Book Title: Anekanta Chintan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 187
________________ ૧૭૮ · અનેકાન્ત ચિંતન રિ] ગ્રંથકારો ૧. ધર્મકીર્તિ પ્રસ્તુત સંસ્કરણમાં મૂળ ગ્રંથ હેતુબિંદુ છે. તેનો કર્તા છે ધર્મકીર્તિ. ધર્મકીર્તિનું જીવન કોઈ ભારતીય ભાષામાં હોય તો તે ઉપલબ્ધ નથી. એના જીવન વિશે જે કાંઈ હકીકત મળે છે તે અત્યારે માત્ર ટિબેટન સાહિત્યમાં મળે છે. ટિબેટન લેખકોમાં મુખ્ય છે બુસ્તન' (Buston) અને લામા તારાનાથ. આ બન્ને લેખકોનાં લખાણોને આધારે પ્રો. શેરબાસ્કીએ ધર્મકીર્તિનું જીવન Buddhist Logic Vol. 1ની પ્રસ્તાવના પૃ. ૩૪માં સંક્ષેપમાં આપ્યું છે. જોકે આ પહેલાં ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણે મુખ્યપણે લામા તારાનાથને આધારે History of Indian Logicમાં પૃ. ૩૦૩ ઉપર આપ્યું છે. ટિબેટન સાહિત્ય ધર્મકીર્તિનું જીવન વર્ણવે ખરું, પણ તે જેવું વર્ણવે છે તે પૂર્ણપણે ઐતિહાસિક તો નથી જ, છતાં એ પૌરાણિક જેવા લાગતા જીવનમાં ઘણી બાબતો સાચી હોવા વિશે જરાય શંકા રહેતી નથી. ડૉ. વિદ્યાભૂષણ કરતાં પ્રો. શેરબાસ્કીનું વર્ણન પ્રમાણમાં ટૂંકું છે અને કાંઈક વધારે સત્યની નજીક છે, તેથી અમે તે વર્ણન છે તેવું જ અહીં ઉતારી લેવાનું પસંદ કર્યું છે. “Dharmakirti was born in the South, in Trimalaya (Tirumalla ?) in a brahmin family and received a brahmanical education. He then became interested in Buddhism and adhered at first as a lay member to the Church. Wishing to receive instruction from a direct pupil of Vasubandhu he arrived at Nalanda, the celebrated seat of learning where Dharmapala, a pupil of Vasubandhu, was still living, although very old. From him he took the vows. His interest for logical problems being aroused and Dignaga no more living, he directed his steps towards Iśvarasena, a direct pupil of the great logician. He soon surpassed his master in the understanding of Dignaga's system. Iśvarsena is reported 9. History of Buddhism (Chos-hbyung) by Buston-Materialien zur Kunde des Buddhismus Heidelberg, 1931. Translated from Tibetan by Dr. E. Obermiller. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316