________________
૧૭૪ - અનેકાન્ત ચિંતન
પં. અભયકુમાર એ કોઈ સાધુ જ છે તે વિશે તો શંકા રહેતી જ નથી, કેમકે જેમ તેનું વિશેષણ પંડિત=ગણી છે તેમ તેના ગચ્છને બ્રહ્માણ કહેલ છે. આ બ્રહ્માણગચ્છીય પં. અભયકુમારનો વિશેષ પરિચય સુલભ નથી.
પ્રસ્તુત પ્રતિની લિપિ છે તો દેવનાગરી, પણ તે બહુ જ પ્રાચીન નેવારી જેવી પૂર્વદેશીય દેવનાગરી છે. તેને સરલતાથી વાંચી તે ઉપરથી વિશ્વસ્ત કામ લેવું એ બહુ જ અઘરું અને સમયસાધ્ય હતું, પણ મુનિશ્રી પુણ્યવિજયજીએ અતિશ્રમે અને લાંબે ગાળે એના ઉપરથી કાગળ ઉપર એક સુંદર અને સુપઠ દેવનાગરી અક્ષરમાં પ્રતિલિપિ કરી આપી. એ પ્રતિલિપિ તેમણે અમને ભેટરૂપે જ આપેલી, પણ ચાલુ શતાબ્દીની લેખનકળાનો સુંદર નમૂનો પૂરો પાડતી એ પ્રતિલિપિ ગુજરાત પુરાતત્ત્વ મંદિરના શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનસંગ્રહમાં કાયમ માટે મૂકવામાં આવી છે. જોકે આ પ્રતિલિપિ ઉપરથી જ અમે પ્રેસકૉપી કરાવી હતી, પણ સંપાદન કરતી વખતે અસલી તાડપત્રની પ્રતિ સાથે મિલાન કરવામાં આવ્યું છે. તેને લીધે અને T પ્રતિની મદદને લીધે પ્રતિલિપિમાં જે ખામીઓ રહી ગયેલી તે દૂર કરીને જ સંપાદન કરવામાં આવ્યું છે.
2. Tula: Bstan-hgyur, Mdo (Cordier : Catalogue du Fonds Tibetain, Paris, 1915) Cx1. 6 હેતુબિંદુટીકાનું ટિબેટન ભાષાંતર છે. આ ભાષાંતર વિશ્વભારતીમાંના વિદ્યાભવનગત પુસ્તકસંગ્રહમાંથી મેળવવામાં આવેલું. તે ભાષાંતર સાથે S પ્રતિનું બને ત્યાં લગી અક્ષરેઅક્ષર મિલાન કરવામાં આવ્યું છે. એ સરખામણીનું મુખ્યપણે નીચે પ્રમાણે પરિણામ આવ્યું છે
(૧) જ્યાં જ્યાં પત્રસંખ્યાનો નંબર નષ્ટ થવાથી અને બીજાં કારણે પત્રો ઊલટાંસૂલટાં થઈ ગયેલાં અને તેને લીધે અર્થ બેસાડવામાં બહુ જ મુશ્કેલી પડતી તે પત્રો યથાવત્ ગોઠવવાથી દૂર થઈ.
(૨) કેટલેક સ્થળે પ્રતિનો પાઠ લિપિદુર્બોધતાને કારણે અગર પરંપરાગત લેખક-દોષને કારણે વિકૃત થઈ ગયો હતો તે સુધર્યો.
૧. મારવાડમાં જે વરમાણ ગામ છે તેના જ ઉપરથી “બદ્માણ ગચ્છ નામ
પડેલું છે. ૨. આનો પરિચય ડૉ. વિદ્યાભૂષણે પણ પોતાના પુસ્તક A History of
Indian Logic, p. 332માં આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org