________________
સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ . ૧૫૯ વિસ્તારવા પ્રયત્નશીલ છે. આ સ્થળે તેઓનો ભક્તિપ્રસાદ પારખવા અને વિવેચ્ય વિષયના મર્મને સ્પર્શી તેઓની અનન્યસાધારણ વિવેચકશક્તિનો પરિચય આપવા તેમની બત્રીસીઓમાંનાં કેટલાંક પઘો સારસહિત આપવાનો લોભ રાખવો એ અસ્થાને નથી.].
સ્તુતિ કરવાનો હેતુ જણાવતાં તેઓ કહે છે કે-“હે વીર ! કવિત્વશક્તિથી, પરસ્પરની ઈર્ષ્યાથી કે કીર્તિ પ્રસિદ્ધ કરવાની ઇચ્છાથી કે શ્રદ્ધામાત્રથી તારી સ્તુતિ કરવામાં નથી આવતી; પણ ગુણજ્ઞો તારું બહુમાન કરે છે તેથી મારો આ આદર છે.” ૧, ૪.
ભગવાન મહાવીરમાં પોતાનો અતિઆદર થવાનું કારણ આપતાં તેઓ કહે છે કે – - “હે ભગવન્! પરસ્પરના વિખવાદને લીધે જેઓનાં મન બહેર મારી ગયાં છે અને એથી જ જેઓ પોતાના વાદને–સિદ્ધાંતને પણ સળંગ સમજી શકતા નથી એવા તથા તત્ત્વના માર્ગને મૂકી અવળે રસ્તે ચડેલા આ એકાંતવાદીઓની સમીક્ષા કરતો કયો પુરુષ તારા તરફ ન આકર્ષાય? અર્થાત્ એકાંતવાદના દુરાગ્રહથી કંટાળેલો પુરષ તારા જેવા અનેકાંતવાદીસમન્વયવાદી તરફ જરૂર આકર્ષાય.” ૧, ૫.
અનેકાંતવાદના વિજ્ઞાન(science)ની ખૂબી બતાવતાં તેઓ કહે છે કે- “હે ભગવન્! ગુણો તરફ અંધ રહેનારા અને એથી જ પોતાની જાતના અહિતકારી એવા આ એકાંતવાદીઓ ભેગા થઈને તારા સિદ્ધાંતમાં જે જે દોષો બતાવે છે તે જ દોષો અનેકાંતવિજ્ઞાનની કસોટીએ કસાતાં તારું સૂક્ત સમજવામાં સાધનરૂપ નીવડે છે; અર્થાત્ એકાંતવાદીઓ જેને દોષરૂપ સમજે છે તે જ દોષ અનેકાંતવિજ્ઞાનની દૃષ્ટિએ તપાસતાં તત્ત્વમાર્ગને સમજવાનું સાધન થાય છે.” ૧, ૬.
ગમે તેવા વાદ કરવામાં કુશળ એવા એકાંતવાદીઓ ભગવાનની તોલે તો ન જ આવી શકે એમ બતાવતાં કહે છે–',
સમૃદ્ધપત્રવાળો' એટલે સુંદર પીંછાની સમૃદ્ધિવાળો પણ મોર ગરુડની ચાલે તો ન જ ચાલી શકે તેમ હે ભગવન્! કોઈ પણ પ્રકારના વાદનું મંડન કરવામાં એક્કા છતાં એ એકાંતવાદીઓ તારા વિચારને તો ન જ પહોંચી શકે ૧, ૧૨.
૧. પત્રનો અર્થ પીંછું અને પક્ષ એટલે વાદ પણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org