________________
૧૫૨ ૦ અનેકાન્ત ચિંતન
આજે તેનું પાઠ્યક્રમમાં આકર્ષક સ્થાન હોત.
ઉપાધ્યાયજીએ સન્મતિતર્કનો જેટલો છૂટથી ઉપયોગ કર્યો છે, જેટલી તે ઉપર વિચારણા કરી છે અને તે ઉપર છૂટુંછવાયું જેટલું લખ્યું છે તે સન્મતિતર્કના સ્વાભાવિક ગૌરવને શોભાવે તેવું છે. ન્યાયાંભોનિધિ વિજયાનંદસૂરીશ્વરે ઉપાધ્યાયજી પછી એ ગ્રંથને સંપૂર્ણ જોયેલો છે એવા નિશ્ચિત પ્રમાણો અમને મળ્યાં છે. શ્રીમદ્ રાજચંદ્રે સન્મતિતર્કનું ગૌરવ ખૂબ ગાયું છે, પણ કોઈએ એને ભાષામાં ઉતાર્યો નથી. એ ગ્રંથનું વસ્તુ અને તેનું ગૌરવ સર્વગમ્ય થવા માટે તેના સરળ અનુવાદની જ ખાસ જરૂર છે. જો એ ગ્રંથનો મધ્યમ પરિમાણનો અનુવાદ થઈ બહાર પડી શકે તો અમારી ખાતરી છે કે જેમ તત્ત્વાર્થ સર્વત્ર પઠનપાઠનમાં છે તેમ સન્મતિતર્ક પણ એ કક્ષામાં આવે; એટલું જ નહિ, પણ યુનિવર્સિટી સુધ્ધાંમાં દાખલ થયા. એનો પ્રાંજલ અનુવાદ વિદેશી વિદ્વાનોને પણ ખરેખર આકર્ષશે. એવો અનુવાદ કરવાની બહુ જૂની અને બળવતી ધા૨ણાએ જ સન્મતિતર્કના સંપાદનકાર્યમાં અમને પ્રેર્યા છે અને બાંધી રાખ્યા છે.
ઉપલબ્ધ ટીકા અને તેનું મહત્ત્વ
અત્યારે સન્મતિતર્કની એક જ ટીકા સુલભ છે અને તે તાર્કિક અભયદેવની. આ ટીકા પહેલાં બીજી ઘણી ટીકાઓ તેના ઉપર લખાયેલી, પણ અભયદેવ પછી સન્મતિ ઉપર બીજા કોઈએ ટીકા લખી જણાતી નથી. શ્રી અભયદેવ પહેલાં રચાયેલી ઘણી ટીકાઓમાં એક શ્વેતાંબરાચાર્ય તાર્કિક મલ્લવાદીની અને બીજી દિગંબરાચાર્ય સુમતિની હોવાનાં પ્રમાણો મળે છે. આ બે ઉપરાંત બીજી ટીકાઓ હતી કે નહિ ? અને હતી તો કોની કોની રચેલી ? વગેરે પ્રશ્નો હજી વિચારવાના બાકી જ છે. તેવી જ રીતે જેમ દિગંબરાચાર્ય અકલંકે પોતાનાં પ્રકરણો ઉપર સ્વોપજ્ઞ લઘુવૃત્તિઓ રચેલી છે તેમ ખુદ દિવાકરશ્રીએ પોતાના સન્મતિતર્ક ઉપર નાનીમોટી કોઈ સ્વોપન્ન વૃત્તિ રચેલી હોવી જોઈએ એવી પ્રો. લૉયમનની સંભાવના પણ ખાસ વિચારણીય હોઈ સંશોધનનો વિષય છે. ગમે તેમ હો, પણ આજે તો એકમાત્ર શ્રી અભયદેવની ટીકા જ સન્મતિતર્કમાં પ્રવેશ કરવાનું દ્વાર છે.
ટીકાનો સામાન્ય અર્થ એટલો જ છે કે તેના વડે મૂળ ગ્રંથમાં પ્રવેશ કરવો. અલબત્ત, એ રીતે જોતાં ટીકા એ મૂળ ગ્રંથરૂપ નગરનું દ્વાર કહેવાય, પણ પ્રસ્તુત ટીકાને માત્ર દ્વાર કહેવું કે નહિ તે એક ખાસ સવાલ છે. સબબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org