________________
હેતુબિંદુનો પરિચય ૦ ૧૯૩ અને તેને આશરી ચીની ભાષામાં ભાષાંતરનું કામ પણ શરૂ થઈ ગયું હતું. ભારતીય અને અભારતીય વિદ્વાનોએ મળી બૌદ્ધ વાડ્મયને લગતી જે પ્રવૃત્તિ કરે છે તેના ચાર ભાગ પાડી શકાય : ૧. ભાષાંતર, ૨. વ્યાખ્યાઓ અને ટીકાટિપ્પણો, ૩. એક જ વિદ્વાન દ્વારા આકર ગ્રંથોનું તેમ જ તેમાં પ્રવેશ કરાવનાર એકાદ મુદ્દા ઉપરનાં નાનાં નાનાં પ્રકરણોનું નવું પ્રણયન, ૪. અન્યના આકર ગ્રંથો કે પ્રકરણો ઉપરથી માત્ર પ્રવેશક જિજ્ઞાસુને ઉપયોગી થાય તેવાં નાનાં નાનાં પ્રકરણોની નવી નવી રચના.
ત્રીજા વિભાગની પ્રવૃત્તિના ઉદાહરણ તરીકે નાગાર્જુનનો મધ્યમકકારિકા ગ્રંથ અને તેમાં પ્રવેશ કરવા માટે ઉપયોગી થાય તેવું વિગ્રહવ્યાવર્તિની પ્રકરણ સૂચવી શકાય. દિનાાગે પોતે જ પ્રમાણસમુચ્ચયના પ્રારંભમાં (કા. ૧ અને વૃત્તિ) સૂચવ્યું છે કે તેણે છૂટાં છૂટાં પ્રકરણો રચ્યાં અને પછી તે પ્રમાણસમુચ્ચય નામક આકરગ્રંથ રચે છે. દિનાગની પ્રવૃત્તિનું જ જાણે અનુકરણ ન કરતો હોય તેમ તેના પછી લગભગ ૧૫૦ વર્ષે થયેલ ધર્મકીર્તિ પ્રમાણવાર્તિક જેવા આકરગ્રંથ અને ન્યાયબિંદુ, વાદન્યાય આદિ જેવાં પ્રકરણો રચે છે. દિનાગ સુધીમાં જે પ્રમાણવિદ્યા અને ન્યાયવિદ્યાનો બૌદ્ધપરંપરાએ વિકાસ કર્યો હતો તેમાં ધર્મકીર્તિના સમય સુધીમાં ઘણો ઉમેરો પણ થયો હતો. ધર્મકીર્તિની સમ્રગ વાડ્મયપ્રવૃત્તિ પ્રમાણ અને ન્યાયવિદ્યાને કેન્દ્રમાં રાખીને જ થયેલી હોય એમ લાગે છે. પ્રમાણવાર્તિક તો દિનાગના પ્રમાણસમુચ્ચયની કારિકાબદ્ધ આકરવ્યાખ્યા છે, પણ ન્યાયબિંદુ અને હેતુબિંદુ જેવાં પ્રકરણોનું સ્વરૂપ જુદું છે. ન્યાયબિંદુ ગદ્યમાં છે, જ્યારે હેતુબિંદુ વાદન્યાયની જેમ પ્રારંભિક એક કારિકાનું વિસ્તૃત ગદ્ય વિવરણ છે. જેમ ન્યાયપ્રવેશમાં પ્રારંભિક સંગ્રહકારિકા આગળનાં બધાં વક્તવ્યનો સંક્ષિપ્ત સંગ્રહ છે, તેમ જ હેતુબિંદુની પ્રથમ કારિકા આગળના સમગ્ર વક્તવ્યનો અતિસંક્ષિપ્ત સંગ્રહ છે. પ્રમાણસમુચ્ચયની વ્યાખ્યા હોવાથી ધર્મકીર્તિ પોતાના આકરગ્રંથનું પ્રમાણવાર્તિક એવું નામ રાખે તે તો સમજી શકાય, પણ પોતાનાં લઘુપ્રકરણોનાં ન્યાયબિંદુ, હેતુબિંદુ, વાદન્યાય આદિ જેવાં જે નામો રાખ્યાં છે તેમાં પણ વિચાર અને સાહિત્યની પૂર્વપરંપરાનું પ્રતિબિંબ સ્પષ્ટપણે દેખાય છે. દિનાગે પોતાનાં પ્રકરણોમાં ન્યાયમુખ (ન્યાયદ્વાર), હેતુમુખ, હેતુચક્ર જેવાં નામો રાખેલાં; શંકરસ્વામીએ ન્યાયપ્રવેશ એવું નામ પસંદ કરેલું; જ્યારે ધર્મકીર્તિ તેવા જ વિષયનાં પ્રકરણો માટે ન્યાયબિંદુ, હેતુબિંદુ જેવાં નામો પસંદ કરે છે. માત્ર નામકરણ અને રચનામાં જ પૂર્વપરંપરાનો વારસો
For Private & Personal Use Only
*www.jainelibrary.org
Jain Education International