________________
હેતુબિંદુનો પરિચય - ૧૯૯ સાહચર્યનિયમ, અવ્યભિચારનિયમ, અવિનાભાવનિયમ, અન્યથાનુપપત્તિ એ બધા વ્યાપ્તિના પર્યાય છે, જેમાંથી અન્યથાનુપપત્તિ શબ્દ જૈનપરંપરામાં વિશેષ પ્રસિદ્ધ છે. અનુમાનને પ્રમાણ માનનાર હરકોઈ વ્યાપ્તિ સ્વીકારીને જ ચાલે છે, અને તે જેમાં જેમાં સાધ્યની વ્યાપ્તિ માનતો હોય તે બધાને સત કહે છે. આ તત્ત્વ સર્વ અનુમાનવાદીઓને સમાન છે, તેમ છતાં વ્યાપ્તિના નિયામક તત્ત્વ વિશે મતભેદ છે. ન્યાય, વૈશેષિક, જૈન આદિ તાર્કિકો સાધ્ય અને હેતુ વચ્ચે સાહચર્યનિયમ કે અવ્યભિચારનિયમના નિયામક તરીકે સંબંધોની મર્યાદા આંકતા નથી; જયાં જે સંબંધ હોય તે સંબંધ માનીને ચાલે છે. એટલે તેમને મતે સંયોગ, એકાર્યસમવાય વગેરે અનેક સંબંધો વ્યાપ્તિના નિયામક બની શકે છે, પણ બૌદ્ધપરંપરા એમ ન માનતાં માત્ર તાદામ્ય અને કાર્યકારણભાવ એ બે સંબંધોને જ વ્યાપ્તિના નિયામક માને છે. બૌદ્ધપરંપરાનુસાર અન્ય પરંપરાસંમત વધારાના બધા જ સંબંધો ઉક્ત બે સંબંધમાં જ સમાઈ જાય છે. દિનાગ પહેલાં બૌદ્ધપરંપરામાં આ માન્યતા સ્પષ્ટ થઈ હશે કે નહિ તે અજ્ઞાત છે, કારણ કે યોગચર્યાભૂમિશાસ્ત્રમાં જે જે અનુમાનના પ્રકારો આપ્યા છે તે ઉપરથી મૈત્રેયનાથ બે જ સંબંધ માનતો હોય તેમ લાગતું નથી (જુઓ Docrines of Maitrayanath and Asanga, p. 67), પણ દિનાગથી માંડી આગળના બધા જ બૌદ્ધ તાર્કિકોએ એ બે સંબંધને જ વ્યાપ્તિનિયામક તરીકે માની તેમાં બાકીના બધા સંબંધો ઘટાવ્યા છે. બૌદ્ધપરંપરાની આ માન્યતા સામે ન્યાય-વૈશેષિક-મીમાંસક-જૈન આદિ પરંપરાઓ પોતપોતાના મંતવ્યો રજૂ કરી દર્શાવે છે કે હેતુસાધ્યના તાદાત્મસંબંધ તેમ જ કાર્યકારણસંબંધ ઉપરાંત સહચાર અને ક્રમ પણ વ્યાપ્તિના નિયામક બને છે. આ વિરોધી માન્યતાનું હતુબિંદુમાં વિસ્તારથી અને સચોટપણે ખંડન કરવામાં આવ્યું છે.
શિંશપાત્વ જેવા વિશેષથી વૃક્ષત્વ જેવા સામાન્યનું અનુમાન થતું હોય ત્યાં તાદાભ્યસંબંધ અને ધૂમ જેવા કાર્યથી વહ્નિ જેવા કારણનું અનુમાન થતું હોય ત્યાં કાર્યકારણભાવસંબંધ દર્શાવવામાં આવ્યો છે. કોઈ ફળમાં રૂપવિશેષથી રસવિશેષનું અનુમાન કરે છે, ત્યાં બૌદ્ધતર પરંપરાઓ સાહચર્યસંબંધ માની વ્યાપ્તિ ઘટાવે છે, અને કૃત્તિકાનો ઉદય જોઈ શકટ નક્ષત્રના ઉદયનું અનુમાન કરવામાં તેઓ ક્રમસંબંધ માની વ્યાપ્તિ ઘટાવે છે. આવાં બધાં જ સ્થળોએ દિનાગ અને તેનો અનુયાયી ધર્મકીર્તિ તાદાભ્ય અગર તદુત્પત્તિ ઘટાવી દે છે. તે એટલે સુધી કે અનુપલંભ હેતુ દ્વારા પ્રતિષેધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org