________________
‘હર્ષચરિત’ના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન ૦ ૨૩૧
સાંસ્કૃતિક અંગો ઉપર જે પ્રકાશ નાખ્યો છે તે કેવળ બાણના પૂર્ણ સાંસ્કૃતિક અધ્યયનનું જ દ્વાર નથી ઉઘાડતો, પણ બાણના પૂર્વકાલીન વાલ્મીકિ, ભાસ, અશ્વઘોષ, કાલિદાસ, સુબંધુ આદિ મહાન્ કવિઓના એવા જ અધ્યયનનું દ્વાર ઉઘાડવાની ચાવી બને છે; અને બાણના સમકાલીન કે ઉત્તરકાલીન અન્ય મહાકવિઓના વિશિષ્ટ સાંસ્કૃતિક અધ્યયનની ભૂમિકા પૂરી પાડે છે. આ દૃષ્ટિએ જોતાં હર્ષચરિતનું પ્રસ્તુત, અધ્યયન માનવીય સંસ્કૃતિને, તેમાંય ખાસ કરી ભારતીય સંસ્કૃતિને, ઉકેલવાની આંખ અર્પે છે. એ કેવી રીતે આંખ અર્પે છે તેના કેટલાક દાખલાઓ અહીં પ્રસ્તુત પુસ્તકમાંથી ટાંકવા વિશેષ રસપ્રદ થઈ પડશે.
ડૉ. અગ્રવાલે જે એક સ્વાનુભવ રજૂ કર્યો છે અને જે સર્વાંશે સત્ય છે તે એ છે કે બાણના અજ્ઞાત અને અસ્ફુટ અર્થોને યથાવત્ સમજવાની ચાવી ભારતીય કલાની પ્રાપ્ત સામગ્રીમાંથી તેમને મળી છે. એ જ રીતે એમનો એ અનુભવ પણ તદ્દન સાચો છે કે કાવ્ય અને કળાઓ એ બન્ને એકબીજાનો અર્થ યા ભાવ સ્ફુટ કરે છે. કાવ્યનો ગૂઢ અર્થ ચિત્ર, શિલ્પ અને સ્થાપત્યના નમૂનાઓથી ઘણી વાર બહુ જ સ્પષ્ટપણે ઉકેલાય છે, તો કેટલીક વાર એવી કળાઓનો ભાવ સમજવામાં કાવ્યનું વિશદ વર્ણન પણ મદદગાર બને છે. કાવ્ય હોય કે કળાઓ, છેવટે એ બધું લોકજીવનમાંથી જ ઉદ્ભવે છે અને એમાં જીવનનાં જ સત્યો પ્રતિબિંબિત થાય છે. સાચો કવિ અને સાચો કળાકાર પોતે પોતાની કૃતિઓમાં જીવનનાં જ પાસાંઓ પોતાની કલ્પનાશક્તિ પ્રમાણે આલેખે છે. એટલે કવિએ પોતાના કાવ્યમાં જે જીવન શબ્દબદ્ધ કર્યું હોય તે જ જીવન ચિત્રકાર પોતાનાં ચિત્રોમાં, શિલ્પકાર પાષાણ ધાતુ આદિ ઉપરનાં પોતાનાં શિલ્પોમાં, સ્થપતિ પોતાના ભવનનિર્માણમાં——એમ વિવિધ રીતે અંકિત કરે છે. કાલિદાસ અને બાણ વગેરે કવિઓએ જીવનમાંથી જે સમૃદ્ધિ પોતપોતાનાં કાવ્યોમાં કવિકૌશલથી વર્ણવી છે તે જ સમૃદ્ધિ તક્ષશિલા, અજંતા વગેરેના કલાકારોએ પોતપોતાની કળામાં મૂર્ત કરી છે. તેથી જ શ્રીયુત અગ્રવાલને બાણના અનેક અજ્ઞાત અને અસ્ફુટ અભિપ્રાયો સ્ફુટપણે દર્શાવવામાં તે તે કાળના ઊંડા અભ્યાસે કીમતી મદદ આપી છે. આ મુદ્દાને સમજવા અર્થે જ તેમનાં લખાણોમાંથી, ઉપર સૂચવ્યા મુજબ, કેટલાક દાખલાઓ અત્રે આપ્યા છે.
પાંચમા ઉચ્છ્વાસમાં વર્ણન છે કે રાજમહિષી યશોમતી જ્યારે એના પતિ પ્રભાકરવર્ધનનો મરણકાળ નિશ્ચિત જુએ છે ત્યારે તે અનુમરણ-સતી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org