________________
આવશ્યકસૂત્રના કર્તા કોણ? • ૧૩૩
ટીકામાં આ મારો કહેલો જ અર્થ અસંદિગ્ધ રીતે પ્રતિપાદન કરવામાં આવ્યો છે. સારાંશ એ છે કે જેના દ્વારની પ્રસ્તુત ગાથા સામાયિક અધ્યયનના કર્તાનું પ્રતિપાદન નથી કરતી, પરંતુ સામાયિકરૂપ આત્મિક ગુણના વ્યાવહારિક અને નૈૠયિક કર્તાનું નિરૂપણ કરે છે, જેને શબ્દાત્મક સામાયિક અધ્યયનના કર્તાના નિરૂપણ સાથે કશો જ સંબંધ નથી.
(૨) સામાયિક અધ્યયનને શ્રીગણધરકૃત બતાવતા માટે બીજું પ્રમાણ ઉપર સૂચવેલ ગુજરાતી અનુવાદના ટિપ્પણમાં જે મૂકવામાં આવ્યું છે તે એ છે કે જેમાં ભગવાનના સામાયિક પરના ભાષણનું પ્રયોજન બતાવ્યા બાદ ગણધરોએ સામાયિક સાંભળ્યાના પ્રયોજનનું વર્ણન છે. તે આ પ્રમાણે છે : - गोयममाई सामाइयं तु किं कारणं निसामेति । नाणस्स तं तु सुन्दरमंगुलभावाण उवलद्धी ॥
-विशेषावश्यकसूत्र, गाथा २१२५ સામેના પક્ષકાર આ ગાથાઓ ઉપરથી એમ કહેતા લાગે છે કે સામાયિક ઉપદેછ્યું તો ભગવાને, પણ રચ્યું ગણધરોએ, પરંતુ કોઈ પણ વિચારક આ ગાથાઓ કાઢી તેનો અર્થ વાંચી આગળપાછળનું પ્રકરણ વિચારી જોશે તો તેને જણાશે કે એવો અર્થ કરવામાં કેટલી ભૂલ થાય છે ! અહીં તો એટલું જ ઉદિષ્ટ છે કે સામાયિક-આચારનું પ્રથમ નિરૂપણ ભગવાને શા માટે કર્યું અને તે આચારનું શ્રવણ ગણધરોએ પ્રથમ શા માટે કર્યું? અર્થાત્ સામાયિકરૂપ જૈન ધર્મના આત્માનું પ્રથમ પ્રથમ ગણધરોએ જે શ્રવણ કર્યું તેનું પ્રયોજન પરંપરાએ મોક્ષ છે એવું આ ગાથાઓમાં બતાવવામાં આવ્યું છે. તેમાં ગણધરોએ સામાયિકસૂત્ર રચ્યાની ગંધ સરખી પણ નથી. સામાયિક-આચાર સાંભળવો, તેને જીવનમાં ઉતારવો, તેનું ફળ મેળવવું, તેનો વિચાર કરવો એ જુદી વાત છે અને સામાયિકસૂત્રની શાબ્દિક રચનાનો વિચાર એ જુદી વાત છે. સામાયિક-આચારના શ્રવણ સાથે સામાયિકસૂત્રની શાબ્દિક રચનાને ભેળવી દેવી અને સામાયિક-આચારના પ્રથમ સાંભળનારને સામાયિકસૂત્રના રચયિતા કહેવા એ ભ્રાંતિ નથી શું?
(૩) એ જ ગુજરાતી અનુવાદના ઉપોદ્ઘાતની ટિપ્પણીમાં ત્રીજું પ્રમાણ નિર્ગદ્વાર વિશેનું છે. તેને લગતી ગાથા આ છે :
मिच्छत्ताइतमाओ स निग्गओ जह य केवलं पत्तो । जह य पसूयं तत्तो सामाइयं तं पवक्खामि ॥
-विशेषावश्यकसूत्र गाथा १५४६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org