________________
૨૨૪ ૦ અનેકાન્ત ચિંતન
सोऽहं प्राप्य मनुष्यत्वं, ससद्धर्ममहोत्सवम् ।
महार्णवयुगच्छिद्रकूर्मग्रीवार्पणोपमम् ॥५॥ - આ ઉક્તિમાં જે ધૂસરાના છેદમાં કાચબાની ડોક પરોવાઈ જવાનો દાખલો આપી માનવજીવનની દુર્લભતા સૂચવી છે તે દાખલો બૌદ્ધ ગ્રંથ સૂત્રાલંકારમાં તો છે જ, પણ આ દાખલો પાલિ મઝિમનિકાયમાં પણ છે. પરંતુ જૈન ગ્રંથોમાં તો આનાં દસ દષ્ટાંતો પહેલેથી જ પ્રસિદ્ધ છે. ઉત્તરાધ્યયનની નિયુક્તિ, જે પાંચમી શતાબ્દીથી અર્વાચીન નથી જ, તેમાં એ દસે દષ્ટાંત ની યાદી છે. આ યાદી જૂની પરંપરાનો સંગ્રહ માત્ર છે. એ પરંપરા કેટલી જૂની છે તે નક્કી કરવું સરલ નથી, પણ બૌદ્ધ ને જૈન પરંપરામાં જે આવા દાખલાઓનું સામ્ય દેખાય છે તે ઉપરથી એટલું તો નક્કી જ છે કે ઉપદેશકો અને વિદ્વાનો આ દેશમાં જ્યાં ત્યાં માનવજીવનની દુર્લભતા સમજાવવા આવાં દૃષ્ટાંતો યોજી કાઢતા અને તે દ્વારા સાધારણ લોકોમાં આવાં દૃષ્ટાંતો રમતાં થઈ જતાં. એક વાર કોઈએ એક દષ્ટાંત રચ્યું કે પછી તો તે ઉપરથી બીજાઓ તેના જેવાં નવનવ દષ્ટાંતો રચી કાઢતા. જૈન પરંપરામાં આજ લગી માત્ર તેવાં દસ દષ્ટાંતો જ જાણીતાં છે, અને તેનો ઉપયોગ ધાર્મિક પ્રદેશમાં બહુ થાય છે. માતૃચેટે કૂર્મગ્રીવા શબ્દ વાપરી કાચબાની ડોક સૂચવી છે, જ્યારે જૈન ગ્રંથોમાં “સમીલા” શબ્દ વપરાયેલો છે, જેનો અર્થ છે સાંબેલું અર્થાત્ એક નાનકડો લાકડાનો લાંબોશો ટુકડો. યુગચ્છિદ્ર શબ્દ બને પરંપરાઓના વાડ્મયમાં સમાન છે. ભાવ એવો છે કે મહાન સમુદ્રને એક છેડે ઘૂસણું તરતું મૂકવામાં આવે અને તદ્દન બીજે છેડે એક નાનકડો પાતળો ઠંડીકો. એ બે ક્યારેક અથડાય એ સંભવ જ પહેલાં તો ઓછો અને બહુ લાંબે કાળે તરંગીને કારણે અતિ વિશાળ સમુદ્રમાં પણ કયારેક ધૂંસરું અને એ લાકડું એકબીજાને અડકી જાય તોય ઘૂસરાના કાણામાં એ દંડકાનું પરોવાવું અતિદુઃસંભવ છે. છતાંય દુર્ઘટના ઘટનપટીયસી વિધિલીલા જેમ એ લાકડાને એ છેદમાં ક્યારેક પરોવી દે તેમ આ સંસારભ્રમણમાં માનવયોનિ એટલે લાંબે ગાળે અને તેટલી જ મુશ્કેલીથી સંભવે છે. માતૃચેટે કાણામાં દંડીકાને બદલે કાચબાની ડોક પરોવાવાની વાત
૧. જુઓ, બાલપંડિત સુત્ત. ૨. જુઓ, ચતુરંગીયાધ્યાયન, ગાથા ૧૬૦ અને તેની “વફ' ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org