________________
આવશ્યકસૂત્રના કર્તા કોણ? • ૧૩૧ ગણધરકૃત છે? આનો ઉત્તર સેનપ્રશ્નમાં જે આપવામાં આવ્યો છે તે ખાસ ધ્યાન આપવા જેવો છે. તેમાં કહ્યું છે કે “આચારાંગ આદિ અંગપ્રવિણ શ્રત ગણધરોએ રચેલું છે અને આવશ્યક આદિ અંગબાહ્ય શ્રત શ્રુતસ્થવિરોએ રચેલું છે, અને એ વાત વિચારામૃતસંગ્રહ, આવશ્યકવૃત્તિ આદિથી જણાય છે. તેથી લોગસ્સસૂત્રની રચના શ્રી ભદ્રબાહુસ્વામીની છે અને અન્ય આવશ્યકસૂત્રોની રચના નિર્યુક્તિરૂપે તો તેઓની જ છે, અર્થાત્ લોગસ્સનું મૂળ સૂત્ર શ્રી ભદ્રબાહુસ્વામીકૃત છે અને બાકીનાં આવશ્યકસૂત્રોની નિર્યુક્તિ જ માત્ર શ્રી ભદ્રબાહુસ્વામીકૃત છે. પરંતુ લોગસ્સ સિવાયનાં અન્ય આવશ્યકનાં સૂત્રો તો શ્રી ભદ્રબાહુસ્વામીથી ભિન્ન અન્ય શ્રુતસ્થવિરોનાં રચેલાં છે.' એ તે પ્રશ્નના ઉત્તરકથનનો સાર છે. સેનપ્રશ્નનો સંપૂર્ણ પાઠ આ પ્રમાણે છે –
आवश्यकान्तर्भूतश्चतुर्विंशतिस्तवस्त्वारातीयकालभाविना श्रीभद्रबाहुस्वामिनाऽकारीत्याचाराङ्गकृत द्वितीयाध्ययनस्यादौ तदत्र किमिदमेव सूत्रं भद्रबाहुनाऽकारि सर्वाणि वा आवश्यकसूत्राणि कृतान्युत पूर्वगणधरैः कृतानीति किं तत्त्वमिति प्रश्नः ? अत्रोत्तरं-आचाराङ्गादिकमङ्गप्रविष्टं गणभृद्भिः कृतम्, आवश्यकादिकमनङ्गप्रविष्टमङ्गैकदेशोपजीवनेन श्रुतस्थविरैः कृतमिति विचारामृतसंग्रहाऽऽवश्यक वृत्त्याद्यनुसारेण ज्ञायते, तेन भद्रबाहुस्वामिनाऽऽवश्यकान्तर्भूतचतुर्विंशतिस्तवरचनमपराऽऽवश्यकरचनं च नियुक्तिरूपतया कृतमिति भावार्थः श्रीआचाराङ्गवृत्तौ तत्रैवाधिकारेऽस्तीति बोध्यमिति ॥ -सेनप्रश्न, पल. १९, प्रश्न १३
ઉપરનાં ચારે પ્રમાણો જ્યાં સુધી ખોટા સાબિત ન થાય ત્યાં સુધી હું મારો અભિપ્રાય બદલું તો તેનો અર્થ એ જ થાય કે વિચાર વિનાની કોઈ પણ એક રૂઢિમાત્રને સ્વીકારી લેવી.
આવશ્યકસૂત્ર ગણધરકૃત નહિ, પરંતુ અન્ય સ્થવિરકૃત છે એ અભિપ્રાયનું સમર્થન કરનારાં જે પ્રમાણો મારા જોવામાં આવ્યાં તે ઉપર ટાંક્યા પછી હવે આવશ્યક સૂત્રને ગણધરકૃત માનનાર પક્ષનાં પ્રમાણોનું પરીક્ષણ કરવાનું કાર્ય માત્ર બાકી રહે છે. મારા આ મતના વિરોધી તરીકે જે પ્રમાણો ટાંકવામાં આવે છે તે આગમોદયસમિતિ દ્વારા પ્રકાશિત થયેલ વિશેષાવશ્યકભાષ્યના ગુજરાતી અનુવાદ ભા. ૧માં ઉપોદ્ધાતના પૃ. ૨ ઉપર જોવામાં આવે છે.
આ પ્રમાણોની પરીક્ષાની સગવડ ખાતર હું તે સર્વને ચાર વિભાગમાં વહેંચી નાખું છું : (૧) આવશ્યક કોણે કર્યું એ પ્રશ્નના ઉત્તર માટે “નેત' દ્વારનું વિવરણ, (૨) ભગવાન પાસેથી શ્રીગૌતમાદિને સામાયિક આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org