________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન ૦૯૩
અનાયાસ લાભ—આ બધાં સુંદર પરિણામો ચર્ચાનાં છે અને તેથી જ વિદ્વાનો તેને પ્રશંસે છે.
૧
સંધાયસંભાષાના અધિકારીઓનું સ્વરૂપ :~ જેને ચર્ચાસ્પદ વિષયનું જ્ઞાન અને અન્ય વિષયની માહિતી હોય, જે પોતાનો પક્ષ રજૂ કરવા તથા સામાને ઉત્તર આપવાને સમર્થ હોય, જેને ગુસ્સો ન હોય, જેની વિદ્યા અધૂરી કે વિકૃત ન હોય, જે ગુણદ્વેષી ન હોય, જે પોતે સમજી શકે તેવો હોય અને બીજાને પણ સમજાવી શકે તેવો હોય, જે સહિષ્ણુ અને પ્રિયભાષી હોય તેવાની જ સાથે સંધાયસંભાષા થાય છે.
સંધાયસંભાષા કરતી વેળાની ફરજો :- વિશ્વસ્ત થઈને ચર્ચા કરવી, સામાને વિશ્વસ્ત ચિત્તે પૂછવું, અને વિશ્વસ્ત ચિત્તે પૂછતાં સામા પ્રતિવાદીને પોતાનું વક્તવ્ય સ્પષ્ટપણે કહેવું; પરાજયના ભયથી ગભરાવું નહિ અને સામાને પરાજિત કરી ખુશ ન થવું; સામે બોલનારાઓ વચ્ચે આત્મશ્લાધા ન કરવી; અજ્ઞાનથી એકાંતગ્રાહી (એકતરફી જ) ન થવું; અજ્ઞાત વસ્તુ ન કહેવી; પ્રતિવાદીના અનુનય(સમજાવટ)થી બરાબર સમજી જવું; પ્રતિવાદીને પણ વખતે અનુનય કરવો—આ બધાં કર્તવ્યોમાં સાવધાન રહેવું. અહીં સુધી અનુલોમ (સંધાય) સંભાષા વિધિ થઈ.
ર
વિગૃહ્યસંભાષા (વિજયચ્છામૂલક ચર્ચા) :— જો પોતામાં વિદ્યાનો ઉત્કર્ષ વગેરે ગુણો જોવામાં આવે તો જ વિગૃહ્યસંભાષામાં ઊતરવું. આ ચર્ચાના અધિકારીનું સ્વરૂપ સંધાયસંભાષાના અધિકારીના ઉપર્યુક્ત સ્વરૂપથી તદ્દન વિપરીત સમજવું. એટલે કે અધૂરા જ્ઞાનવાળો, ક્રોધી અને હઠીલો હોય તે આ ચર્ચાનો અધિકારી હોય છે. વિગૃહ્યસંભાષા (જલ્પ કે વિતંડા) શરૂ કર્યા પહેલાં પ્રતિપક્ષીની ભાષણવિષયક વિશેષતાઓ, તે પ્રતિપક્ષી પોતાથી ચઢિયાતો છે કે ઊતરતો છે એ વિશેષતાઓ અને ખાસ સભાની વિશેષતાઓ એ બધાની પરીક્ષા કરી લેવી. કારણ કે સાચી પરીક્ષા જ બુદ્ધિમાનને કોઈ પણ કાર્યમાં પ્રવૃત્ત થવા કે નિવૃત્ત થવા પ્રેરે છે.
પરીક્ષા કરવાના ગુણોઃ—શાસ્રાભ્યાસ, તેનું સૂક્ષ્મ જ્ઞાન, યાદદાસ્તી, પ્રતિભા, વાક્શક્તિ - આ ઉચ્ચ ગુણો છે.
ગુસ્સો, અનિપુણતા, બીકણપણું, વિસ્મરણશીલતા, અસાવધાનપણું, આ હલકી જાતના ગુણો છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org