________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યદ્ધશતક - ૨૨૫ કહી છે તેનો ભાવ પણ એ જ છે. બાકીનાં નવ દષ્ટાંતો પણ એ જ ભાવ ઉપર ઘડાયેલાં છે.
માતૃચેટે સ્વયમ્ભવે નમર્તડતુ (ગ્લો. ૮) શબ્દથી બુદ્ધને નમસ્કાર કર્યો છે. અહીં વિચારવાનું એ પ્રાપ્ત છે કે સ્વયંભૂ શબ્દ બ્રાહ્મણ પરંપરા અને તેમાંય ખાસ પૌરાણિક પરંપરાનો છે. તેનો અર્થ તે પરંપરામાં એવો છે કે જે વિષ્ણુના નાભિકમળમાંથી માતાપિતા સિવાય જ આપમેળે જન્મ્યો તે બ્રહ્મા–કમલયોનિજ સ્વયંભૂ, બૌદ્ધ અને જૈન પરંપરા આવી કમળમાંથી સ્વયં જન્મની કલ્પનાને માનતી જ નથી. અલબત્ત, એ બને પરંપરામાં સવંસવુદ્ધ અને સન્માનવુદ્ધ જેવા શબ્દો છે, પણ તે શબ્દોનો અર્થ, “આપમેળે જ્ઞાનપ્રાપ્તિ' એટલો જ છે, નહિ કે આપમેળે જનમવું તે. છેક પ્રાચીન બૌદ્ધ અને જૈન વાડ્મયમાં પોતપોતાના અભિમત તીર્થકરો વાસ્તે તેઓએ જિન, સુગત, તીર્થકર, સ્વયંસંબુદ્ધ આદિ જેવાં વિશેષણો વાપર્યા છે. તેમાં કયાંય બ્રાહ્મણ અને પૌરાણિક પરંપરાના અભિમત દેવા માટે તે પરંપરામાં વપરાયેલ ખાસ સ્વયંભૂ, વિષ્ણુ, શિવ આદિ વિશેષણો દેખાતાં નથી. તે જ રીતે બૌદ્ધ અને જૈન પરંપરામાં પ્રસિદ્ધ એવાં જિન, સુગત, અહંનું આદિ વિશેષણો બ્રાહ્મણપરંપરાના પ્રાચીન ગ્રંથોમાં ક્યાંય દેખાતાં નથી. સામાન્ય રીતે બ્રાહ્મણ અને શ્રમણપરંપરાનો આ શબ્દભેદ જૂનો છે. તેથી બૌદ્ધો કે જૈનો બ્રહ્મના વાચક સ્વયંભૂ શબ્દને બુદ્ધ કે જિનમાં ન વાપરે એ સ્વાભાવિક છે.
પૌરાણિક પરંપરામાં સ્વયંભૂનું સ્થાન જાણીતું છે. પાછલા વખતમાં વિષ્ણુ અને શિવની પૂજાપ્રતિષ્ઠા વિશેષ વધી તે પહેલાં ક્યારેક બ્રહ્માની પ્રસિદ્ધિ અને પૂજા વિશેષ હતાં. ક્યારેક સ્વયંભૂ સૃષ્ટિના કર્તા દેવ તરીકે પ્રસિદ્ધ હતો અને આ લોક સ્વયંભૂત મનાતો, જેનો ઉલ્લેખ સૂત્રકૃતાંગ જેવા પ્રાચીન ગ્રંથમાં મળે છે. બૌદ્ધ કે જૈનો જગતને કોઈનું રચેલું ન માનતા હોવાથી તેઓ સૃષ્ટિકર્તા સ્વયંભૂને ન માને અને તેથી એ પૌરાણિક સ્વયંભૂ શબ્દને પોતાના અભિમત સુગત કે જિન વાસ્તે ન વાપરે એ સ્વાભાવિક છે. તેમ છતાં તેઓ એ પૌરાણિક કલ્પનાને નિર્મળ અને નિર્યુક્તિક સૂચવવા પોતાના દેવો વાતે સ્વયંસંબુદ્ધ શબ્દ વાપરી એમ સૂચવતા કે આપમેળે જન્મ સંભવ નથી, પણ આપમેળે જ્ઞાન તો સંભવે છે. માન્યતાની આ પરંપરાનો
.
.
૧. પ્રથમ શ્રુતસ્કંધ ૧, ૩, ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org