________________
હેતુબિંદુનો પરિચય ૦ ૧૯૫
આચાર્યનો નામપૂર્વક નિર્દેશ કર્યો લાગતો નથી. એણે પોતાના ગ્રંથો પૈકી પ્રમાણવિનિશ્ચયનો જ નામપૂર્વક ઉલ્લેખ કર્યો છે. હેતુબિંદુમાં ચર્ચાયેલો વિષય મુખ્યપણે સ્વાર્થાનુમાન સાથે સંબંધ ધરાવે છે, એટલે હેતુબિંદુ-પ્રકરણને સ્વાર્થનુમાનનું એક પ્રકરણ કહી શકાય. ધર્મકીર્તિએ ન્યાયબિંદુમાં સ્વાર્થનુમાન અને પરાનુમાન બન્નેનું નિરૂપણ કર્યું છે. પ્રમાણવાર્તિકમાં પણ બન્નેનું નિરૂપણ છે. એ કહેવું કઠણ છે કે તેણે આ ત્રણ પૈકી કયા ગ્રંથની રચના પ્રથમ કરી, પણ વધારે સંભવ એવો છે કે પહેલાં પ્રકરણો રચ્યાં હોય અને પછી તે બધાંનું સંકલન કરી અને બીજા નવા વિષયો તેમ જ વિચારો ઉમેરી પ્રાણવાર્તિક જેવો આકરગ્રંથ રચ્યો હોય. ધર્મકીર્તિએ પોતાના ઉપર્યુક્ત ત્રણ ગ્રંથોમાં હેતુના પ્રકારોનો વર્ણનક્રમ એકસરખો રાખ્યો નથી. ન્યાયબિંદુમાં અનુપલબ્ધિ, સ્વભાવ અને કાર્ય એવો ક્રમ છે; પ્રમાણવાર્તિકમાં કાર્ય, સ્વભાવ અને અનુપલબ્ધિ એ ક્રમ છે, જ્યારે હેતુબિંદુમાં સ્વભાવ, કાર્ય અને અનુપલબ્ધિ એવો ક્રમ છે. તેથી એકંદર હેતુબિંદુપ્રકરણના મુખ્ય વિષયની દૃષ્ટિએ ચાર ભાગ પડે છે. એ ચારેય ભાગમાં બીજા અનેક વિષયો અને અનેક દાર્શનિક-તાર્કિક પરિભાષાઓની ચર્ચા છે, જેનો ખ્યાલ વાચક વિષયાનુક્રમ ઉપરથી કરી શકશે.
‘હેતુ’ શબ્દ પ્રાચીન ગ્રંથોમાં સામાન્ય પ્રમાણના અર્થમાં પણ આવે છે અને ઘણી વાર ન્યાયના પર્યાય તરીકે પણ વપરાય છે; જેમકે હેતુવિદ્યા=ન્યાયવિદ્યા, તર્કવિદ્યા, આન્વીક્ષિકી. પણ પ્રસ્તુત ગ્રંથના નામમાં વપરાયેલ ‘હેતુ’ શબ્દ અનુમાનના અન્યતમ અંગભૂત સાધનનો જ બોધક છે. તેની સાથે સમાસ પામેલ ‘બિંદુ' શબ્દ સૂચવે છે કે પ્રસ્તુત પ્રકરણ એ તો હેતુવિષયક વિચાર, કે જે વસ્તુતઃ મહોદધિ જેવો અપાર અને અગાધ છે, તેનું એક બિંદુમાત્ર હોઈ તેમાં એ વિશે ઓછામાં ઓછો વિચાર છે. બીજી રીતે કદાચ ‘બિંદુ' શબ્દથી ધર્મકીર્તિ પોતાના આકરગ્રંથ પ્રમાણવાર્તિકગત હેતુવિષયક વિસ્તૃત વિચારનો હેતુબિંદુપ્રકરણમાં અંશમાત્ર છે એમ પણ સૂચવતો હોય. ગમે તે હો, એટલું તો અસંદિગ્ધ છે કે ધર્મકીર્તિએ પ્રસ્તુત પ્રકરણમાં હેતુ વિશેના પોતાનાં મંતવ્યો તદ્દન સ્પષ્ટપણે રજૂ કર્યાં છે, કે જે મંતવ્યો બૌદ્ધપરંપરાની વિચારસરણી સાથે બંધબેસતાં હોઈ તેમ જ વધારે તર્કશુદ્ધ હોઈ આગળના બૌદ્ધ તર્કશાસ્ત્રમાં એકસરખી રીતે પ્રતિષ્ઠા પામ્યાં છે અને મોટે ભાગે બીજા વિરોધી વિચારોનું સ્થાન બૌદ્ધપરંપરામાં ધર્મકીર્તિ બાદ રહ્યું જ નથી. ખરી રીતે દિનાાગે જે પ્રભાવ તર્કશાસ્ત્રમાં પાડેલો તેનું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org