લેવામાં આવ્યા.
(૪) આખી જ્ઞ પ્રતિમાં જ્યાં જ્યાં એકાદ અક્ષર કે પદ લુપ્ત થયેલ હતાં તે આ પ્રતિની મદદથી મળી આવ્યાં. એકંદર T પ્રતિની મદદથી આખા સંપાદન દરમિયાન અર્થબોધ કરવામાં ઘણી સરલતા પ્રાપ્ત થઈ છે.
(૫) એમ પણ બન્યું છે કે S પ્રતિની મદદથી T પ્રતિનાં પત્રોની કેટલેક સ્થળે અવ્યવસ્થા હતી તે પણ દૂર થઈ છે, અને જ્યારે ઘણે સ્થળે એમ સમજાતું હતું કે S પ્રતિની પાઠપરંપરા T ગત પાઠ કરતાં મૂળ લેખની વધારે નજીક છે. એ જુદું કહેવાની જરૂર નથી કે ટિબેટન ભાષાંતરકારો એટલી બધી ચોકસાઈથી પોતાનું કામ કરતા કે તેમના ભાષાંતરમાં નવી ભૂલ ન ઉમેરાતી, જો મૂળમાં ભૂલ હોય તો તે ભાષાંતરમાં આવતી જ. એટલે ભાષાંતરકારો અર્થજ્ઞ હોય તે કરતાં ભાષાશ વધારે હતા. જો એ ભાષાંતરકારો પૂર્ણપણે વિષયના જ્ઞાતા હોત તો દેખીતી રીતે ભૂલભરેલા આદર્શગત પાઠનું યથાર્થ ભાષાંતર કરી તેમાં આદર્શ પાઠની ભૂલ ન આણત.
૧
૧
૩. N પ્રતિ : આ પ્રતિ હેતુબિંદુટીકાની ‘આલોક' સંજ્ઞક અનુટીકાની છે. એની પૂરી નકલ નેપાળના રાજગુરુ પં. શ્રીહેમરાજ પાસેથી ત્રિપિટકાચાર્ય શ્રી રાહુલ સાંકૃત્યાયન દ્વારા પ્રાપ્ત થયેલી. તે પ્રતિ સાવ ત્રુટિત પ્રતિ ઉપરથી થયેલી નકલ છે. તે પ્રતિ કાગળ ઉપર લખાયેલી છે. તેનાં પત્રોની પહોળાઈ ઇંચ, લંબાઈ ઈંચ અને પત્રસંખ્યા ૮૧ છે. પત્રો બધાં જ અસ્તવ્યસ્ત હતાં. જો આગળ જતાં P પ્રતિની મદદ મળી ન હોત તો આ પ્રતિનો કશો જ ઉપયોગ કરી શકાત નહિ, અને પત્રસંખ્યા, જે અમે પાછળથી વ્યવસ્થિત કરી તે પણ અત્યંત મુશ્કેલ હતું. આ પ્રતિ સાવ ત્રુટિત અને અશુદ્ધ હોવા છતાં તેણે P પ્રતિ વાંચવામાં એટલી બધી મદદ કરી છે કે તેને લીધે તેનું ત્રુટિતપણું જરાય સાલતું નથી. અહીં એ પણ કહેવું જોઈએ કે જો આ પ્રતિ ન હોત તો અમારે માટે P પ્રતિનો ઉપયોગ કરવાનું કામ પણ કદાચ જતું કરવું પડત અને અત્યારે જે રૂપમાં આદર્શ અનુટીકા છપાઈ છે તે રૂપમાં કદી સુલભ ન થાત.
૪. P પ્રતિ : આ પટણામાંની બિહાર એન્ડ ઓરિસા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંગ્રહમાં રહેલા ટિબેટથી મૂળ સંસ્કૃત ગ્રંથોના લાવવામાં આવેલા ફોટાઓમાં રહેલ હેતુબિંદુટીકાલોકના ફોટા ઉપરથી ફરી લીધેલ ફોટા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org