________________
૨૧૬ ૦ અનેકાન્ત ચિંતન સાથે સરખાવીએ છીએ ત્યારે ઈ-સિંગના અનુકરણવિષયક કથન વિશે જરા પણ સંદેહ રહેતો નથી. “વીતરાગસ્તોત્ર'ના શ્લોકો ૧૮૭ છે. એટલે તે સંખ્યાની દૃષ્ટિએ અધ્યદ્ધશતકથી બહુ દૂર છે. અધ્યદ્ધશતકના તેર વિભાગો છે, જયારે વીતરાગસ્તોત્રના વીશ. પણ હેમચંદ્ર “વીતરાગસ્તોત્ર' કુમારપાલ ભૂપાલને ઉદ્દેશી લખ્યું છે. માતૃચેટનો કનિષ્ક સાથેનો સંબંધ જોતાં એમ થઈ આવે છે કે શું માતૃચેટે પણ સમ્રાટ કનિષ્કને ઉદ્દેશી અધ્યદ્ધશતક જેવાં સ્તોત્રો રચ્યાં ન હોય ? હેમચંદ્ર કુમારપાલ પાસે શિકાર છોડાવ્યો અને વન્ય પ્રાણીઓને તેને હાથે અભયદાન દેવડાવ્યું એ અમારિ ઘોષણાની વાત ઇતિહાસવિદિત છે. માતૃચેટે સમ્રાટ કનિષ્કને લખેલા પત્રમાં પણ છેવટે વન્ય પ્રાણીઓને અભયદાન દેવાની અને શિકાર છોડવાની વિનંતી છે. આ સાદશ્ય ભલે એક-બીજાના ગ્રંથાનુકરણ રૂપે ન હોય, તોય એમાં ધાર્મિક પરંપરાની સમાનતાનો પડઘો સ્પષ્ટ છે જ. ગમે તેમ હોય, પણ અધ્યદ્ધશતક અને વીતરાગસ્તોત્ર એ બન્નેનો પુનઃ પુનઃ પાઠ કરતાં મન ઉપર એવી છાપ તો પડે જ છે કે, હોય ન હોય પણ, હેમચંદ્ર સામે અધ્યદ્ધશતક કે બીજાં તેવાં જ સ્તોત્રો અવશ્ય હતાં. હેમચંદ્રનું બહુશ્રુતત્વ અને સર્વતોમુખી અવલોકન અને તેનો ગ્રંથસંગ્રહરસ જોતાં એ કલ્પના સાવ નિર્મળ ભાગ્યે જ કહી શકાય. બીજા કોઈની સ્તુતિ કરતાં હેમચંદ્રના વીતરાગસ્તોત્ર સાથે અધ્યદ્ધશતકનો કેટલો વધારે બિંબ-પ્રતિબિંબભાવ છે એ જાણવું બહુ રસપ્રદ હોઈ તેની ટૂંકમાં સરખામણી કરવી અનેક દૃષ્ટિએ ઉપયોગી છે.
માતૃચેટે બીજા કોઈમાં દોષનું અસ્તિત્વ બતાવ્યા સિવાય જ બુદ્ધને સ્તવતાં કહ્યું છે કે, જેનામાં કોઈ પણ દોષ છે જ નહિ અને જેનામાં સમગ્ર ગુણો જ છે તેને જ શરણે જવું, તેની જ સ્તુતિ કરવી, તેની જ ઉપાસના કરવી અને તેની જ આજ્ઞામાં રહેવું વાજબી છે—જો બુદ્ધિ હોય તો.'
આ જ ભાવ હેમચંદ્ર સહેજ શૈલીભેદે વર્ણવ્યો છે. બીજામાં સંપૂર્ણ દોષો છે, જ્યારે તમ વીતરાગમાં બધા ગુણો જ છે. નાથ તરીકે તારો આશ્રય લઈએ છીએ, તને જ સ્તવીએ છીએ, તારી જ ઉપાસના કરીએ છીએ, તારા
૧. અધ્ય–સર્વા સર્વથા સર્વે પણ રોષ ન ત ર ા
सर्वे सर्वाभिसारेण यत्र चावस्थिता गुणाः ॥१॥ तमेव शरणे गन्तुं तं स्तोतुं तमुपासितुम् । तस्यैव शासने स्थातुं न्याय्यं यद्यस्ति चेतना ॥२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org