________________
૧૫૬ ૦ અનેકાન્ત ચિંતન એનો ઇતિહાસ જેવો મહત્ત્વનો છે તેવો જ આકર્ષક છે. આપણા દેશમાં ભંડારો બે જાતના છે: વ્યક્તિની માલિકીના અને સંઘની માલિકીના. બ્રાહ્મણ સંપ્રદાયના ભંડારો મોટે ભાગે પહેલા પ્રકારના છે. જૈન સંપ્રદાયમાં વ્યક્તિએ સ્થાપેલા અને વધારેલા ભંડારો પણ છેવટે સંઘના જ કબજામાં આવે છે. તેથી જૈન સંપ્રદાયના ભંડારો સંઘની જ સંપત્તિ મનાય છે. દક્ષિણ, પૂર્વ અને ઉત્તર હિંદુસ્તાનમાં એવા સેંકડો મોટા મોટા જૈન ભંડારો છે, પણ અહીં તે પ્રસ્તુત નથી. વ્યાપાર અને અર્થપ્રિય ગુજરાતે માત્ર પૈસાનો સંગ્રહ નથી કર્યો, કિંતુ એણે જ્ઞાનસંગ્રહ કરવામાં પણ જરાયે પાછી પાની નથી કરી. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના નાનામોટા દરેક જાણીતા શહેરમાં એક કે વધારે જૈન ભંડાર હોવાના જ. કેટલાંક શહેરો તો જૈન ભંડારોને લીધે જ જાણીતાં છે. પાટણ, ખંભાત, લીંબડી, કોડાઈ વગેરેનું નામ સાંભળતાં જ વિદ્વાનોના મનમાં બીજી વસ્તુ પહેલાં ભંડારો જ આવે છે. આવા સેંકડો ભંડારો ગુજરાત સાચવ્યા છે અને તેમાં લાખો વિવિધ પુસ્તકો સચવાયેલાં છે.
જૈન ભંડારો એ કાંઈ માત્ર જૈન પુસ્તકોના જ સંગ્રહસ્થાનો નથી. એના સ્થાપકો અને રક્ષકોએ દરેક વિષય તેમ જ દરેક સંપ્રદાયનાં પુસ્તકો સંગ્રહવાનો પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે. આજે કેટલાંક એવાં બહુ જૂનાં અને મહત્ત્વનાં બૌદ્ધ તેમ જ બ્રાહ્મણ સંપ્રદાયનાં પુસ્તકો જૈન ભંડારોમાં મળી આવે છે, જે બીજે ક્યાંય લભ્ય નથી. પુસ્તકો માત્ર કાગળ ઉપર જ લખાયેલાં નથી, તાડપત્રમાં પણ હજારો પુસ્તકો અને તેના આખેઆખા ભંડારો સાચવી રાખવાનું પુણ્યકર્મ ગુજરાતે કર્યું છે. , એવા ભંડારોમાં સન્મતિતર્કની અનેક પ્રતિઓ સચવાયેલી રહી છે. તે કાગળ અને તાડપત્ર બન્ને ઉપર લખેલી મળે છે. સન્મતિતર્ક અને ગૂજરાત વિદ્યાપીઠ
મૂળ અને ટીકાનું અસાધારણ મહત્ત્વ જોઈને જ એ ગ્રંથના અભ્યાસની અને પછી તેનો અનુવાદ કરવાની લાલચ જન્મી; એ લાલચમાંથી સંપાદનની મમતા જાગી. વ્યાપાર અને અર્થપ્રધાન ગણાતા ગુજરાતની વિદ્યાની બાબતમાં લાજ રાખવાને જ કેમ જાણે જૈનાચાર્યોએ જે કિંમતી સંસ્કૃત સાહિત્ય ભારતને અને વિશ્વને ચરણે ધર્યું છે તેમાં સન્મતિતર્ક-ટીકાનું પણ સ્થાન છે. એવા એક ગુજરાતની જાહોજલાલીના અને વિદ્યાવિલાસના સમયમાં ગુજરાતમાં જ રચાયેલા અને ગુજરાતના જ ભંડારોમાં મુખ્યપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org