________________
૧૩૦ ૦ અનેકાન્ત ચિંતન
વૃત્તિ જોવાથી અસંદિગ્ધપણે સ્પષ્ટ થાય છે. તેઓ પોતાની ભાષ્ય ઉપરની વૃત્તિમાં ‘સામાયિક પ્રત્યાખ્યાન' આદિ આવશ્યકનાં છએ અધ્યયનોનો ‘આવશ્યક શ્રુતસ્કંધ’ એ પ્રકારનો અર્થ સ્પષ્ટ શબ્દોમાં કરે છે, અને અંગબાહ્ય જેમાં તેઓશ્રી પોતે પ્રથમ જ ‘આવશ્યક શ્રુતસ્કંધ'નો સમાવેશ કરે છે તેને ગણધરપશ્ચાદ્ભાવી શ્રી જંબૂસ્વામી આદિ વડે રચાયાનું પ્રતિપાદન કરે છે. તેઓની વૃત્તિનો તે ભાગ નીચે પ્રમાણે છે ઃ—
गणधरा इन्द्रभूत्यादय:, तेषामनन्तरे ये साधवस्तेऽनन्तर्याः शिष्या इत्यर्थः । ते गणधरानन्तर्याः जम्बूनामादयः आदिर्येषां प्रभवादीनां ते गणधरानन्तर्यादयः । सामायिकं समभावो यत्राध्ययने वर्ण्यते, चतुर्विंशतीनां पूरणस्यारादुपकारिणो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां स चतुर्विंशतिस्तवः । वन्दनं गुणवतः प्रणामो यत्र वर्ण्यते तत् वन्दनम् । असंयमस्थानं प्राप्तस्य यतेस्तस्मात् प्रतिनिवर्तनं यत्र वर्ण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पापस्य यत्र स्थानमौन ध्यानरूपकायत्यागेन विशुद्धिराख्यायते स कायव्युत्सर्गः । मूलोत्तरगुणधारणीयता यत्र ख्याप्यत् प्रत्याख्यानम् । एतैरध्ययनैरावश्यक श्रुतस्कन्ध उक्तः ॥
- मनसुखभाई भगुभाई प्रकाशित श्रीयशोविजयजीकृत तत्त्वार्थव्याख्या, पल्ल. ५० ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જેવા શાબ્દિક, આલંકારિક, નૈયાયિક અને આગમિક વિશે કોઈ પણ એમ કહેવાનું સાહસ ભાગ્યે જ કરશે કે તેઓ ચાલતી શ્રુતપરંપરા કરતાં કાંઈ નવું જ લખી ગયા છે અથવા તો તેઓને લાક્ષણિક અર્થ કરવાનું સૂઝ્યું નહિ. ઉપાધ્યાયજી વિશેષાવશ્યકભાષ્ય વગેરે અન્ય સમગ્ર આગમ ગ્રંથોના ઊંડા અભ્યાસી હતા અને વળી મલધારી શ્રી હેમચંદ્રની વૃત્તિ પણ તેઓની સામે હતી, તેથી જો તેઓને આવશ્યકનો અર્થ નિર્યુક્તિ૫૨ક કરવાનું યોગ્ય લાગ્યું હોત તો તેઓશ્રી પોતાની તત્ત્વાર્થભાષ્યની વૃત્તિમાં તે પ્રમાણે જરૂર કરત; પરંતુ તેમ ન કરતાં જે સીધો અર્થ કર્યો છે તે વાચકશ્રીના ભાષ્ય અને શ્રી સિદ્ધસેન ગણિની ટીકાના વિચારનો પોષક છે એમ કબૂલ કરવું જ પડશે.
(૪) તત્ત્વાર્થભાષ્ય અને તે ઉપરની બે ટીકાઓ એ ત્રણે પ્રમાણોનું સંવાદી અને બલવત્ સ્પષ્ટ પ્રમાણ એક ચોથું પણ છે, અને તે છે સેનપ્રશ્નનું. સેનપ્રશ્નના પૃ. ૧૯ પ્રશ્ન ૧૩ આવશ્યકસૂત્રના કર્તા સંબંધમાં જ છે. તેમાં પૂછવામાં આવ્યું છે કે આચારાંગના બીજા અધ્યયનની ટીકામાં લોગસ્સ સૂત્રને શ્રી ભદ્રબાહુસ્વામીકૃત કહ્યું છે; તો શું એ એક જ સૂત્ર શ્રી ભદ્રબાહુસ્વામીકૃત છે કે આવશ્યકનાં બધાં સૂત્રો શ્રી ભદ્રબાહુસ્વામીકૃત છે અગર તો એ બધાં સૂત્રો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org