________________
૧૧૪ ૦ અનેકાન્ત ચિંતન
વિરુદ્ધ આદિ હેત્વાભાસ નથી એમ કહી વિશેષ રૂપે પોતાના પક્ષના દૂષણનો ઉદ્ધાર કરે. અહીં સુધી પહેલી કક્ષા થઈ. ત્યાર બાદ વાદીએ કહેલું બધું પોતે સમજી ગયો છે એમ જણાવવા પ્રતિવાદી સભા વચ્ચે વાદીના બધા કથનનો અનુવાદ કરી જાય. અને વાદીને પરાજિત કરવાનું કોઈ નિગ્રહસ્થાન ન જુએ તો છેવટે હેત્વાભાસ વડે વાદીના સાધનને દૂષિત કરી પોતાનો પક્ષ રજૂ કરે; અહીં સુધી બીજી કક્ષા થઈ. ત્યાર પછી ત્રીજી કક્ષામાં આવી વાદી પ્રતિવાદીના બધા કથનનો અનુવાદ કરી જાય અને પોતાના પક્ષ ઉપર પ્રતિવાદી દ્વારા મુકાયેલ દૂષણનો ઉદ્ધાર કરે; તેમ જ બીજું કોઈ નિગ્રહસ્થાન ન જુએ તો છેવટે હેત્વાભાસ વડે પણ પ્રતિવાદીની સ્થાપનાને દૂષિત કરે. આ રીતે ત્રીજી કક્ષા પૂરી થાય. ત્યાર પછી સભામાં ચર્ચાનું હારજીતરૂપ પરિણામ પ્રકાશિત થાય.
નિગ્રહ સ્થાનનો પ્રકારઅજ્ઞાન, અનનુભાષણ અને અપ્રતિભા, એ ત્રણ નિગ્રહસ્થાન અનુક્તગ્રાહ્ય એટલે ન બોલવાથી પ્રાપ્ત થાય તેવાં છે. અપ્રાપ્તકાળ, અર્થાતર, નિરર્થક, અપાર્થક એ ચાર નિગ્રહ-સ્થાન ઉચ્ચમાનગ્રાહ્ય એટલે બોલતાં જ પકડાય તેવા છે. પ્રતિજ્ઞાહાનિ, પ્રતિજ્ઞાંતર, પ્રતિજ્ઞાવિરોધ, પ્રતિજ્ઞાસંન્યાસ, હેત્વન્તર, અવિજ્ઞાતાર્થ, વિક્ષેપ, મતાનુજ્ઞા, ન્યૂન, અધિક, પુનરુક્ત, નિરનુયોજ્યાનુયોગ, અપસિદ્ધાંત એ તેર નિગ્રહસ્થાન ઉક્તગ્રાહ્ય એટલે બોલ્યામાંથી પકડાય તેવાં છે.
ઉપર કહેલ અનુક્તગ્રાહ્ય, ઉચ્ચમાનગ્રાહ્ય અને ઉક્તગ્રાહ્ય એ વીસ નિગ્રહસ્થાનોનું વાદી ઉદ્ભાવન કરી વાદી પ્રતિવાદીને અગર પ્રતિવાદી વાદીને પરાજિત કરી શકે. જ્યારે આ વીસમાંથી એક પણ નિગ્રહસ્થાનના ઉદ્ભાવનનો સંભવ ન હોય ત્યારે વાદી કે પ્રતિવાદી સામેના પક્ષને હેત્વાભાસનું ઉદ્ભાવન કરે. પર્યનુયોયોપેક્ષણ નિગ્રહસ્થાન તો વાદી કે પ્રતિવાદી દ્વારા ઉદ્ભાવિત થતું નથી, કારણ કે મધ્યસ્થ એવા સભ્યો વડે જ ઉદ્ભાવિત થઈ શકે છે.
વિભાગ ૨
નીલકંઠદીક્ષિતનું કલિવિડંબન
અપ્પદીક્ષિતના ભત્રીજા અને નારાયણ દીક્ષિતના પુત્ર નીલકંઠદીક્ષિતે હૃદયહારી અનેક શતકો લખ્યાં છે. જેમાં એક કલિવિડંબન શતક પણ છે. આ શતકમાં જ્યોતિષી, નૈમિત્તિક, વૈદ્ય, માંત્રિક, પંડિત, ધનિક આદિનો ખૂબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org