________________
હેતુબિંદુનો પરિચય - ૧૯૭ ઉપરથી એ નક્કી થાય છે કે તે પદ્યો તેનાં પોતાનાં જ છે. આ સિવાય અર્ચટે અનેક સ્થળે અન્યકૃત પઘો ઉદ્ધૃત કર્યાં છે. તેમાં દિફ્નાગ, ભર્તૃહરિ, કુમારેલ અને ધર્મકીર્તિ મુખ્ય છે. (જુઓ પરિશિષ્ટ નં. ૩)
અર્ચટ હેતુબિંદુ મૂળના પ્રત્યેક પદનો અર્થ કરે છે. એટલે સુધી કે તે કેટલીક વાર = અને તુ જેવાં અવ્યય પદોના પ્રયોગનું પણ તાત્પર્ય દર્શાવે છે. તે પદોના શબ્દાર્થને જ દર્શાવવામાં કૃતાર્થતા ન માનતાં તેના રહસ્યનું પૂર્ણપણે વિસ્તૃત વિવરણ કરે છે. તે પોતે શરૂઆતમાં કહે છે તેમ તેણે ધર્મકીર્તિની સમગ્ર ઉક્તિઓનું ચર્વિતચર્વણ તો કર્યું જ છે, પણ તે ઉપરાંત ધર્મકીર્તિએ પોતે જે જે બૌદ્ધ ને બૌદ્વેતર વાડ્મય પચાવ્યું છે તે પણ તેણે યથાવત્ અવગાહ્યું છે. આ વસ્તુની પૂર્ણ પ્રતીતિ તેનું વિવરણ કરાવે છે. જ્યાં જ્યાં ધર્મકીર્તિએ વિશેષ નામ સિવાય જ વિત્, અન્ય, અરે જેવાં સર્વનામો વાપી મતાંતરોનો નિર્દેશ કરી સમાલોચના કરી છે ત્યાં અર્ચટ એ મતાંતરો જેનાં જેનાં હોય તેનો નામપૂર્વક નિર્દેશ પણ કરે છે અને એ મતાંતરોવાળાં સ્થળો પણ સૂચવે છે. દાર્શનિક અને તાર્કિક વિચારધારાઓનું વિશાળ અને ઊંડું અવગાહન અર્ચટને એટલું બધું છે કે તે જ્યારે કોઈ પણ મુદ્દાની ચર્ચામાં પૂર્વપક્ષ રચે છે અને તેનો બૌદ્ધ તેમ જ ધર્મકીર્તિની દૃષ્ટિએ જવાબ આપે છે ત્યારે આપણી સામે સર્વતંત્રસ્વતંત્ર વાચસ્પતિ મિશ્રનું લખાણ ઉપસ્થિત હોય એમ ઘડીભર લાગે છે.
ધર્મકીર્તિના સમય સુધીના દાર્શનિક વાડ્મય ઉપરાંત તેણે પોતાના અને ધર્મકીર્તિના ગાળા દરમિયાન રચાયેલ પ્રસિદ્ધ તાર્કિક વાડ્મય પણ અવગાડ્યું હોય એમ લાગે છે. ખાસ કરીને ધર્મકીર્તિનાં મંતવ્યોથી વિરુદ્ધ જતું હોય એવું ધર્મકીર્તિના ઉત્તરવર્તી પ્રસિદ્ધ વિદ્વાનનું કોઈ લખાણ હોય તો તેની સમાલોચના તે કરે છે અને ધર્મકીર્તિનાં મંતવ્યોને દૃઢ કરે છે. દાખલા તરીકે ધર્મકીર્તિ પછી જૈન આચાર્ય સમંતભદ્ર એક વસ્તુનું એકાનેકસ્વભાવપણું સ્થાપે છે જે ધર્મકીર્તિના એકસ્વભાવત્વના સિદ્ધાંતની વિરુદ્ધ પડે છે. તેથી અર્ચટ સ્વામી સમંતભદ્રની પ્રસિદ્ધ એક કારિકાનો અંશેઅંશ લઈ તેનું વિસ્તૃત નિરસન કરે છે. (હેતુબિંદુટીકા રૃ. ૧૦૫, પં. ૧૫)
૩. હેતુબિંદુટીકાલોક
શરૂઆતનાં બે અને અંતનાં ચાર પદ્યોને બાદ કરતાં દુર્વેકની સમગ્ર વ્યાખ્યા ગદ્યાત્મક છે; અલબત્ત, એણે વચ્ચે વચ્ચે અન્યકૃત અનેક પદ્યો અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org